ઇસ્લામ પહેલા મક્કા પર કોનું હતું શાસન ? જાણો મુસ્લિમોના કબજામાં ક્યારે આવ્યું
ઇસ્લામ પહેલા આરબ કોઈ એક સરકાર કે સામ્રાજ્ય દ્વારા શાસિત રાજ્ય ન હતું. ઇસ્લામ પહેલા આરબ સામાજિક-રાજકીય માળખું ઘણી જુદી જુદી જાતિઓથી બનેલું હતું. ઇસ્લામ પહેલા આરબમાં અનેક આદિવાસી સમુદાયો રહેતા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે ઇસ્લામ પહેલા મક્કા પર કોનું શાસન હતું અને તે મુસ્લિમોના કબજામાં ક્યારે આવ્યું.
જો આપણે આરબની વાત કરીએ તો, સૌપ્રથમ આપણા મનમાં ઇસ્લામ ધર્મ આવે, કારણ કે આરબ દેશોમાં ઈસ્લામનું વર્ચસ્વ જોવા મળે છે, પરંતુ ઇસ્લામ પહેલા આરબમાં અન્ય કેટલાક સમુદાયોનું વર્ચસ્વ હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે, આરબમાં ઇસ્લામ પહેલા કયા સમુદાયનું વર્ચસ્વ હતું અને લોકો કયા ધર્મમાં માનતા હતા.
ઇસ્લામ પહેલા આરબ કોઈ એક સરકાર કે સામ્રાજ્ય દ્વારા શાસિત રાજ્ય ન હતું. ઇસ્લામ પહેલા આરબ સામાજિક-રાજકીય માળખું ઘણી જુદી જુદી જાતિઓથી બનેલું હતું. જેઓ સતત એકબીજા સાથે ઝઘડતા રહેતા હતા. ઇસ્લામ પહેલા આરબમાં અનેક આદિવાસી સમુદાયો રહેતા હતા. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહેતા હતા.
આમાંથી કેટલીક ખતરનાક જાતિઓ પણ હતી. જેમાં હનિફા, કુરેશી અને કિલાબનો સમાવેશ થાય છે. આ લોકો તેમના પ્રાણીઓ સાથે સતત સ્થળાંતરિત થતા રહેતા અને મોટેભાગે ટેન્ટમાં જ રહેતા હતા. આ જાતિના કેટલાક લોકો આજે પણ આરબની જૂની સંસ્કૃતિને અનુસરે છે અને આ સમુદાયને ખૂબ પાવરફુલ પણ માનવામાં આવે છે.
ઇસ્લામ પહેલા અરેબિયા એક આદિવાસી અને બહુદેવવાદી સમાજ હતો. અરેબિયાની આદિવાસી સામાજિક રચનાનો અર્થ એ હતો કે દરેક વ્યક્તિ કોઈને કોઈ કુળની હતી. ઇસ્લામ પહેલા અરેબિયામાં બહુદેવવાદનો અર્થ એ હતો કે આ પ્રદેશના મોટાભાગના લોકો વિવિધ સ્થાનિક દેવતાઓમાં માનતા હતા.
ઇસ્લામ પહેલા આરબમાં મુખ્ય બે પ્રકારની જાતિઓ હતી. જેમાં બેદુઈન અને હદારી જનજાતિનો સમાવેશ થાય છે.
બેદુઈન જનજાતિ
બેદુઈન જાતિ વિચરતી જાતિ હતી, એટલે કે તેઓ તેમના પ્રાણીઓના ખોરાક માટે નવી જગ્યાઓની શોધમાં સતત સ્થળાંતરિત કરતા રહેતા હતા. અંગ્રેજી શબ્દ ‘Bedouin’ નો અર્થ ‘રણવાસી’ થાય છે, જે એ હકીકતને પ્રકાશિત કરે છે કે આ વિચરતી જાતિઓ અરેબિયાના રણ વિસ્તારોમાં ફરતી રહેતી હતી. બેદુઈન આદિવાસીઓ મુખ્યત્વે ઊંટ અને બકરા ઉછેરતા હતા. તેઓએ વેપાર કાફલાઓ પર ટેક્સ લગાવીને રણમાં વેપારનું પરિવહન કરીને પણ પૈસા કમાતા હતા.
ઇસ્લામ પહેલાના આરબમાં બેદુઈન જાતિઓ માટે કાબા એક પવિત્ર સ્થળ હતું. જે કાળા ઘન આકારની ઈમારત હતી, જેની અંદર બેદુઈન દ્વારા પૂજાતા વિવિધ દેવતાઓની અસંખ્ય મૂર્તિઓ અને ચિત્રો હતા. ઇસ્લામ પહેલા લોકો મક્કાના કાબામાં મૂર્તિઓની પૂજા કરતા હતા. કાબા એ સમયે પણ ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ હતું.
હદારી જનજાતિ
હદારી આદિવાસીઓ બેઠાડુ આદિવાસીઓ હતા, એટલે કે તેઓ હરવા ફરવાને બદલે નગર અથવા શહેરોમાં સ્થાયી થયા હતા. તેઓ મોટાભાગે ખેડૂતો અને વેપારીઓ હતા. ઈસ્લામના પ્રારંભિક ઈતિહાસમાં સૌથી મોટી જાતિઓમાંની એક કુરૈશ જાતિ હતી. કુરૈશ મુહમ્મદના કટ્ટર વિરોધી હતા. કુરૈશ જાતિ મક્કાની મુખ્ય જાતિ હતી અને કાબા અને હજ પર તેનું નિયંત્રણ હતું. મુહમ્મદના શાસનકાળ દરમિયાન પણ કુરૈશ જાતિ અગ્રણી હતી.
ઇસ્લામ પહેલા આરબના ધર્મ
પૂર્વ-ઇસ્લામિક અરેબિયામાં ધર્મને બે વર્ગોમાં વિભાજિત કરી શકાય છે. જેમાં એક છે અરબી ધર્મ અને બીજો છે એકેશ્વરવાદી ધર્મ. સૌપ્રથમ અરબી ધર્મની વાત કરીએ તો, ઇસ્લામ પહેલા આરબમાં બેદુઈન અને હદારી જાતિઓ દ્વારા અરબી ધર્મ અનુસરવામાં આવતો હતો. જ્યારે એકેશ્વરવાદી ધર્મ યહુદીઓ, ખ્રિસ્તીઓ અને પારસીઓ અનુસરતા હતા.
યહૂદી ધર્મનું વર્ચસ્વ
ઇસ્લામ પહેલા આરબમાં યહૂદી ધર્મ મુખ્ય હતો. જેને ઘણો તાકાતવાર ગણવામાં આવતો હતો. યહૂદીઓ પહેલી સદી બાદ આરબમાં આવ્યા હતા. કારણ કે રોમાન સામ્રાજ્યએ તેમને ભગાડ્યા તો આ લોકોએ આરબમાં સહારો લીધો અને ધીરે ધીરે તેમનું વર્ચસ્વ જમાવ્યું. આ સમુદાય ઘણો પાવરફુલ હતો. જેણે આગળ જતાં આરબના મોટાભાગ પર કબજો જમાવી લીધો. જે લાલ સાગર તરીકે ઓળખાતો હતો. આ વિસ્તાર ઘણો ફળદ્રુપ હતો અને લોકો સરળતાથી વ્યવસાય પણ કરી શકતા હતા. તેથી કહી શકાય કે ઇસ્લામ પહેલા આરબમાં યહૂદીઓનું વર્ચસ્વ જોવા મળતું હતું.
ઇસ્લામ પહેલા મક્કામાં કોનું હતું રાજ ?
ઇસ્લામ પહેલા આરબમાં વિવિધ જાતિઓ અને સમુદાયો રહેતા હતા. તેમની સંસ્કૃતિ અને સામાજિક પ્રણાલીઓ અલગ અલગ હતી. મક્કા પર સૌપ્રથમ કાબાની આસપાસ અનેક આદિવાસી જાતિઓએ કબજો જમાવ્યો હતો. તે પહેલાં આરબ જાતિઓ અને અન્ય સમુદાયો મક્કામાં રહેતા હતા.
મક્કા શહેર હિજાઝ પ્રદેશમાં આવેલું હતું, જે આજે દક્ષિણ-પશ્ચિમ સાઉદી અરેબિયામાં છે. મુહમ્મદના જન્મ પહેલાની સદીમાં શહેર એક સમૃદ્ધ નાણાકીય કેન્દ્ર બની ગયું હતું કારણ કે તે સમગ્ર આરબમાં વિવિધ વેપાર માર્ગોના ક્રોસરોડ્સ પર સ્થિત હતું. મુહમ્મદના સમયે, મક્કા પશ્ચિમ અરેબિયાનું મુખ્ય વેપાર અને ધાર્મિક કેન્દ્ર હતું.
જો કે, મક્કાનું મહત્વ તેની આર્થિક સમૃદ્ધિથી આગળ વધ્યું છે. ઘણી સદીઓથી મક્કા ધાર્મિક યાત્રાનું સ્થળ છે, જ્યાં સમગ્ર અરેબિયામાંથી આદિવાસીઓ કાબામાં વિવિધ દેવતાઓની પૂજા કરવા આવતા હતા.
મુસ્લિમોના કબજામાં ક્યારે આવ્યું મક્કા ?
ઈસ્લામનું સ્થાનિક અસ્તિત્વ અને વ્યાપક પ્રસાર 7મી સદી પછી શરૂ થયો હતો. ઇસ્લામ ધર્મના પ્રચાર પછી વર્ષ 630માં મક્કા મુસ્લિમોના કબજામાં આવ્યું હતં. આ સમયગાળા દરમિયાન મદીનાથી ઇસ્લામનો પ્રચાર શરૂ થયો અને અલગ અલગ વિસ્તારો મુસ્લિમોનાં નિયંત્રણમાં આવવા લાગ્યા.
ઇસ્લામના છેલ્લા પયગંબર મહમદના નિધન સુધીમાં અરેબિયાનો લગભગ આખો વિસ્તાર મુસ્લિમોનાં નિયંત્રણમાં આવી ગયો હતો. અનું પણ મનાય છે કે આ સમયગાળા દરમિયાન અરેબિયાનું બેદૂઇન જૂથ ઇસ્લામમાં આવી ગયું હતું અને ઇસ્લામ ધર્મનો પ્રચાર-પ્રસાર શરૂ કર્યો હતો.
ધીરે ધીરે ઇસ્લામ સ્પેન સહિત દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ ગયો અને ઇસ્લામી સામ્રાજ્યની રાજધાની અરેબિયામાંથી હટાવીને પહેલા દમાસ્કસ અને પછી બગદાદ બની ગઈ. તે સમયે અરેબિયા હેજાઝ અને નજદ નામના બે ભાગોમાં વહેંચાયેલું હતું. પશ્ચિમી કિનારાનો વિસ્તાર હેજાઝ તરીકે ઓળખાતો હતો. જેમાં મક્કા, મદીના અને જેદ્દાહ જેવાં શહેરોનો સમાવેશ થાય છે.
રણ અને પર્વતીય વિસ્તાર નજદના નામે ઓળખાતો હતો. આ વિસ્તારમાં બેદૂઇન જનજાતિના લોકો રહેતા હતા. આ વિસ્તારમાં રિયાધ જેવાં શહેરો આવેલા છે. આ વિસ્તાર પર લગભગ ક્યારેય વિદેશી પ્રજાએ શાસન કર્યું નથી. આ લોકો હંમેશાં પોતાને આઝાદ માનતા આવ્યા છે.
નોંધ : આ લેખ ફ્કત જાણકારી માટે છે, અમારો ઈરાદો કોઈ સમાજની લાગણી દુભાવવાનો નથી. અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ તથ્યો, લોકવાયકા અને માન્યતાઓ પર આધારિત છે.
આ પણ વાંચો વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમને મળેલા 125 કરોડ રૂપિયા પર કેટલો લાગશે ટેક્સ અને કોને મળશે કેટલી રકમ ?