ભારતે આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી હતી. 15 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ભારતીયોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. ભારત સહિત અને દેશોમાં ત્રિરંગો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. દેશના નદી પરના ડેમ, ઐતિહાસિક સમારકો, ઈમારાતો અને અવકાશમાં સ્પેશ સ્ટેશન પણ ત્રિરંગાના રંગે રંગાયુ હતુ. લોકો અનોખી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હાલમાં સોશિયલ મીડિયામાં બાબા કા બુલડોઝરનો ( Baba Ka Bulldozer) વીડિયો ભારે વાયરલ (Viral Video) થયો છે. આ બુલડોઝરના રસ્તાઓ પર ચાલ્યુ હતુ.
આ વાયરલ વીડિયો અમેરિકાના ન્ચૂજર્સીનો છે. આ વીડિયોમાં અમેરિકાના રસ્તાઓ પર એક બૂલડોઝર દેખાય રહ્યુ છે. તેના પર મુખ્યમંત્રી યોગી અને વડાપ્રધાન મોદીનો ફોટો પણ જોવા મળી રહ્યો છે.ભારતીય સમુદાયે અમેરિકાના ન્યૂજર્સીમાં તિરંગા યાત્રા પણ કાઢી હતી. આમાં ‘બાબાનું બુલડોઝર’ પણ બહાર કાઢવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીની સરકારમાં ગુનેગારોની સંપત્તિ પર ચાલતું બુલડોઝર અમેરિકામાં પણ લોકપ્રિય બન્યું છે. ત્યા પણ લોકો રસ્તાઓ પર બાબાનું બુલડોઝર ચલાવીને રેલી કાઢી રહ્યા છે. તિરંગા યાત્રા દરમિયાન લોકોએ બુલડોઝર ચલાવીને આઝાદીની ઉજવણી કરી હતી.
ન્યુ જર્સીના રસ્તાઓ પર લોકોએ બાબાના બુલડોઝર સાથે મોટી રેલી કાઢી હતી. જેમાં ત્યાં રહેતા ભારતીય સમુદાયે પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તેનો વીડિયો અને ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ દરમિયાન ન્યૂ જર્સીની સડકો પર સીએમ યોગી ઝિંદાબાદ અને બુલડોઝર બાબા ઝિંદાબાદના નારા સંભળાયા હતા.ન્યુ જર્સીના એડિશન ટાઉનશીપમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. સ્વતંત્રતા દિવસે આ બધાએ મળીને ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.
blockquote class=”twitter-tweet”>
અમેરિકાના રસ્તાઓ પર નીકળ્યુ “બાબાનું બુલડોઝર ” !#America #NewJersey #babakabuldozar pic.twitter.com/7HuC7x7Agc
— Tv9 Gujarati (@tv9gujarati) August 17, 2022
Independence day celebration in America with Baba Ji ka Bulldozer@myogiadityanath
Happy 76th Independence day🇮🇳❤️ pic.twitter.com/9L82WTkseO— Uday Shankar🇮🇳🚩 (@udaysah01) August 15, 2022
આ વાયરલ વીડિયો અમેરિકાના ભારતીય સમાજના લોકો એ શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરી રહ્યા છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કદાચ અમેરિકાના રસ્તાઓ પર ભારતીયોએ આવી અનોખી ઉજવણી પહેલીવાર થઈ હશે.