વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમને મળેલા 125 કરોડ રૂપિયા પર કેટલો લાગશે ટેક્સ અને કોને મળશે કેટલી રકમ ?
BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયા ઈનામની જાહેરાત કરી છે. આ ઉપરાંત ICCએ પણ ભારતીય ટીમને લગભગ 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે. હવે આ રકમ ટીમના ખેલાડીઓ ઉપરાંત સ્ટાફમાં વહેંચવામાં આવી છે. પરંતુ, ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો હશે કે શું આ ઈનામની રકમ પર ટેક્સ લાગશે ?

ભારતીય ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીત બાદ BCCIએ ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. આ ઈનામી રકમ આખી ટીમને આપવામાં આવી છે, જેમાં ટીમના ખેલાડીઓ, સ્પોર્ટ્સ સ્ટાફ અને રિઝર્વ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ લેખમાં જાણીએ કે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ ભારતીય ખેલાડીઓમાં કેવી રીતે વહેંચવામાં આવશે અને તેમાંથી કેટલી રકમ ટેક્સ તરીકે કાપવામાં આવશે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile !== 'undefined') ? is_mobile() : false; ...
