BRICS Summit: જોહાનિસબર્ગમાં PM નરેન્દ્ર મોદીના આગમન પર થયો ભારત માતાનો જયકારો, જાણો તેમનું બ્રિક્સ શેડ્યૂલ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિએ પીએમનું સ્વાગત કર્યું છે. પીએમના સ્વાગત માટે ભારતીય સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેઓ ડ્રમ અને અન્ય સંગીતનાં સાધનો સાથે જોહાનિસબર્ગની હોટેલ ખાતે પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 15મી બ્રિક્સ સમિટમાં (BRICS Summit) ભાગ લેવા માટે મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિએ પીએમનું સ્વાગત કર્યું છે. પીએમના સ્વાગત માટે ભારતીય સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેઓ ડ્રમ અને અન્ય સંગીતનાં સાધનો સાથે જોહાનિસબર્ગની સેન્ડટન સન હોટેલ ખાતે પહોંચ્યા હતા.
22 થી 24 ઓગસ્ટ દરમિયાન BRICS સમિટનું આયોજન
આ દરમિયાન હોટલમાં હાજર ભારતીય મૂળની એક મહિલાએ કહ્યું કે, વડાપ્રધાનની વચ્ચે હોવું સન્માનની વાત છે. તે એક અદ્ભુત વ્યક્તિ અને મારો હીરો છે. લોકોએ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. 22 થી 24 ઓગસ્ટ દરમિયાન જોહાનિસબર્ગમાં BRICS સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બિઝનેસ ફોરમના નેતાઓ સાથે વાતચીત કરશે
બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. તે વિશ્વની અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. પીએમ મોદી આજે સાંજે બિઝનેસ ફોરમના નેતાઓ સાથે વાતચીત કરશે. જોહાનિસબર્ગની બ્રિક્સ સમિટ કૂટનીતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીનું બ્રિક્સ સંમેલનમાં શેડ્યૂલ
- સાંજે 7.30 કલાકે બ્રિક્સ બિઝનેસ ફોરમમાં હાજરી આપશે.
- બિઝનેસ ફોરમમાં ભારતીય ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિ મંડળ હશે.
- PM મોદી રાત્રે 9.30 વાગ્યે BRICS નેતાઓના રિટ્રીટ પ્રોગ્રામમાં હાજરી આપશે. આ કાર્યક્રમ બંધ બારણે રહેશે.
- PM મોદીનું BRICS નેતાઓ સાથે ડિનર.
- ડિનર પર મોદી-જિનપિંગની મુલાકાત શક્ય.
- બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે પ્રથમ મુલાકાત થશે.
આ પણ વાંચો : Russia Ukraine War: રશિયાએ યુક્રેનની સીમામાં ઘૂસીને અમેરિકી સૈન્ય બોટને ઉડાવી, તેમાં સવાર હતા ઝેલેન્સકીના સૈનિકો
24 ઓગસ્ટે આફ્રિકન દેશોની વિશેષ બેઠક
PM મોદી 24 ઓગસ્ટે આફ્રિકન દેશોની વિશેષ બેઠકમાં પણ ભાગ લેશે. આ બેઠકમાં લગભગ 40 મોટા અને નાના આફ્રિકન દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લે તેવી શક્યતા છે. સમિટ પહેલા દક્ષિણ આફ્રિકાએ ભારત સાથે સૂર મેળવ્યા છે, એટલે કે દક્ષિણ આફ્રિકા હવે ભારતની લાઈન પર ચાલશે. રાષ્ટ્રપતિ રામાફોસાએ સ્પષ્ટ કર્યું છે કે દક્ષિણ આફ્રિકા કોઈપણ જૂથમાં જોડાશે નહીં. તેમના નિવેદનથી ચીનના પ્રયાસોને ફટકો પડ્યો છે. ચીન બ્રિક્સને પશ્ચિમ વિરોધી બ્લોક બનાવવા માંગે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો