AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના પાલતુ શ્વાન જેવા દેશ પાકિસ્તાને, ડોનાલ્ડ ટ્રમ્પ-જે ડી વેન્સની પીઠમાં ભોક્યું ખંજર, યુદ્ધ વિરામના નામે મુસ્લિમ દેશોનુ રચી નાખ્યું નવુ સંગઠન !

અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે, ઈરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી કરાવવાની જવાબદારી પાકિસ્તાનને આપી હતી. પરંતુ દગાખોર એવા પાકિસ્તાને યુદ્ધ વિરામના નામે સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી સાથે સતત બેઠકો યોજી હતી. આ બેઠકોમાં ક્યાય પણ યુદ્ધ વિરામની યુ કે વિ પણ ચર્ચવામાં આવ્યો નહતો. અખાતના મુસ્લિમ દેશોને ઈઝરાયેલ યુદ્ધનો- હવાઈ હુમલાનો ડર બતાવીને પાકિસ્તાને એક નવું મુસ્લિમ દેશોનું સંગઠન રચી નાખ્યું હોવાનું ખુલ્યું છે. આ અહેવાલ સામે આવતા જ ટ્રમ્પ અને વેન્સના પાકિસ્તાન સામે ભવા ચડી ગયા છે.

અમેરિકાના પાલતુ શ્વાન જેવા દેશ પાકિસ્તાને, ડોનાલ્ડ ટ્રમ્પ-જે ડી વેન્સની પીઠમાં ભોક્યું ખંજર, યુદ્ધ વિરામના નામે મુસ્લિમ દેશોનુ રચી નાખ્યું નવુ સંગઠન !
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2026 | 2:20 PM
Share

ઈરાન ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ગત ફેબ્રુઆરીમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકાએ તેના પાળતુ શ્વાન જેવા દેશ પાકિસ્તાન ઉપર પસંદગી ઉતારી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને જે ડી વેન્સે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા અને ઈરાન સાથે સમજૂતીના મુસદ્દા ઘડવાની જવાબદારી પાકિસ્તાનને સોંપી હતી. પરંતુ પાકિસ્તાનને ભારતે ગત વર્ષના 7 મેના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત કરેલા મિસાઈહ હુમલાથી અનેક સૈન્ય મથકો અને એરબેઝને તોડી નાખ્યા હતા. ભારતે તેના ઘરમા બેઠા બેઠા જ હજ્જારો કિલોમીટર દૂર પાકિસ્તાનના સૈન્ય એરપોર્ટ, એરબેઝ અને અણુશસ્ત્રોનો જ્યા સંગ્રહ કરવામાં આવ્યો છે તે સ્થળની નજીક ખુવારી બોલાવી દીધી હતી.

ભારતના આ શક્તિશાળી હુમલાથી ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રક્ષા પ્રધાન ખ્વાજા આસિફ ડરી ગયા. તેમના શરીરમાંથી ભયનું લખલખુ પસાર થઈ ગયું હતું. પાકિસ્તાન તો ઠીક તેમના પોતાના અસ્તિત્વની ચિંતા સતાવવા લાગી હતી. આવા સમયે અમેરિકાએ, ઈરાન યુદ્ધ સમાપ્ત કરાવવાની પાકિસ્તાનને સોંપાયેલ જવાબદારી અવસર જેવી લાગી. પાકિસ્તાનના આકાઓએ યુદ્ધ વિરામના નામે ખાડી ક્ષેત્રના અન્ય મુસ્લિમ દેશો સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી માં સતત પ્રવાસ કર્યો અને નાટો જેવુ સંગઠન મુસ્લિમ નાટો રચી નાખ્યું.

આ મુસ્લિમ નાટોમાં અખાતના મુસ્લિમ દેશોથી શરુઆત કરવાની તૈયારીઓ કરી દીધી છે. મુસ્લિમ નાટો જેવી સંગઠન ઈઝરાયેલના હુમલાનો ભય બતાવની રચ્યું છે, પરંતુ હકિકતમાં પાકિસ્તાને ભારતનો ડર દૂર કરવા અને જરૂર પડ્યે ભારત સામે તમામ મુસ્લિમ દેશને મેદાનમાં ઉતારવાની પેરવી યુદ્ધ વિરામની ચર્ચાના નામે કરી નાખી જગત જમાદાર અમેરિકાની આંખમાં ધૂળ નાખી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પરમાણુ કરારને સરળ બનાવવાનું કાર્ય સોંપ્યું હતું. આવા કરાર સુધી પહોંચવાના પ્રયાસમાં, પાકિસ્તાને અખાતના દેશો સાથે અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી – જેમાં ફક્ત યુએસ અને ઈરાન જ નહીં પરંતુ ચીન, સાઉદી અરેબિયા, તુર્કી અને કતાર જેવા દેશો પણ સામેલ હતા. જોકે, આ બેઠકો પાછળની સાચી ઘટના હવે પ્રકાશમાં આવી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને જણાવ્યું છે કે, આ સતત બેઠકો પછી, હવે “ઇસ્લામિક નાટો” ની રચના અંગે સર્વસંમતિ થઈ છે. આ અંગે સત્તાવાર જાહેરાત કોઈપણ ક્ષણે થઈ શકે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી સાથે સંરક્ષણ સંબંધિત કરાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં તેના પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.

