AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ક્યાંક ખરીદીની મર્યાદા તો ક્યાંક 4 દિવસની ઓફિસ… યુદ્ધની અસર ઘટાડવા માટે અલગ-અલગ દેશોએ લગાવ્યા આ પ્રતિબંધો

ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે આજે આખું વિશ્વ એક ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. તેલ અને ગેસના પુરવઠામાં અવરોધ આવતા મોંઘવારી સતત વધી રહી છે. આ વૈશ્વિક કટોકટીની અસર ઘટાડવા માટે ભારત સહિત વિશ્વના અનેક દેશોએ ખૂબ જ કડક પ્રતિબંધો લગાવ્યા છે.

Breaking News: ક્યાંક ખરીદીની મર્યાદા તો ક્યાંક 4 દિવસની ઓફિસ... યુદ્ધની અસર ઘટાડવા માટે અલગ-અલગ દેશોએ લગાવ્યા આ પ્રતિબંધો
| Updated on: May 13, 2026 | 3:03 PM
Share

28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધૂની) બંધ થયા બાદ વિશ્વ અત્યારે મોટા ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. તેલ અને ગેસ સપ્લાય પ્રભાવિત થવાથી અનેક દેશોમાં મોંઘવારી વધી રહી છે, ફ્લાઇટ્સ ઓછી થઈ રહી છે અને સરકારોએ કડક નિર્ણયો લેવાની ફરજ પડી રહી છે.

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) મુજબ, આ ઇતિહાસનું સૌથી મોટું વૈશ્વિક ઊર્જા સંકટ બની રહ્યું છે. 60થી વધુ દેશોએ લગભગ 200 જેટલી નીતિઓ લાગુ કરી છે જેથી બળતણ બચાવી શકાય અને સામાન્ય લોકો પર તેની અસર ઘટાડી શકાય.

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જનતાને અપીલ કરી છે કે, બળતણનો વપરાશ ઘટાડો, વિદેશ યાત્રા ટાળો, સોનું ખરીદવાનું બંધ કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, વર્ક ફ્રોમ હોમ અપનાવો અને ખેડૂતો કેમિકલ ફર્ટિલાઇઝર્સ પરની નિર્ભરતા ઘટાડી નેચરલ ફાર્મિંગ (પ્રાકૃતિક ખેતી) કરે. યુદ્ધના કારણે એક સમયે બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે, જ્યારે એશિયાઈ દેશોએ પોતાનું બજેટ 70 ડોલર પ્રતિ બેરલ માનીને બનાવ્યું હતું.

ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા

ભારતમાં સરકારે સબસિડી આપીને પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે પરંતુ તેલ કંપનીઓએ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. 33 કરોડ ઘરોને રસોઈ ગેસ આપવા માટે ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સની સપ્લાય 30% ઘટાડવામાં આવી છે. વૈશ્વિક કટોકટીના સમયે પણ ભારત સરકારે દેશમાં સ્થિતિ સ્થિર જાળવી રાખી છે. દરેક દેશ પોતાની રીતે આ સંકટ સામે લડી રહ્યો છે.

