Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JUNAGADH : કોયલી ગામની પ્રગતિશીલ મહિલાએ ગાયના છાણમાંથી બનાવ્યા ગણપતિ

JUNAGADH : કોયલી ગામની પ્રગતિશીલ મહિલાએ ગાયના છાણમાંથી બનાવ્યા ગણપતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 9:27 AM

ભાવનાબેન ત્રાંબડીયા વર્ષોથી ગૌશાળા ચલાવે છે. ભાવનાબેન પોતે આત્મનિર્ભર હોવાની સાથે ગામના અન્ય બેરોજગાર મહિલાઓને પણ રોજગારી આપે છે.

JUNAGADH : : જૂનાગઢ જિલ્લાના વંથલીના કોયલી ગામે પ્રગતિશીલ મહિલા ભાવનાબેન ત્રાંબડીયા દ્વારા ગાયના છાણમાંથી ગણેશ પ્રતિમાં બનાવવામાં આવી રહી છે. POPની પ્રતિમા પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. પરંતુ ઈકોફ્રેન્ડલી એવી ગાયના છાણમાંથી બનેલી ગણેશ પ્રતિમાને ઘરમાં જ વિસર્જન કરી ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ભાવનાબેન દ્વારા બનાવાયેલી ગણેશ પ્રતિમા 300 રૂપીયા થી 500 રૂપીયા સુધીમાં વેચાઈ રહી છે.

કોયલી ગામના પ્રગતિશીલ મહિલા ભાવનાબેન ત્રાંબડીયા કહે છે કે તેમણે અત્યાર સુધીમાં ગાયના છાણમાંથી 80 જેટલા ગણપતિ બનાવી લીધા છે. 350 થી 500 રૂપિયા સુધીના ગણપતિનું વેચાણ થાય છે. ભાવનાબેન કહે છે આ ગણપતિના વિસર્જન માટે નદીમાં પધરાવા જાવાની જરૂર નથી. આ ગણેશ પ્રતિમાનું ઘરે જ વિસર્જન કરી તે પાણીને છોડમાં નાખી દેવાથી તેનો ખાતર તરીકે ઉપયોગ થશે.

આ પહેલા કોયલી ગામની મહિલાઓએ ભાવનાબેન ત્રાંબડીયાના માર્ગદર્શનમાં રક્ષાબંધનના પર્વ પર ગાયના છાણમાંથી રાખડીઓ બનાવી હતી. હવે વૈદિક રાખડીઓ અને ગાયના છાણમાંથી બનતી રાખડીઓ અને મૂર્તિઓ સહીતની વસ્તુઓની વિશેષ ચર્ચા થઇ રહી છે. રક્ષાબંધન પર્વ પર જૂનાગઢની કોયલી ગામની મહિલાઓ ગાયના છાણમાંથી રાખડીઓ બનાવી આત્મનિર્ભર બની. કોયલી ગામની મહિલાઓ ગાયના છાણમાંથી કુલ 11 અલગ-અલગ ડિઝાઇનવાળી રાખડીઓ બનાવી હતી. ભાવનાબેન ત્રાંબડીયા વર્ષોથી ગૌશાળા ચલાવે છે. ભાવનાબેન પોતે આત્મનિર્ભર હોવાની સાથે ગામના અન્ય બેરોજગાર મહિલાઓને પણ રોજગારી આપે છે.

આ પણ વાંચો : TEACHER’S DAY : બોટાદના આ શિક્ષક પાસે 23 ડીગ્રીઓ, અનેક એવોર્ડ મળી ચુક્યા છે

g clip-path="url(#clip0_868_265)">