AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake Breaking: તુર્કીયેથી જાપાન સુધી ધરતી ધ્રૂજી, 6ની તીવ્રતાનો ભૂકંપ, તબાહીની આશંકા

જાપાનમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધવામાં આવી હતી. તો બીજી તરફ તુર્કીમાં પણ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Earthquake Breaking: તુર્કીયેથી જાપાન સુધી ધરતી ધ્રૂજી, 6ની તીવ્રતાનો ભૂકંપ, તબાહીની આશંકા
Earthquake
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 9:17 AM
Share

જાપાન (Japan) ના હોક્કાઇડોમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 46 કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ગુરુવારે પૂર્વી તુર્કીયે (Turkey) માં 5.2 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર (EMSC) અનુસાર, તુર્કીમાં ભૂકંપ (Earthquake)નું કેન્દ્ર પૃથ્વીમાં 11 કિલોમીટરની ઊંડાઈએ હતું. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આ આંચકાઓને કારણે ભારે વિનાશ થઈ શકે છે.

હજુ સુધી કોઈના મોતના સમાચાર સામે આવ્યા નથી

તુર્કીયેના એક મંત્રીએ ટ્વિટર પર માહિતી આપતા કહ્યું કે ભૂકંપના કારણે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે હજુ સુધી કોઈ વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 22 લોકોને નાની-મોટી ઈજા થઈ છે. રાહત કાર્ય માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે, જેઓ ફિલ્ડ સર્વે કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.

આ પણ વાંચો: America: અમેરિકી સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદીનું કર્યુ સમર્થન, કહ્યું ‘ભારતને તેમના નેતા પર વિશ્વાસ છે’

જાપાનમાં સૌથી વધુ ભૂકંપ શા માટે આવે છે?

જાપાનને ઉગતા સૂર્યની ભૂમિ માનવામાં આવે છે. પરંતુ મોટે ભાગે તે આફતોથી ઘેરાયેલું છે. દેશમાં સૌથી વધુ ભૂકંપ અને સુનામી આવે છે, જેના કારણે દર વખતે લાખો લોકોને નુકસાન થાય છે. ખાસ કરીને ભૂકંપની દૃષ્ટિએ આ દેશ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પૃથ્વીની સૌથી વધુ વિક્ષેપિત ટેક્ટોનિક પ્લેટો જાપાનમાં છે. આ કારણોસર જાપાન દરરોજ ભૂકંપનો ભોગ બને છે.

સૌથી ભયાનક આફત 2011માં આવી હતી

એવું માનવામાં આવે છે કે વર્ષ 2011માં જાપાનમાં ભૂકંપ અને સુનામીના કારણે સૌથી વધુ તબાહી થઈ હતી. માર્ચ 2011માં જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ ભૂકંપ પછી સુનામી પણ આવી હતી. આ વિનાશમાં 15 હજારથી વધુ લોકોના મોત થયા હતા અને 6 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપને કારણે સમુદ્રમાં ભયંકર મોજાં ઉછળ્યાં હતા, જેનાથી અડધું જાપાન ડૂબી ગયું હતું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">