ચીનમાં (China) કોરોના (Corona) વાયરસના ઝડપથી વધી રહેલા કેસોએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી છે. કોરોના રસીકરણ મામલે ચીન વિશ્વમાં પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ચીનમાં કોવિડ રસીના 223 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.આમ છતાં કોરોનાના કેસ વધવાને કારણે આ દેશમાં હલચલ મચી ગઈ છે.
રાજધાની બેઇજિંગ સહિત ઘણા શહેરોમાં મોટા પાયે લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જે લોકો ચેપ લાગતા લોકોના સંપર્કમાં આવ્યા હતા તેમની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આવા લોકો અને તેમના રહેઠાણને પણ સીલ કરવામાં આવી રહ્યા છે.
એક સમયે શૂન્ય સંક્ર્મણ ધરાવતા શહેર બેઇજિંગમાં કોરોનાના કુલ કેસ હવે વધીને 9 થઈ ગયા છે. જે બાદ સ્થાનિક વહીવટીતંત્રે ફરી લોકોની કોવિડ તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં લોકોને ફ્લાઈટ અને હોટલ બુક કરાવવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન અનુસાર, દેશના વિવિધ ભાગોમાં કોવિડ-19ના સ્થાનિક ચેપના 38 કેસ નોંધાયા છે.
બેઇજિંગમાં સંક્રમિત મળી આવેલા પાંચ લોકોએ 12 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર વચ્ચે ઇનર મંગોલિયા સ્વાયત્ત પ્રદેશ, નિંગક્સિયા હુઇ સ્વાયત્ત પ્રદેશ અને શાંક્સી પ્રાંતની મુસાફરી કરી હતી. આ લોકો 16 ઓક્ટોબરે બેઇજિંગ પરત ફર્યા હતા. આ સિવાય દેશમાં શુક્રવારે ચેપના 32 કેસ નોંધાયા હતા.
સંક્ર્મણ કેસોમાં વધારો થવા પાછળનું કારણ શાંઘાઈમાં રહેતા એક વૃદ્ધ દંપતી હોવાનું કહેવાય છે, જે શિયાન સહિત ઘણા શહેરોમાં ગયા હતા અને કોવિડ -19 થી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી અધિકારીઓએ દંપતીના સંપર્કમાં આવેલા લોકોને શોધવાનું કામ શરૂ કર્યું. ત્રણ દિવસમાં સેંકડો લોકો કે જેઓ તેમના નજીકના સંપર્કમાં આવ્યા હતા તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા અને તેમની સાથે મુસાફરી કરી ચૂકેલા પાંચ લોકો પણ પાછળથી સંક્રમિત થયા હતા.
ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ચીનની રસીની અસર અંગે લોકોની શંકા ઘેરી થવા લાગી છે. માત્ર ચીનમાં જ નહીં, પરંતુ દરેક દેશમાં જ્યાં આ રસી આપવામાં આવી હતી, ત્યાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. મંગોલિયા, બહેરિન, સેશેલ્સ, ચિલી અને તુર્કી સહિતના ઘણા દેશોએ ચીનની રસીનો ઉપયોગ કર્યો છે.
ચીનના ટોચના આરોગ્ય અધિકારીએ પોતે સ્વીકાર્યું છે કે તેમની કોરોના રસીની અસરકારકતા ઘણી ઓછી છે. ની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ગાઓ ફુએ બે દિવસ પહેલા કહ્યું હતું કે વર્તમાન રસીની અસરકારકતાનો દર ઘણો ઓછો છે. તેને વધારવા માટે ચીની વેક્સીન ઉત્પાદકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે.
ઘણા દેશોના ડેટા દર્શાવે છે કે ચીનની રસી કોરોના સંક્રમણને રોકવામાં અસરકારક સાબિત થઈ રહી નથી. ખાસ કરીને કોરોનાના નવા વેરિઅન્ટ પર આ વેક્સીનની અસર બિલકુલ દેખાતી નથી. નિષ્ણાતોએ કહ્યું છે કે કોઈપણ દેશમાં કોરોનાના કેસો તેના પર આધાર રાખે છે કે તે દેશ દ્વારા તેના નાગરિકોને કઈ રસી આપવામાં આવે છે.
આ પણ વાંચો : Mann ki bat : આજે પીએમ મોદી ફરી કરશે મન કી બાત, 100 કરોડ વેક્સિનેશન ડોઝને લઈને કહી શકે છે વાત
આ પણ વાંચો :India-Pak મેચ પહેલા છવાઇ મૌકા-મૌકાની જાહેરાત, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી ખૂબ મજા