Republic of Molossia : ભારતમાં જો કોઈ વિદેશી ફરવા આવે તો તેને અલગ-અલગ રીતે નિયમોનું પાલન કરવું પડે છે. હમણાં જ ઈન્ડિયા એ કેનેડાથી આવનારા નાગરિકોના વિઝા બેન કરી દીધા છે. એટલે કે કોઈ કેનેડાના વ્યક્તિ ભારત આવવા માગે છે તો તેને મંજુરી નહીં મળે. બીજા દેશના લોકો ભારત આવવા માગે છે તો તે આવી શકે છે.
આ પણ વાંચો : GK Quiz : ભારતમાં ATMની શરૂઆત ક્યારે થઈ હતી ? જાણો કઈ બેંકે શરૂ કર્યું હતું
પણ તેને અહીંના રાષ્ટ્રપતિની મંજુરી મેળવી પડશે, તે જરૂરી નથી. તમને આજે એક દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે ત્યાં ફરવા આવતા પ્રવાસીઓને તે દેશના રાષ્ટ્રપતિ ફેરવે છે. તેનું સ્વાગત કરે છે. આ દેશ અમેરિકામાં આવેલો છે.
કેવિન બૉગ એક સ્વ-ઘોષિત રાષ્ટ્ર રિપબ્લિક ઓફ મોલોસિયાનો દાવો કરે છે. તે અમેરિકામાં નેવાદા પાસે આવેલું છે. 30 માણસો અને 4 કૂતરા સહિત કુલ 34 પ્રજાતિઓ આ નાના રાષ્ટ્રની સરહદોમાં રહે છે અને તેનું પોતાનું ચલણ પણ છે, વલોરા. 2.28 એકર જમીનમાં ફેલાયેલી બેંક ઓફ મોલોસિયા સમગ્ર સિસ્ટમ ચલાવવા માટે ગુંદરવાળા સિક્કા અને પ્રિન્ટેડ નોટોનો ઉપયોગ કરે છે. આ સ્વ-ઘોષિત દેશમાં કૂતરાઓને પણ નાગરિકતા મળે છે.
સરમુખત્યાર કેવિન બોગ, જેઓના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો રહે છે. તેઓ હંમેશા લશ્કરી પોશાકમાં જોવા મળે છે. તે પોતાની જાતને સ્વતંત્ર દેશનો શાસક માને છે અને સરહદ પર આવતા પ્રવાસીઓને આવકારે છે.
રિપબ્લિક ઓફ મોલોસિયાએ પણ 1990ના દાયકામાં પૂર્વ જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી હતી. 2006માં રિપબ્લિક ઓફ મોલોસિયા અન્ય માઇક્રોનેશન, મુસ્ટાચેસ્ટન સાથે યુદ્ધમાં હતું, જેમાં કેવિન બૉગે જીત મેળવી હતી અને સજા તરીકે મુસ્ટાચેસ્ટનના શાસકે દંડ ચૂકવવો પડ્યો હતો. 2010માં આ નાના ‘દેશ’ ને અન્ય માઇક્રોનેશન સાથે યુદ્ધ થયું હતું. રિપબ્લિક ઓફ મોલોસિયાએ તેનું રાષ્ટ્રગીત બે વાર બદલ્યું છે. તેનો ધ્વજ વાદળી, સફેદ અને લીલા રંગની ત્રિરંગા ડિઝાઇનમાં છે.