દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાયાના સમાચાર વહેતા થતા પાકિસ્તાની ક્રિકેટરના મોબાઈલની રિંગ સતત રણકી, જાણો કેમ

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર બાદ જાવેદ મિયાંદાદે કહ્યુ હતું કે, દાઉદ સાથે જોડાયેલા કોઈ પણ પ્રકારના સમાચાર પર હું કંઈ જવાબ આપીશ નહીં. દાઉદને લઈને જે કંઈ કહેવાનું છે તે પાકિસ્તાન સરકાર કહેશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર એવો પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, જાવેદ મિયાંદાદને નજરકેદ કરવામાં આવ્યો છે.

દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાયાના સમાચાર વહેતા થતા પાકિસ્તાની ક્રિકેટરના મોબાઈલની રિંગ સતત રણકી, જાણો કેમ
Javed Miandad- Dawood Ibrahim
Follow Us:
| Updated on: Dec 19, 2023 | 8:20 PM

ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ આ દાવો કર્યો હતો. તેમણે કહ્યુ કે, દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું હતું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમાચાર બાદ પાકિસ્તાનના ક્રિકેટર જાવેદ મિયાદાદ મુંઝાયા છે. દુનિયાના દિગ્ગજ ક્રિકેટરો ફોન કરીને તેને એક સવાલ પૂછી રહ્યા છે.

દાઉદ ઈબ્રાહીમને ઝેર આપવામાં આવ્યું છે?

તમે વિચારતા હશો કે દાઉદ ઈબ્રાહીમને ઝેર આપવાના સમાચાર બાદ જાવેદ મિયાંદાદ કેમ મુંઝાયા છે. તમને જણાવી દઈએ કે જાવેદ મિયાંદાદ દાઉદ ઈબ્રાહીમના વેવાઈ છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની પુત્રીના લગ્ન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર સાથે થયા છે. તેથી દુનિયાભરના ક્રિકેટરો જાવેદ મિયાંદાદને ફોન કરીને પૂછી રહ્યા છે કે, દાઉદ ઈબ્રાહીમને ઝેર આપવામાં આવ્યું છે? દાઉદ ઈબ્રાહીમની તબિયત કેવી છે? તે જીવે છે નહીં? વગેરે પ્રશ્નો પૂછી રહ્યા છે.

જાવેદ મિયાંદાદને નજરકેદ કરવામાં આવ્યો

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર બાદ જાવેદ મિયાંદાદે કહ્યુ હતું કે, દાઉદ સાથે જોડાયેલા કોઈ પણ પ્રકારના સમાચાર પર હું કંઈ જવાબ આપીશ નહીં. દાઉદને લઈને જે કંઈ કહેવાનું છે તે પાકિસ્તાન સરકાર કહેશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર એવો પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, જાવેદ મિયાંદાદને નજરકેદ કરવામાં આવ્યો છે.

Video : જીમમાં કર્યો રોમાન્સ, યુઝર્સ થયા ગુસ્સે, આકાંક્ષાએ કહ્યું- હમ નહીં રુકેંગે...
વીજળીનું બિલ કેવી રીતે આવે છે, મીટર રીડિંગ પરથી આ રીતે ગણો તમારું બિલ
પીરિયડ્સ દરમિયાન મંદિર જવું જોઈએ કે નહીં? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો જવાબ
અમેરિકા જેવા ટ્રક ભારતમાં કેમ નથી જોવા મળતા ? આ છે કારણ
લગ્ન તૂટ્યા બાદ આ અભિનેત્રી બરબાદ થઈ ગઈ, ખાવાના પડ્યા ફાંફાં !
બુમરાહના મુંબઈ-અમદાવાદમાં કેટલા ઘર? કિંમત કેટલી?

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર દાઉદ ઈબ્રાહિમ 3 વાર મરી ચૂક્યો છે, જાણો ક્યારે-ક્યારે આવી અફવાઓ ઉડી હતી

દાઉદ કરાચીની એક હોસ્પિટલમાં ભરતી

પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ X પર એક પોસ્ટ કરી હતી તેમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં દાઉદ કરાચીની એક હોસ્પિટલમાં ભરતી છે અને તેની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યુ કે, જો કોઈ વ્યક્તિ આ સમાચારની પુષ્ટિ કરશે તો તેની મુશ્કેલી વધી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">