અમેરિકાના પાલતુ શ્વાન જેવા દેશ પાકિસ્તાન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ માટે એક ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે મધ્ય પૂર્વના મોટાભાગના દેશો ઐતિહાસિક રીતે અમેરિકન સુરક્ષા ગેરંટી પર આધાર રાખે છે અને આ દેશોને અમેરિકા-ઈઝરાયેલનો ભય બતાવીને પાકિસ્તાને મુસ્લિમ નાટો જેવી સંસ્થા રચીને પોતે પોતાની જાતે જ મોટા ભા થઈ ગયા છે.

પાકિસ્તાને અમેરિકાની પીઠમાં ખંજર ભોક્યું

  • સીબીએસ ન્યૂઝ અનુસાર, પાકિસ્તાન જ્યારે દેખીતી રીતે યુએસ વતી મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું હતું. યુદ્ધ દરમિયાન તેના લશ્કરી ઠેકાણાઓ પર ગુપ્ત રીતે ઇરાનના વિમાનોને રાખ્યા હતા. આ ખુલાસો સેટેલાઇટ છબીઓ દ્વારા બહાર આવી છે. આ વિમાનોને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ દ્વારા સંભવિત હુમલાઓથી બચાવવા માટે પાકિસ્તાની સુરક્ષિત ઠેકાણાઓ પુરા પાડ્યા હોવાના અહેવાલ છે. આ અહેવાલ પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નજીકના સાથી સેનેટર લિન્ડસે ગ્રેહામે પાકિસ્તાન પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો. જોકે, પાકિસ્તાને આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
  • પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના જણાવ્યા અનુસાર, તાજેતરના સમયમાં કતાર, તુર્કી અને સાઉદી અરેબિયા સાથે અનેક રાઉન્ડની બેઠકો યોજી છે. આ બેઠકો “ઇસ્લામિક નાટો” ની રચના અંગે ચર્ચાઓ પર કેન્દ્રિત હતી. એક પ્રસ્તાવ જે હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાને અગાઉ આ બેઠકોને ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે કરાર કરવા માટે ચાલી રહેલા પ્રયાસો સાથે જોડી હતી.
  •  થોડા દિવસો પહેલા, પાકિસ્તાન અને ઇરાન ગ્વાદર બંદર અંગે એક કરારની સહમતી પર પહોંચ્યા હતા. આ વ્યવસ્થા હેઠળ, ઇરાન ગ્વાદર દ્વારા પોતાનો માલ મોકલી અથવા વેચી શકે છે. આને યુનાઇટેડ સ્ટેટ્સ માટે એક આંચકા તરીકે પણ જોવામાં આવ્યું હતું, કારણ કે યુ.એસ.એ હોર્મુઝ સ્ટ્રેટની બહાર કાર્યરત ઇરાની જહાજો સામે કાર્યવાહી કરવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે.

મોટો પ્રશ્ન: “ઇસ્લામિક નાટો” શા માટે જરૂરી છે?

કતારના ભૂતપૂર્વ વડા પ્રધાન હમાદ બિન થાનીના મતે, ઇઝરાયલ મધ્ય પૂર્વના ભૂરાજકીય માળખામાં ફેરફાર કરવા માંગે છે. આનો સામનો કરવા માટે, “અખાત” અથવા “ઇસ્લામિક નાટો” ની જરૂરિયાત દેખાઈ રહી છે. 2025 માં, પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે કરાર કર્યો. આ કરારની શરતો હેઠળ, સાઉદી અરેબિયાને પાકિસ્તાન તરફથી પરમાણુ સુરક્ષાની ગેરંટી મળી હતી. પાકિસ્તાન હાલમાં મધ્ય પૂર્વમાં આ સુરક્ષા માળખાને વિસ્તૃત કરવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. બદલામાં, પાકિસ્તાનને આ રાષ્ટ્રો પાસેથી નાણાકીય સહાય મળવાની અપેક્ષા છે. પાકિસ્તાન હાલમાં 10 બિલિયન અમેરિકન ડોલરથી વધુ દેવાનો બોજ વહન કરે છે.

Breaking News: આખી દુનિયામાં ‘તેલ’ માટે મચશે ત્રાહિમામ ! શું હંમેશા માટે બંધ થઈ જશે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’?

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">