ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ, ભારતે 1000 મેટ્રિકથી વધારે ચોખા- મકાઈની કરી સહાય
ભારત સરકારે દુષ્કાળગ્રસ્ત મલાવીમાં 1,000 મેટ્રિક ટન ચોખા મોકલાવીને સહાય આપી છે. દક્ષિણ-પૂર્વ આફ્રિકન કેટલાક દેશો દુષ્કાળથી પ્રભાવિત થયા છે. આ દેશમાં પાકને મોટું નુકસાન થયું છે અને ખાદ્ય ઉત્પાદનને પણ અસર થઈ છે.
ભારત સરકારે દુષ્કાળગ્રસ્ત મલાવીમાં 1,000 મેટ્રિક ટન ચોખા મોકલાવીને સહાય આપી છે. દક્ષિણ-પૂર્વ આફ્રિકન કેટલાક દેશો દુષ્કાળથી પ્રભાવિત થયા છે. આ દેશમાં પાકને મોટું નુકસાન થયું છે અને ખાદ્ય ઉત્પાદનને પણ અસર થઈ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે અલ નીનોની અસરથી સર્જાયેલા ગંભીર દુષ્કાળના પરિણામોનો સામનો કરવા માટે 1000 મેટ્રિક ટન ચોખાની મલાવી મોકલવામાં આવી છે. દેશના 28 માંથી 23 જિલ્લાઓમાં દુષ્કાળ પડ્યા બાદ મલાવી સરકારે માર્ચમાં આપત્તિની સ્થિતિ જાહેર કરી હતી.
ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં મદદ મોકલી
રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, ભારતે મલાવી ઉપરાંત ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાને ચોખાની સહાય મોકલી છે. ટ્વિટર પરની એક પોસ્ટમાં જયસ્વાલે કહ્યું કે ભારતે ઝિમ્બાબ્વેને માનવતાના પગલે સહાય મોકલી છે. ન્હાવા શેવા બંદરેથી 1000 મેટ્રિક ટન ચોખાનો માલ ઝિમ્બાબ્વે માટે મોકલવામાં આવ્યો હતો. આનાથી ઝિમ્બાબ્વેના લોકોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે.
sends humanitarian aid to Zimbabwe.
A consignment of 1000MT rice departed from the Nhava Sheva port for Zimbabwe today. This would help meeting food security needs of the Zimbabwean people. pic.twitter.com/jt3Bb1WRAL
— Randhir Jaiswal (@MEAIndia) September 7, 2024
1,300 મેટ્રિક ટન મકાઈ ઝામ્બિયા મોકલી
ભારતે ઝામ્બિયાના લોકોની ખાદ્ય અને પોષક જરૂરિયાતોને પહોંચી વળવા માટે 1,300 મેટ્રિક ટન મકાઈ પણ મોકલી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ભારતે અલ નીનોની ઘટનાને કારણે સર્જાયેલા દુષ્કાળના પરિણામોનો સામનો કરવા માટે મલાવીના લોકોને સહાય મોકલી છે.
’s humanitarian assistance for the people of Zambia.
A shipment of food grains (1300MT Maize) departed today for Zambia. This would help to meet food and nutrition needs of our friendly Zambian people. pic.twitter.com/XMjkPCQ13m
— Randhir Jaiswal (@MEAIndia) September 7, 2024
સમગ્ર વિશ્વના હવામાન પર અલ નીનોની અસર
અલ નીનો અને લા નીના એ પેસિફિક મહાસાગરમાં આબોહવાની પેટર્ન છે જે સમગ્ર વિશ્વમાં હવામાનને અસર કરી શકે છે. અગાઉ 26 એપ્રિલના રોજ, તાન્ઝાનિયામાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનના પરિણામે ઓછામાં ઓછા 155 લોકોના મૃત્યુ થયા હતા.
વરસાદને કારણે થયુ ભારે નુકસાન
તાન્ઝાનિયાના વડા પ્રધાન કાસિમ માજાલિવાએ જણાવ્યું હતું કે વર્તમાન વરસાદની મોસમ અલ નીનો આબોહવા પેટર્નને કારણે વધુ ખરાબ થઈ છે, જેના પરિણામે પૂર અને રસ્તાઓ, પુલો અને રેલવેનો વિનાશ થયો છે. માજાલિવાએ જણાવ્યું હતું કે અલ નીના પગેલ ભારે વરસાદ, ભારે પવન, પૂર અને ભૂસ્ખલન સાથે દેશના વિવિધ ભાગોમાં નોંધપાત્ર નુકસાન થયું છે.