સ્ટીલ બાદ હવે આ કંપની EV માર્કેટમાં કરશે એન્ટ્રી, બનાવશે ‘મેક ઇન ઇન્ડિયા’ કાર

આ કંપની તેની પોતાની EV બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટાટા અને મહિન્દ્રા એ ભારતની એવી કંપનીઓ છે જે સંપૂર્ણપણે ઘરેલું EV બ્રાન્ડ્સ બનાવે છે. ત્યારે હવે આ કંપની પણ આમાં ઝંપલાવશે. EV સેગમેન્ટ ભારતમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે.

સ્ટીલ બાદ હવે આ કંપની EV માર્કેટમાં કરશે એન્ટ્રી, બનાવશે ‘મેક ઇન ઇન્ડિયા’ કાર
EV
Follow Us:
| Updated on: Dec 02, 2024 | 5:36 PM

સ્ટીલની દુનિયામાં નામ કમાયા બાદ JSW ગ્રુપ એટલે કે જિંદાલ સ્ટીલ વર્ક્સ હવે ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ પર મોટો દાવ લગાવી રહ્યું છે. સજ્જન જિંદાલની આગેવાની હેઠળના JSW ગ્રુપે થોડા મહિના પહેલા MG મોટર ઇન્ડિયામાં લગભગ 1500 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું અને MG બ્રાન્ડની માલિકી ધરાવતી ચીનની SAIC મોટર સાથે સંયુક્ત સાહસની રચના કરી હતી. હવે તે ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહ્યા છે.

હકીકતમાં, JSW ગ્રુપ હવે તેની પોતાની EV બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટાટા અને મહિન્દ્રા એ ભારતની એવી કંપનીઓ છે જે સંપૂર્ણપણે ઘરેલું EV બ્રાન્ડ્સ બનાવે છે. હવે JSW ગ્રૂપ પણ આમાં ઝંપલાવશે. EV સેગમેન્ટ ભારતમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે.

ચાઈનીઝ કંપનીઓ પર નિર્ભર રહેવું નથી

સજ્જન જિંદાલે જણાવ્યું હતું કે તેઓ ભારતમાં માત્ર ચાઈનીઝ કંપની (MG મોટર)ના સેલર બનીને રહેવા માંગતા નથી. તેના બદલે તેઓ ભારતમાં જ કારનું ઉત્પાદન કરીને વેલ્યુએડિશન કરવા માંગે છે. તે આ કારોને ભારતમાં જ વેચવા માંગે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

MG મોટર ભલે બ્રિટિશ બ્રાન્ડ હોય, પરંતુ આજે તેની માલિકી ચીનની SAIC મોટરની છે, જે ચીનની સરકારી ઓટોમોબાઈલ કંપની છે. થોડા મહિના પહેલા જિંદાલ ગ્રુપે એમજી મોટર ઈન્ડિયામાં 35 ટકા હિસ્સો ખરીદીને સંયુક્ત સાહસની રચના કરી હતી. આ સંયુક્ત સાહસની પ્રથમ કાર, MG Windsor EV, ભારતમાં લોન્ચ કરવામાં આવી છે અને તે Tata Nexon EV ને સખત ટક્કર આપી રહી છે.

જિંદાલ ‘મેક ઇન ઇન્ડિયા’ કાર બનાવશે

સજ્જન જિંદાલે જણાવ્યું કે તેઓ ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં એન્ટ્રી કરવા માટે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ સંપૂર્ણપણે EV પર કેન્દ્રિત હશે. ઓક્ટોબરમાં જ JSW ગ્રુપે ઔરંગાબાદમાં રૂ. 27,200 કરોડનું રોકાણ કરીને EV અને કોમર્શિયલ વ્હીકલ પ્લાન્ટની જાહેરાત કરી હતી. કંપનીના આ પ્રોજેક્ટથી લગભગ 5,200 લોકોને રોજગાર મળવાની આશા છે.

g clip-path="url(#clip0_868_265)">