Turkey Name Changed : ઓળી ઝોળી પીપળ પાન Turkey  દેશે રાખ્યું પોતાનું નવું નામ !

|

Jun 03, 2022 | 9:16 AM

ટર્કી (Turkey ) દેશે તેનું નામ બદલીને તુર્કીયે કરી દીધું છે. નામ બદલવાની આ વિનંતીને સરકારે સ્વીકારી હતી. નામ બદલવાની આ કવાયતને દેશની છબી બદલવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહી છે.

Turkey Name Changed : ઓળી ઝોળી પીપળ પાન Turkey  દેશે રાખ્યું પોતાનું નવું નામ !
Turkey has a new name, Turkiye renamed

Follow us on

Turkey Turkiye Name Change : Turkey ટર્કીના (Turkey ) વિદેશ મંત્રી મેવલુત કાવુસોગ્લુએ સંયુક્ત રાષ્ટ્રને (United Nations )પત્ર લખીને મોકલી આપ્યો હતો. જેમાં ઔપચારિક રીતે વિનંતી કરવામાં આવી હતી કે તેમણે તેમના દેશનું નવું નામકરણ કરીને  તુર્કીયે (Turkiye)રાખ્યું છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સરકાર સંચાલિત સમાચાર એજન્સીએ ગુરુવારે આ માહિતી આપી. આ નામ બદલવાની આ ઘટનાને  દેશની છબી બદલવાની સાથે  અને ટર્કી સાથે જોડાયેલી  નકારાત્મકતાને  દૂર કરવા માટે અમલમાં મૂકવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અનાદોલું એજન્સીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટારેસના પ્રવક્તા સ્ટીવન દુજારિકે જણાવ્યું હતું કે ટર્કીના નામનું પરિવર્તન એજ ક્ષણે લાગુ પડી ગયું હતું જ્યારે પત્ર પ્રાપ્ત થયો હતો. રાષ્ટ્રપતિ રજબ તૈયાબ અર્દોઆનની સરકાર આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત ટર્કી નામ બદલીને તુર્કિયે(તૂર-કી-યેય) કરવા માટે દબાણ ઉભું કરી રહી છે. કારણ કે સ્વતંત્રતાની ઘોષણા બાદ 1923માં દેશે પોતાની જાતને તુર્કિયે કહ્યું હતું.

એર્દોઆનનો તુર્કિયે અંગે આદેશ

ડિસેમ્બરમાં એર્દોઆનની તુર્કી સંસ્કૃતિ અને મૂલ્યોનું સારું પર્તિનિધિત્વ કરવા માટે તુર્કિયેના ઉપયોગનો આદેશ આપ્યો હતો. જેમાં નિકાસ ઉત્પાદનો ઉપર મેડ ઇન ટર્કી ને બદલે મેડ ઇન તુર્કિયે લખવાની માંગણી કરી હતી. ટર્કીના મંત્રાલયે સત્તાવાર દસ્તાવેજમાં તુર્કિયે શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષની શરૂઆતમાં સરકારે નામ બદલવા અંગેનો પ્રચાર વીડિયો પણ શેર કર્યો હતો.
આ વીડિયોમાં વિશ્વભરમાં પર્યટકો પ્રસિદ્ધ સ્થળો પર Hello Turkiye કહેતા જોવા મળી રહ્યા છે.

શરદ પૂર્ણિમાની રાત્રે કેમ ચાંદની રોશનીમાં મૂકવામાં આવે છે દૂધ પૌંઆ ?
7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ
'ધૂમ 4'ની તૈયારી કરી રહ્યો છે રણબીર કપૂર, નવો લુક સામે આવ્યો

અગાઉ પણ ઘણા દેશો બદલી ચૂક્યા છે પોતાના નામ

કોઈ દેશ પોતાનું નામ બદલે તે મોટી વાત નથી. અગાઉ પણ ઘણા દેશોએ આ કામ કર્યું છે. વર્ષ 2020માં નેધરલેન્ડે પોતાના નામમાંથી હોલેન્ડ શબ્દને દૂર કર્યો હતો. તે પહેલા મેસિડોનિયાએ પોતાનું નામ બદલીને ઉ્તરી મેસિડોનિયા કરી લીધું હતું. તો સ્વાઝીલેન્ડોે 2018માં પોતાનું નામ બદલીને એસ્વાતિની કરી દીધું હતું. એવીજ રીતે ક્યારેક ઇરાનને પર્શિયા કહેવામાં ઓળખાતું હતું. તો સિયામ આજે થાઇલેન્ડ તરીકે ઓળખાય છે અને આજે ઝિમ્બાવે તરીકે ઓળખાતો દેશ રોડેશિયા તરીકે પહેલા જાણીતો હતો.

 

Next Article