રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે PM મોદી જશે યુક્રેન, ઝેલેન્સકીએ આપ્યું આમંત્રણ

|

Aug 19, 2024 | 7:59 PM

પીએમ મોદીની રશિયાની મુલાકાતના લગભગ બે મહિના બાદ યુક્રેનની મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદી પોલેન્ડ પણ જશે. પીએમ મોદી 21 અને 23 ઓગસ્ટ વચ્ચે બંને દેશોની મુલાકાત લઈ શકે એવી શક્યતા છે. હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે PM મોદી જશે યુક્રેન, ઝેલેન્સકીએ આપ્યું આમંત્રણ
PM Modi & Zelensky

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી ટૂંક સમયમાં યુક્રેનની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદીની રશિયાની મુલાકાતના લગભગ બે મહિના બાદ યુક્રેનની મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદી પોલેન્ડ પણ જશે. પીએમ મોદી 21 અને 23 ઓગસ્ટ વચ્ચે બંને દેશોની મુલાકાત લઈ શકે એવી શક્યતા છે.

વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે યુક્રેન સિવાય પીએમ મોદી પોલેન્ડની પણ મુલાકાત લેશે. તમને જણાવી દઈએ કે પોલેન્ડ નાટોનું સક્રિય સભ્ય છે. જો કે પીએમ મોદીની યુક્રેનની મુલાકાત માટે હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. રશિયા સાથેના સંઘર્ષ બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે.

વર્ષ 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ પશ્ચિમી દેશોએ મોસ્કો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. પરંતુ ભારતે તેની સાથે વેપાર ચાલુ રાખ્યો છે. યુદ્ધની શરૂઆતથી ભારતે ક્યારેય રશિયા અથવા યુક્રેનને સીધું સમર્થન આપ્યું નથી. ભારત હંમેશા બંને દેશોને વાતચીત અને કૂટનીતિ દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવવા વિનંતી કરતું આવ્યું છે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

યુક્રેને કરી હતી પીએમ મોદીની નિંદા

પીએમ મોદીએ આ પહેલા રશિયાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને રશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. પુતિન પોતે તેમને લેવા આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સ્કીએ પણ મોદીની રશિયા મુલાકાતની ટીકા કરી હતી. ભારત રશિયા સાથે પરમાણુ ઉર્જાથી લઈને દવા, અવકાશ અને સૈન્ય સુધીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે સંમત થયું હતું.

Next Article