World Population Day 2021: જાણો ક્યારે અને કેમ મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ ? 2027 સુધીમાં ચીનને પછાડશે ભારત
દુનિયાભરમાં 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ (World Population Day ) ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ પોપ્યુલેશન ડે (World Population Day) અને વધતી વસ્તીને કઈ રીતે રોકી શકાય છે.
World Population Day 2021: 11મી જુલાઈના દિવસને વિશ્વ વસ્તી (Population)દિવસ તરીકે મનાવવામાં આવે છે. હાલના સમયમાં વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા છે અને વિશ્વ વસ્તી દિવસ (World Population Day ) પર સમગ્ર દુનિયામાં વસ્તી નિયંત્રણ (Population Control)માં કરવા માટે લોકોને અવનવા નિયમો સમજાવવામાં આવે છે. આ સિવાય પરિવાર નિયોજનના મુદ્દા પર લોકો સાથે વાતચીત પણ કરવામાં આવે છે.
સતત બેકાબુ થઈ રહેલી વસ્તી પણ દેશ માટે મુશ્કેલીનું મુખ્ય કારણ બની શકે છે. નિરક્ષરતા,બેરોજગારી (Unemployment),ભુખમરો, ગરીબી અનિયંત્રિત વસ્તી (Population)નું પરિણામ છે. વધી રહેલી વસ્તી (Population)ને રોકવા માટે પરિવાર નિયોજન જેવા ઉપાયો છે પરંતુ લોકોમાં જાગૃતિના અભાવને કારણે આ સમસ્યામાંથી છુટકારો મળી રહ્યો નથી.
વસ્તી(Population)માં વધારો થઈ રહ્યો છે. સતત વધી રહેલી વસ્તીને રોકવા માટે દુનિયાભરમાં 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ (World Population Day ) ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ પોપ્યુલેશન ડે (World Population Day) અને વધતી વસ્તીને કઈ રીતે રોકી શકાય છે.
સંયુક્ત રાષ્ટ્રએ 11 જુલાઈ 1989ના રોજ એક સભામાં ‘ World Population Day’ મનાવવાનો નિર્ણય લીધો હતો. 11 જુલાઈ 1987 સુધીમાં વિશ્વની વસ્તીનો આંકડો 5 અબજને પાર થયો હતો. ત્યારે દુનિયાભરના લોકોને વધી રહેલી વસ્તી પ્રત્યે જાગ્રૃત કરવા માટે વૈશ્વિક સ્તરે ‘ World Population Day’ ની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 2011ની છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી 6.03 કરોડ નોંધવામાં આવી હતી.
કઈ રીતે મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ
વિશ્વ વસ્તી દિવસ (World Population Day ) પર સમગ્ર દુનિયામાં વસ્તી નિંયત્રણમાં કરવા માટે લોકોને અવનવા નિયમોથી પરિચિત કર્યા છે. આજના દિવસે અલગ-અલગ સ્થાનો પર વસ્તી નિયંત્રણ કાર્યક્રમો દ્વારા લોકોને જાગ્રૃત કરવાની કોશિષ કરવામાં આવે છે. લિંગ સમાનતા, માતા અને બાળકનું સ્વાસ્થ્ય, લિંગ શિક્ષણ (Education), ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ સેક્સ જેવા ગંભીર વિષયો પર લોકો સાથે ચર્ચા કરવામાં આવે છે.
વિશ્વ વસ્તી દિવસ (World Population Day )પર જાગ્રૃતા ફેલાવવા માટે અનેક પ્રોગામ તેમજ રોડ શો, શેરી નાટક, સામાજીક કાર્યક્રમ (Social program)પણ સામેલ કરવામાં આવે છે. વસ્તી (Population)ને રોકવા માટે અને લોકોને આ અંગે જાગૃત કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પ્રયાસો કરવામાં આવે છે. કેટલાક સ્થળો પર સંમેલનનું આયોજન કરવામાં આવે છે તો કેટલાક સ્થળો પર આ વિશે ચર્ચા કરવામાં આવે છે, હાલમાં કોરોના કાળમાં આ સંમેલન પર પ્રતિબંધ મુકાયો છે. વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી ખુબ જરૂરી છે.
વર્લ્ડ પોપ્યુલેશન (World Population)ના આર્થિક અને સામાજીક વિભાગ પોપ્યુલેશન ડિવિઝીને ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ (The World Population Prospects)2019 હાઈલાઈટ્સના 26માં અંકમાં વસ્તીના આંકડાઓમાં ભારત માટે ચિંતા વ્યક્ત કરી છે. આગામી 7 વર્ષ સુધીમાં ભારત (India ) ચીન (China)ને પછાડી દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે.