Video : પાટણમાં બાળ તસ્કરી મામલે ઘટસ્ફોટ, 3 આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ એક બાળક અંગે થયો ખુલાસો, કામલપુર નજીકથી દાટેલું બાળક મળ્યું
પાટણ અને બનાસકાંઠામાં બાળતસ્કરી રેકેટના તાર ખૂલ્યા છે. પાટણમાં બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. કામલપુર નજીક વધુ એક દાટેલુ બાળક મળી આવ્યુ છે. બીજી તરફ આરોપીઓએ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા કર્યો છે.
પાટણ અને બનાસકાંઠામાં બાળતસ્કરી રેકેટના તાર ખૂલ્યા છે. પાટણમાં બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. કામલપુર નજીક વધુ એક દાટેલુ બાળક મળી આવ્યુ છે. બનાસ નદીના પટમાંથી દાટેલુ બાળક મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. બાળકનું મોત થતા આરોપીઓએ બાળકને દાટીને પુરાવાનો નાશ કર્યો હતો. જો કે બાળ તસ્કરીમાં આરોપીઓના એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા છે. SOG, મામલતદાર, પંચો અને આરોપીઓ સાથે રાખીને ઘટનાસ્થળે છે.
આરોપીઓએ કર્યાં ચોંકાવનારા ખુલાસા
પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે આ ઘટનામાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપીઓએ રિમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા છે.
આરોપીઓએ અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની રિમાન્ડ દરમિયાન કબુલાત કરી હતી. બાળક દાટી દીધુ હોવાની જાણ થતાં જ SOG પોલીસની ટીમ દોડતી થઈ.SOG, મામલતદાર, પંચો અને આરોપીઓ સાથે રાખીને ઘટનાસ્થળે તપાસ હાથ ધરતા બાળક કામલપુર નજીક બનાસ નદીના પટમાંથી વધુ એક બાળક દાટેલ હાલતમાં મળી આવ્યું છે. આરોપીઓએ બાળકનું મોત થતાં દાટીને પુરાવાનો નાશ કર્યો હતો.
શું છે સમગ્ર મામલો ?
જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાધનપુરમાં બોગસ તબીબે બાળકનો 1.20 લાખમાં સોદો કર્યો હતો. સુરેશ ઠાકોરે પાટણના દંપતીને નવજાતને વેચી દીધું હતુ. બાળક બીમાર થતાં દંપતીએ સુરેશ ઠાકોરને પરત કર્યું હતુ. રૂપિયા પરત ન આપતા દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરેશ ઠાકોરે કુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થવર્કર શિલ્પા ઠાકોર સાથે મળીને ગઢ ગામની સીમમાં બાળકને ત્યજ્યું હતુ.
પ્રાપ્તથતી વિગતો અનુસાર નવજાત બાળક થરાદની સંસ્કાર હોસ્પિટલમાંથી મેળવ્યુ હતુ. થરાદ હોસ્પિટલના કર્મચારી રૂપસિંહ ઠાકોરે બાળ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સમગ્ર કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વધુ ખુલાસાઓ કર્યા છે. તેમજ અન્ય વેચાયેલા બાળકની પણ પોલીસને લિંક મળી છે.
(WithInput – Sunil Patel, Patan )