બાંગ્લાદેશની સ્કૂલોમાં ભારત વિશે શું ભણાવાય છે ? હકીકત આવી બહાર

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટાપાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ પ્રદર્શનોને કારણે દેશભરમાં વ્યાપક હિંસા થઈ જેમાં સેંકડો લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા છે. તો હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ પર થઈ રહેલા હુમલાઓના કારણે લઘુમતી સમુદાયોમાં ભયનું વાતાવરણ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, બાંગ્લાદેશના પુસ્તકોમાં ભારત વિશે શું ભણાવવામાં આવી રહ્યું છે.

બાંગ્લાદેશની સ્કૂલોમાં ભારત વિશે શું ભણાવાય છે ? હકીકત આવી બહાર
Bangladesh School Books
Follow Us:
| Updated on: Aug 12, 2024 | 6:32 PM

બાંગ્લાદેશ હાલમાં રાજકીય અને સામાજિક સંકટનો સામનો કરી રહ્યું છે. લાંબા સમયથી સત્તામાં રહેલા વડાપ્રધાન શેખ હસીનાને મોટાપાયે વિધાર્થી આંદોલનો અને હિંસક વિરોધ પ્રદર્શનો પછી રાજીનામું આપવું પડ્યું અને દેશ પણ છોડવો પડ્યો. આ રાજીનામા બાદ નોબેલ વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસને તાત્કાલિક સરકારના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટાપાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ પ્રદર્શનોને કારણે દેશભરમાં વ્યાપક હિંસા થઈ જેમાં સેંકડો લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા છે. આ સમયગાળા દરમિયાન હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયો પર હુમલાઓ પણ થયા છે, જેના કારણે લઘુમતી સમુદાયોમાં ભયનું વાતાવરણ છે.

ડો. યુનુસને આ વચગાળાની સરકાર દ્વારા દેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની અને કાયદાકીય સુધારાઓ લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ તે ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે દેશમાં પોલીસ, ન્યાયપાલિકા અને બ્યુરોક્રસીમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને કાર્યક્ષમતાનો અભાવ દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત સેનાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ત્યારે આગામી સમયમાં બાંગ્લાદેશમાં વધુ રાજકીય વિક્ષેપો અને સંકટોની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

વચગાળાની સરકારની રચના છતાં બાંગ્લાદેશમાં તણાવ અને અશાંતિ યથાવત છે. રાજકીય વિશ્લેષકો માને છે કે વચગાળાની સરકારને બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે નોંધપાત્ર સમય અને પ્રયત્નોની જરૂર પડશે. તો સૈન્ય અને રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર અવિશ્વાસ પણ ચાલુ છે, જે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે.

બાંગ્લાદેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં રાજકીય અસ્થિરતા, સામાજિક અશાંતિ અને લઘુમતીઓ પર હુમલા મુખ્ય મુદ્દાઓ છે. ત્યારે આ બધાની વચ્ચે આપણે એ જાણી લઈએ કે બાંગ્લાદેશના પુસ્તકોમાં ભારત વિશે શું ભણાવવામાં આવી રહ્યું છે.

બાંગ્લાદેશી પુસ્તકોમાં ભારત વિશે શું છે ઉલ્લેખ ?

બાંગ્લાદેશની સ્કૂલોમાં ભારત વિશે શું ભણાવવામાં આવી રહ્યું છે, તે માટે બાંગ્લાદેશના ધોરણ 9-10ના એક પુસ્તક બાંગ્લાદેશ એન્ડ ગ્લોબલ સ્ટડીઝ દ્વારા જાણીશું. પબ્લિક ડોમેઇન પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પુસ્તકમાં એક જગ્યાએ 1971ના યુદ્ધનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે,

“ભારતીય સેનાએ મૈત્રીભાવ તરીકે બાંગ્લાદેશ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. પાકિસ્તાની સેનાને હરાવવામાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી.”

આ પુસ્તકમાં આગળ લખ્યું છે કે,

“યુદ્ધ પછી મુજીબુર રહેમાને ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને સૈન્ય પાછું ખેંચવા વિનંતી કરી હતી. જેથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પ્રચાર કરવાની તક ન મળે. ભારતીય સેનાએ માર્ચ 1972માં બાંગ્લાદેશ છોડી દીધું હતું. વિદેશી સૈન્ય દ્વારા આ રીતે દેશને છોડી દેવાના આવા ઉદાહરણો ખૂબ જ ઓછા છે. આ ઘટનાએ વિશ્વમાં બાંગ્લાદેશની છબી વધુ મજબૂત કરી છે.”

અન્ય એક પુસ્તકમાં પણ 1971ના યુદ્ધમાં ભારતના યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 7મા ધોરણમાં ભણાવતા ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં લખ્યું છે કે,

“ભારતે બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે શસ્ત્રો આપ્યા. લગભગ 4 હજાર ભારતીય સૈનિકોએ બલિદાન આપ્યું. આ રીતે ભારતે બાંગ્લાદેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.”

