જાણો ઉચ્ચ અભ્યાસ માટે દર વર્ષે ભારતમાં 170 દેશમાંથી કેટલા વિદ્યાર્થીઓ આવે છે? આ દેશ છે પ્રથમ નંબરે

સૌથી વધારે 74.8 ટકા વિદેશી વિદ્યાર્થી ભારતમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરનારાની ટકાવારી 15.8 છે. અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં પુરૂષ વિદેશી વિદ્યાર્થીની સંખ્યા 23,204 છે. જ્યારે આ કોર્સમાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 11,882 છે.

જાણો ઉચ્ચ અભ્યાસ માટે દર વર્ષે ભારતમાં 170 દેશમાંથી કેટલા વિદ્યાર્થીઓ આવે છે? આ દેશ છે પ્રથમ નંબરે
Follow Us:
| Updated on: Mar 18, 2024 | 1:54 PM

અમદાવાદની ગુજરાત યૂનિવર્સિટીમાં શનિવારે રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો. પોલીસ મુજબ યૂનિવર્સિટી હોસ્ટલમાં નમાઝ પઢવાને લઈ વિવાદ અને પથ્થરમારો થયો. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તે સિવાય ડઝનેક અજાણ્યા લોકો સામે FIR દાખલ થઈ છે. તેની વચ્ચે જાણો કે ભારતમાં કેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.

ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન (AISHE)ના વર્ષ 2021-22ના રિપોર્ટ મુજબ ભારતમાં દુનિયાના 170 દેશમાંથી કુલ 46,878 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ દેશમાં ભારતના પાડોશી દેશ જેમ કે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, અમેરિકા અને સંયુક્ત અરબ અમીરાતના વિદ્યાર્થીઓ સામેલ છે.

અમેરિકા અને યુએઈથી ઉચ્ચ અભ્યાસ માટે આવે છે ભારત

સૌથી વધારે 13,126 વિદેશી વિદ્યાર્થી નેપાળથી આવ્યા છે. આ કુલ વિદેશી વિદ્યાર્થીઓના 28 ટકા છે. નેપાળ બાદ બીજા નંબર પર અફઘાનિસ્તાન આવે છે, જ્યાંથી 6.7 ટકા વિદ્યાર્થી ભારત અભ્યાસ કરવા આવે છે. તેની સંખ્યા 3,151 છે.

ઉનાળામાં 1 મિનિટથી ઓછા સમયમાં બનાવો લીંબુ શરબત, જાણી લો સરળ રીત
સો બ્યુટીફુલ.. દીપિકા પદુકોણે ફ્લોન્ટ કર્યો ક્યૂટ બેબી બમ્પ, જુઓ તસવીરો
જલદી વજન ઘટાડવા ઘઉંને બદલે ખાવ આ 5 અનાજમાંથી બનેલી રોટલી
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
અચાનક આગ લાગવાની ઘટના બને તો શું કરશો? જાણો આગથી બચવાની ટિપ્સ
અંબાણીથી લઈને ગોદરેજ સુધી દેશના અમીર લોકો પીવે છે આ બ્રાન્ડનું દૂધ

AISHE 2021-22ના રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ, ભૂતાન જેવા પાડોશી દેશ સિવાય અમેરિકા અને સંયુક્ત અરબ અમીરાતથી ઉચ્ચ અભ્યાસ માટે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી આવે છે. તેમની સંખ્યા નીચે મુજબ છે

 1. અમેરિકા- 2893
 2. બાંગ્લાદેશ- 2606
 3. સંયુક્ત અરબ અમીરાત- 2287
 4. ભૂતાન- 1562
 5. નાઈઝીરીયા- 1387
 6. તાન્ઝાનિયા- 1264
 7. ઝિમ્બાબ્બે- 1058
 8. સુદાન- 982

ભારતના કયા પ્રોગ્રામ વિદેશી વિદ્યાર્થીઓમાં છે પોપ્યુલર?

