75 Years of Independence: 2001માં દેશને મળ્યું હતુ પહેલું સ્વદેશી સુપર સોનિક ફાઈટર એરક્રાફ્ટ તેજસ, જાણો તેની ખાસિયત
2001ના વર્ષમાં દેશને પ્રથમ સ્વદેશી સુપર સોનિક ફાઈટર વિમાન તેજસ (Tejas) મળ્યુ હતુ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપનીએ તેનું નિર્માણ કર્યુ હતુ. આ વિમાનમાં ઉચ્ચ સ્તરીય સુવિધાઓ અને ખાસિયતો છે.
ભારત આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ (75 Years of Independence) ઉજવી રહ્યું છે. દેશની આઝાદીને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ 75 વર્ષમાં દેશે અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને નવી નવી ઉપલ્બધિ મેળવી છે. એક ગુલામ દેશમાંથી ભારત હવે દુનિયાની મહાસત્તા બનવા તરફ ડગલા ભરી રહ્યું છે. હાલના સમયમાં રક્ષાના ક્ષેત્રમાં ભારતની સ્થિતિ મજબૂત છે. 20મી સદીની શરુઆતથી દેશને સશક્ત બનવવાની શરુઆત થઈ ગઈ હતી. 2001ના વર્ષમાં દેશને પ્રથમ સ્વદેશી સુપર સોનિક ફાઈટર વિમાન તેજસ (Tejas) મળ્યુ હતુ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપનીએ તેનું નિર્માણ કર્યુ હતુ. આ વિમાનમાં ઉચ્ચ સ્તરીય સુવિધાઓ અને ખાસિયતો છે.
અટલ બિહારી વાજપેયીએ કર્યુ હતુ નામકરણ
આ વિમાનની માંગ એશિયાના દેશોમાં ભારે છે. તેનું નામ અટલ બિહારી વાજપેયીએ 2003માં આપ્યુ હતુ. તેજસ એલસીએ 4.5 જનરેશનનું ફાઈટર વિમાન છે. તે પોતાની શ્રેણીનું સૌથી હલ્કુ અને નાનુ વિમાન છે.
દુનિયાના ખતરનાક વિમાનમાંથી એક છે તેજસ
તેજસ દુનિયાના ખતરનાક યુદ્ધના વિમાનોમાંથી એક છે. આ વિમાનની ખાસિયત તેની ક્ષમતા અને ઝડપ છે. આ વિમાને વાયુસેનાના રિટાયર મિગ-21 વિમાનની જગ્યા લીધી હતી. તેમે હ્યુમન મશીન ઈન્ટરફેસ કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવ્યુ છે. તેમાં ડેલ્ટા બેન્ક આર્કિટેક્ચર છે. તે હવામાંથી જમીન પર મારવાની ક્ષમતા ધરાવે છે. તેજસ જેવા બીજા વિમાનો બનાવાની શરુઆત 2007માં થઈ હતી. તેને ભારતીય નૌસેના માટે પણ બનાવવામાં આવે છે.
તેજસ વિમાનની ખાસિયત
એલસીએ તેજસ સ્વદેશી 4.5 જનરેશનું યુદ્ધ વિમાન છે. આ એયરક્રાફટ એક જ ક્ષણમાં આકાશમાં ઊંચાઈઓ પર જઈ શકે છે. તે સિંગલ સીટર પાઈલટ વિમાન છે. તેજસ 2376 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે. તે 45.4 ફીટ લાંબુ અને 14.9 ફીટ ઊંચુ છે. તેનું વજન 13500 કિલો ગ્રામ છે. તે 50 હજાર ફીટ સુધીની ઊંચાઈ પર ઉડી શકે છે. તે 460 મીટરના રનવે પરથી ટેકઓફ કરી શકે છે. તે સુપર સોનિક યુદ્ધ જહાજ છે, જેમાં ખતરનાક બ્રહ્મોસ મિસાઈલ હોય છે. તે ભારતની રક્ષામાં અને દુશમનનો ખાતમો કરવા માટે સક્ષમ છે. જ્યા સુધી દેશ પાસે તેજસ છે, ત્યા સુધી દેશની સરહદો સુરક્ષિત છે. આવનારા સમયમાં તેજસ વિમાન જેવા અનેક ખતરનાક વિમાનો બની શકે છે.