16 વર્ષની ઉંમરે માતા-પિતાનો સહારો ગુમાવ્યો, ક્રિકેટ રમી ઘર ચલાવ્યું, હવે સદી ફટકારીને બનાવી હેડલાઈન

18 વર્ષના મોહમ્મદ અમાને અંડર-19 એશિયા કપમાં શાનદાર સદી ફટકારી હતી. UAEમાં ચાલી રહેલી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટને જાપાન સામે 118 બોલમાં 122 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેણે 16 વર્ષની ઉંમરમાં પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતા.

16 વર્ષની ઉંમરે માતા-પિતાનો સહારો ગુમાવ્યો, ક્રિકેટ રમી ઘર ચલાવ્યું, હવે સદી ફટકારીને બનાવી હેડલાઈન
U 19 Asia Cup India vs JapanImage Credit source: Instagram/ACC
Follow Us:
| Updated on: Dec 02, 2024 | 6:06 PM

UAEમાં અંડર-19 એશિયા કપની મેચ રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા મોહમ્મદ અમાને જાપાન સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. શારજાહમાં સોમવારે બીજી ડિસેમ્બરે રમાયેલી આ મેચમાં અમન ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે માત્ર 106 બોલમાં સદી ફટકારી હતી. આ 18 વર્ષના ખેલાડીએ જાપાન સામે 118 બોલમાં 122 રનની ઈનિંગ રમીને હેડલાઈન બનાવી છે. પરંતુ શું તમે જાણો છો કે UAEમાં હલચલ મચાવનાર અમાન કોણ છે અને તેણે આ સફર કેવી રીતે પૂર્ણ કરી?

કોણ છે મોહમ્મદ અમાન?

મોહમ્મદ અમાને માત્ર 18 વર્ષની ઉંમરે ઘણો સંઘર્ષ કર્યો છે. તેની ક્રિકેટ સફર અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. તે માત્ર 16 વર્ષની ઉંમરે અનાથ બની ગયો હતો. જિંદગીએ તેને એક પછી એક બે મોટા આંચકા આપ્યા. તેણે કોરોના રોગચાળા દરમિયાન 2019માં 13 વર્ષની ઉંમરે પ્રથમ વખત તેની માતાને ગુમાવી હતી. તે હજી તેના દુઃખમાંથી બહાર આવ્યો ન હતો જ્યારે 16 વર્ષની ઉંમરે, વર્ષ 2022 માં તેના પિતાનું અવસાન થયું. આ રીતે માત્ર 3 વર્ષમાં જ અમન તેના માતા-પિતાનો સહારો ગુમાવી બેઠો હતો. બંનેના ગયા પછી ત્રણ નાના ભાઈ-બહેનની જવાબદારી તેના માથે આવી ગઈ.

રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
Sobhitaand wedding : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી
Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી
ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ
બોલિવુડ અભિનેત્રીએ કાશીમાં ઉજવ્યો જન્મદિવસ, જુઓ ફોટો

ક્રિકેટ રમી પરિવારની જવાબદારી પણ નિભાવી

હવે અમન પાસે બે વિકલ્પ બચ્યા હતા. કાં તો તે ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમવાનું પોતાનું સપનું પૂરું કરે છે અથવા તો પોતાના પરિવારને ભૂખમરાથી બચાવવા માટે મજૂર તરીકે કામ કરે છે. કોઈપણ વ્યક્તિ આ પરિસ્થિતિમાં મનથી તૂટી શકે છે. પરંતુ તેણે હાર ન માની અને પોતાના સપનાની સાથે-સાથે પરિવારની જવાબદારી પણ નિભાવી. તેણે ક્રિકેટમાંથી કમાણી કરીને પોતાનું ઘર ચલાવવાનું ચાલુ રાખ્યું અને બે વર્ષની મહેનત બાદ તેની અંડર-19 એશિયા કપ માટે પસંદગી થઈ. આ ઉપરાંત તેને ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.

રાજીવ શુક્લાએ મદદ કરી હતી

અમનનો જન્મ 2006માં ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં થયો હતો અને તે સ્થાનિક ક્રિકેટમાં યુપી તરફથી રમે છે. જો કે, તેને હજુ સુધી ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી, પરંતુ તેણે નાની ઉંમરમાં જ પોતાના પ્રદર્શનથી પોતાનું નામ બનાવ્યું છે. તેની પસંદગી UP T20 લીગમાં પણ થઈ હતી, જ્યાં તે નોઈડા કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. અમને ખુલાસો કર્યો છે કે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ તેમને આગળ વધવામાં ઘણી મદદ કરી છે.

આ પણ વાંચો: Video : ફૂટબોલ મેચ દરમિયાન ભયાનક અકસ્માત, 100 લોકોના મોત, ડઝનબંધ લોકો ઘાયલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">