બી.ટેક, બી.એસસી, એમ.એ સહિત 13 એવા પ્રોગ્રામ છે, જેમાં 1000થી વધારે વિદેશી વિદ્યાર્થીઓનું નામ દાખલ છે. બેચલર ઓફ ટેક્નોલોજી પ્રોગ્રામમાં સૌથી વધારે સંખ્યામાં વિદ્યાર્થી નામાંકિત છે. ત્યારબાદ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ સાયન્સ આવે છે.

સૌથી વધારે 74.8 ટકા વિદેશી વિદ્યાર્થી ભારતમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરનારાની ટકાવારી 15.8 છે. અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં પુરૂષ વિદેશી વિદ્યાર્થીની સંખ્યા 23,204 છે. જ્યારે આ કોર્સમાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 11,882 છે. એમ.ફિલમાં પુરૂષો કરતા મહિલાઓ વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારે છે. એમ.ફિલમાં 5 પુરૂષ અને 15 મહિલા વિદેશી વિદ્યાર્થીઓનું નામ દાખલ છે. પીએચડી, બી.કોમ, પત્રકારત્ત્વ સહિત અન્ય પ્રોગ્રામોમાં કેટલા છે વિદ્યાર્થી, જાણો.

 1. પીએચડી- 2012
 2. બી.ફાર્મ- 1954
 3. ડિપ્લોમા કોર્સ- 1210
 4. એલ.એલ.બી- 510
 5. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા- 87
 6. બેચલર ઓફ જર્નાલિઝ્મ એન્ડ માસ કોમ્યુનિકેશન- 114

વિદેશી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે ભારત

ભારત ધીમે-ધીમે વિદેશી વિદ્યાર્થીઓ, ખાસ કરીને દક્ષિણ એશિયાના વિદ્યાર્થીઓ માટે એક પસંદગીના વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. AISHEની વર્ષ 2011-12 રિપોર્ટના ડેટાની તુલનામાં ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. 2011-12માં ભારતમાં માત્ર 5,625 વિદેશી વિદ્યાર્થી હતા. વિદ્યાર્થીની સંખ્યા સિવાય તે જે દેશમાંથી આવી રહ્યા છે, તેમની સંખ્યા પણ વધી છે. 2011-12માં દુનિયાના 153 દેશમાંથી વિદ્યાર્થીઓ ભારત આવ્યા હતા, જે આજે વધીને 170 દેશ થઈ ગયા છે. તે સમયે પણ સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ નેપાળથી આવ્યા હતા. જો કે પહેલા અમેરિકા અને યુએઈથી ઉચ્ચ અભ્યાસ માટે ઘણા ઓછા લોકો ભારત આવતા હતા.

Latest News Updates

રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી બનાસકાંઠા પોલીસના હાથે ઝડપાયો
રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી બનાસકાંઠા પોલીસના હાથે ઝડપાયો
અગ્નિકાંડમાં હોમયો આરોપી ! ગેમ ઝોનમાં 60% ના ભાગીદારને લઈ મોટા ખુલાસા
અગ્નિકાંડમાં હોમયો આરોપી ! ગેમ ઝોનમાં 60% ના ભાગીદારને લઈ મોટા ખુલાસા
રાજકોટ અગ્નિકાંડનો પડઘો, શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી
રાજકોટ અગ્નિકાંડનો પડઘો, શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી
અમદાવાદના 15 ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનુ તપાસમાં ખૂલ્યુ
અમદાવાદના 15 ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનુ તપાસમાં ખૂલ્યુ
હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું, જુઓ
હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું, જુઓ
મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કોંગ્રેસે CID તપાસની માંગ કરી
મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કોંગ્રેસે CID તપાસની માંગ કરી
અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ
અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ
ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ?
ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ?
સુઇગામ ખાતે ત્રણ દિવસનો BSF બૂટ કેમ્પ યોજાયો, યુવાનો માટે અનોખો અનુભવ
સુઇગામ ખાતે ત્રણ દિવસનો BSF બૂટ કેમ્પ યોજાયો, યુવાનો માટે અનોખો અનુભવ
FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ પણ કરો દાખલ- શક્તિસિંહ ગોહિલ
FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ પણ કરો દાખલ- શક્તિસિંહ ગોહિલ
g clip-path="url(#clip0_868_265)">