  1. ફિલિપાઇન્સ4 દિવસનું ઓફિસ: ફિલિપાઇન્સે બળતણ બચાવવા માટે 4 દિવસનું ‘વર્ક વીક’ લાગુ કર્યું છે. ગરીબ પરિવારોને સબસિડી પણ આપવામાં આવી છે. જો કે, ઊંચી ઊર્જા કિંમતોને કારણે વેપાર અને બજારની ગતિ ધીમી પડી છે.
  2. થાઈલેન્ડ – ડીઝલ સબસિડી ખતમ: થાઈલેન્ડે ડીઝલ પર અપાતી સરકારી સબસિડી બંધ કરી દીધી છે, કારણ કે સરકારનું ફંડ ખતમ થઈ ગયું હતું. હવે સરકાર બીજા ખર્ચાઓમાં કાપ મૂકી રહી છે. થાઈલેન્ડે ‘મે મહિના’ સુધી રસોઈ ગેસના ભાવ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે અને બાયોડીઝલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપવાની યોજના બનાવી છે.
  3. વિયેતનામ – ટેક્સમાં રાહત, ફ્લાઇટ્સ ઓછી: વિયેતનામે ફ્યુઅલ ટેક્સમાં છૂટ આપી છે પરંતુ જેટ ફ્યુઅલની અછતને કારણે ફ્લાઇટ્સ ઓછી કરવી પડી છે. આનાથી પ્રવાસન ઉદ્યોગ પર અસર પડી છે, જે દેશની GDPના લગભગ 8% છે.
  4. જાપાન – મોંઘું અમેરિકન તેલ ખરીદવું પડ્યું: જાપાન પહેલા તેની 95% તેલની જરૂરિયાત મિડલ ઈસ્ટમાંથી પૂરી કરતું હતું. હવે તેણે અમેરિકાથી તેલ ખરીદવાનું શરૂ કર્યું છે પરંતુ તેની શિપિંગ લાગત અને સમય બંને વધારે છે. જાપાને માર્ચમાં ઓઈલ રિઝર્વમાંથી 8 કરોડ બેરલ તેલ પણ રિલીઝ કર્યું હતું.
  5. પાકિસ્તાન – પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે: પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. મે મહિનામાં પેટ્રોલની કિંમત વધીને 414.78 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. પાકિસ્તાનમાં છેલ્લા 3 મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં લગભગ 64%નો વધારો થયો છે. પાકિસ્તાન સરકારે 4 દિવસનું વર્ક વીક લાગુ કર્યું છે અને શાળાઓ-કોલેજો પણ બે અઠવાડિયા માટે બંધ કરવામાં આવી હતી.
  6. ચીને ફ્યુઅલ એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો: ચીને બળતણ અને ખાતરની નિકાસ મર્યાદિત કરી દીધી છે, જેથી દેશની અંદર સપ્લાય જળવાઈ રહે. ચીને માર્ચ મહિનામાં જ પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ જેવા રિફાઇન્ડ બળતણની નિકાસ પર રોક લગાવી દીધી હતી.
  7. ઈન્ડોનેશિયા – સ્થાનિક જરૂરિયાત પર ભાર: ઈન્ડોનેશિયાએ LNGની નિકાસ રોકી દીધી છે અને સ્થાનિક બજારને પ્રાથમિકતા આપી છે. આ સાથે દેશ ‘B50 બાયોડીઝલ પ્રોગ્રામ’ને ઝડપથી લાગુ કરી રહ્યો છે.
  8. બાંગ્લાદેશ – ગેસ અને વીજળી પર સંકટ: બાંગ્લાદેશે બળતણ ખરીદવાની મર્યાદા નક્કી કરી દીધી છે. યુનિવર્સિટીઓ બંધ કરી અને ઓઈલ ડેપો પર સેના તૈનાત કરી છે. LPG સિલિન્ડરની કિંમત 900 ટકાથી વધીને 1500 ટકા થઈ ગઈ છે.
  9. નેપાળ – સિલિન્ડર અડધા ભરાઈ રહ્યા છે: નેપાળે નિર્ણય લીધો છે કે, ખાલી LPG સિલિન્ડરમાં માત્ર અડધો જ ગેસ ભરવામાં આવશે, જેથી સ્ટોક લાંબા સમય સુધી ચાલી શકે. નેપાળ ઓઈલ કોર્પોરેશન (NOC) એ 13 માર્ચ 2026થી 14.2 કિલોવાળા સિલિન્ડરમાં માત્ર 7.1 કિલો ગેસ ભરવાનો નિર્ણય લીધો છે.
  10. અમેરિકા – ફ્યુઅલ એક્સપોર્ટ વધાર્યું: અમેરિકાએ તેલની નિકાસ વધારી છે, છતાં દેશમાં પેટ્રોલની કિંમતો સતત વધી રહી છે. ઈંધણની વધતી કિંમતોને કારણે અહીં સ્પિરિટ એરલાઈન્સે ઓપરેશન બંધ કરી દીધું છે. અમેરિકાએ ફ્યુઅલ પ્રાઇસ કંટ્રોલ કરવા માટે પોતાના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) માંથી 172 મિલિયન બેરલ તેલ રિલીઝ કરવા કહ્યું છે.
  11. યુરોપ – કોલસાના પ્લાન્ટ ફરી શરૂ: યુરોપને ખાડી દેશોમાંથી જેટ ફ્યુઅલ મળવાનું બંધ થયા બાદ અમેરિકા પર નિર્ભર રહેવું પડ્યું છે. જર્મની અને ઈટાલી સહિત 8 દેશોએ કોલસા આધારિત પ્લાન્ટ બંધ કરવાની યોજના હાલ ટાળી દીધી છે.

UNDP મુજબ, આ સંકટથી એશિયા-પેસિફિક ક્ષેત્રને લગભગ 299 અબજ ડોલર એટલે કે અંદાજે 29.9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટ જલ્દી નહીં ખુલે તો આગામી મહિનાઓમાં બળતણ, વીજળી, ઇન્ટરનેટ, ખાતર અને ટ્રાન્સપોર્ટ બધું જ વધુ મોંઘું થઈ શકે છે.

અમેરિકાના પાલતુ શ્વાન જેવા દેશ પાકિસ્તાને, ડોનાલ્ડ ટ્રમ્પ-જે ડી વેન્સની પીઠમાં ભોક્યું ખંજર, યુદ્ધ વિરામના નામે મુસ્લિમ દેશોનુ રચી નાખ્યું નવુ સંગઠન !

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">