AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japan cyclone News: ટાયફૂન વાવાઝોડાને લઈ લેન્ડફોલ પહેલા પશ્ચિમ જાપાનમાં મોટા ભાગના વિસ્તારોમાં પાવર કટ, 800 ફ્લાઇટ્સ રદ સાથે તંત્ર સતર્ક

150 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત પવન સાથે ટોક્યોના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારની નજીક ટાયફૂન વાવાઝોડું આવતાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને પૂર અને ભૂસ્ખલનની આગાહી પણ કરવામાં આવી છે.

Japan cyclone News: ટાયફૂન વાવાઝોડાને લઈ લેન્ડફોલ પહેલા પશ્ચિમ જાપાનમાં મોટા ભાગના વિસ્તારોમાં પાવર કટ, 800 ફ્લાઇટ્સ રદ સાથે તંત્ર સતર્ક
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 11:09 PM
Share

મંગળવારે વહેલી સવારે પશ્ચિમ જાપાનમાં ધીમી ગતિએ આગળ વધી રહેલા ટાયફૂનને કારણે લગભગ 800 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાં પાવર કાપ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા વાવાઝોડાને કારણે પૂર અને ભૂસ્ખલનની પણ આગાહી કરવામાં આવી છે.

પેસિફિક મહાસાગરથી નજીક આવીને, ટાયફૂન લેન ટોક્યોના દક્ષિણ-પશ્ચિમમાં 400km (250 માઇલ) વાકાયામા પ્રીફેક્ચરના દક્ષિણ છેડે અથડાયું. આ દરમ્યાન ટાયફૂન વાવાઝોડાને કારણે 150કિમી પ્રતિ કલાકની (93mph)ની ઝડપે પવન ફૂંકાયો હતો અને તે લગભગ 15કિમી પ્રતિ કલાકની (9mph)ની ઝડપે હોન્શુના મુખ્ય ટાપુના પશ્ચિમ ભાગમાં ઉત્તર-પશ્ચિમ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું હતું. વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવન સાથે મધ્ય અને પશ્ચિમ જાપાનના વિશાળ વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે.

સામે આવેલા વીડિયોમાં સામે આવ્યું હતું કે વાવાઝોડાને કારણે કરી રીતે નદીઓ ગાંડીતૂર બની છે. આ દરમ્યાન નજીકમાં આવેલા ઘરોને પણ નુકસાન થયું હતું અને નારા શહેરમાં જોરદાર પવનને કારણે બાંધકામ સાઇટ પર બાંધેલો કાટમાળ પડ્યો હતો. ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ જાપાનમાં લગભગ 90,000 ઘરોમાં પાવરકાપ મૂકવામાં આવ્યો છે. વરસાદ અને પવનના ખતરનાક પ્રકોપને કારણે અનેક વિસ્તારમાં વિવિધ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Sweden News : સ્વીડને વિદેશમાં પોતાના નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપી, કુરાનના અપમાનની ઘટનાના કારણે તણાવ

મધ્ય ટોકાઈ પ્રદેશમાં લગભગ 350mm (13.8in) વરસાદ થવાની ધારણા હતી, જે ઓગસ્ટ મહિનાના સરેરાશ વરસાદ કરતાં લગભગ ત્રણ ગણો છે. મહત્વનુ છે કે વાવાઝોડાને કારણે મોટાભાગના વેપાર ધંધા ઠપ થયા છે. જોકે વાવાઝોડા થી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર બુધવારથી આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">