બાંગ્લાદેશના પુસ્તકોમાં જ્યાં ભારત વિશે ઉલ્લેખ છે, ત્યાં મોટાભાગે બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામમાં ભારતના યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બંને દેશોના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને રાજકીય સંબંધો પર પણ ભાર મુકવામાં આવ્યો છે.

બાંગ્લાદેશીઓ ભારત વિશે શું વિચારે છે ?

વર્ષ 2014માં Pew રિસર્ચે એક પોલ કર્યો હતો. જેમાં એશિયાના વિવિધ દેશોના નાગરિકોને અન્ય દેશો વિશે તેમના વિચારો પૂછવામાં આવ્યા હતા. આ પોલમાં જ્યારે બાંગ્લાદેશના લોકોને ભારત વિશે તેમના અભિપ્રાય વિશે પૂછવામાં આવ્યું તો 70 ટકા લોકોએ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. આ પોલ 10 વર્ષ જૂનો છે. સંભવ છે કે ત્યારથી આંકડામાં થોડો ફેરફાર થયો હોય. પરંતુ તેમ છતાં આ પોલ પરથી એવું લાગતું નથી કે બાંગ્લાદેશના મોટાભાગના લોકો અચાનક ભારત વિરોધી બની ગયા છે. જો કે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર પરથી સવાલ થાય છે કે અચાનક લોકો ભારત વિરોધી કેવી રીતે બની ગયા ?

બાંગ્લાદેશીઓ અચાનક ભારત વિરોધી કેમ બની ગયા ?

આનો જવાબ પણ Pew રિસર્ચ પોલમાં જ મળે છે. આ જ પોલમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ કયા દેશને સૌથી મોટો ખતરો માને છે, તો બાંગ્લાદેશના 27 ટકા લોકોએ ભારતનું નામ લીધું. જે ટોપ પસંદગી હતી. મતલબ કે જોખમની બાબતમાં અન્ય દેશો ભારતથી પાછળ હતા. જો સરખામણી કરવામાં આવે તો લાગણીઓ બંને પ્રકારની છે. બાંગ્લાદેશના મોટા ભાગના લોકો ભારત પ્રત્યે પોઝિટિવ વલણ ધરાવે છે. જ્યારે એક વર્ગ એવો પણ છે, જે ભારતને ખતરો માને છે. શા માટે આ વિરોધાભાસ છે ? આ પ્રશ્નનો જવાબ જાણવા આપણે ઇતિહાસ જાણવો પડશે.

બાંગ્લાદેશમાં રહેલી ભારત વિરોધી ભાવનાઓને ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ વિચારસરણીના મૂળમાં પાકિસ્તાનનો વિચાર જોવા મળશે. બાંગ્લાદેશ ચોક્કસપણે 1971માં પાકિસ્તાનથી અલગ થઈ ગયું હતું. બાંગ્લાદેશ અલગ તો થયું, પરંતુ બધાની વિચારસરણી એક સમાન હતી નહીં, એક વર્ગ ભારત વિરોધી વિચારસરણીવાળો પણ હતો.

ઉદાહરણ દ્વારા સમજીએ, તો બાંગ્લાદેશના ધોરણ 6માં ભણાવવામાં આવતી રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતાને વર્ષ 2017માં અભ્યાસક્રમમાં હટાવવામાં આવી હતી. ત્યાર બાદ આવી કુલ 16 કવિતાઓ અને વાર્તાઓ દૂર કરવામાં આવી હતી. આ કિસ્સામાં સરકારે તેને રૂટિન ફેરફાર ગણાવ્યો હતો.

જો કે, પબ્લિક ડોમેઇન પર ઉપલ્બ્ધ માહિતી અનુસાર, બાંગ્લાદેશી અખબારોના તત્કાલીન અહેવાલોએ આની પાછળ હેફાઝત-એ-ઈસ્લામી નામના કટ્ટરવાદી સંગઠનનો હાથ ગણાવ્યો હતો. તેમના દબાણ સામે સરકારે ઝૂકવું પડ્યું. તમામ કવિતાઓ દૂર કરવા પાછળની મુખ્ય ફરિયાદ એ હતી કે તેઓ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ ઘટનાઓ દર્શાવે છે કે બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓનું એક પાસું ધર્મ સાથે પણ જોડાયેલું છે.

બાંગ્લાદેશના લોકો અત્યારે ભારત વિશે શું વિચારે છે ? તેની વાસ્તવિકતા જાણવા માટે કદાચ આપણે અન્ય Pew રિસર્ચ પોલની રાહ જોવી પડશે. પરંતુ એટલું ચોક્કસ છે કે જ્યાં સુધી પાકિસ્તાન વિચારસરણી બાંગ્લાદેશમાં રહેશે ત્યાં સુધી પાકિસ્તાનને સમર્થન આપતા અનેક અવાજો સતત ઉઠતા રહેશે.

આ પણ વાંચો વિશ્વના એ નેતાઓ, જેમને શેખ હસીનાની જેમ દેશ છોડીને ભાગવું પડ્યું

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
g clip-path="url(#clip0_868_265)">