શ્રેણીબદ્ધ બ્લાસ્ટથી લેબનોન ફરી હચમચ્યું, પેજર બાદ હવે વોકી-ટોકીમાં બ્લાસ્ટ
વાયરલેસ ડિવાઈસમાં વિસ્ફોટના કિસ્સા સતત બીજા દિવસે સામે આવી રહ્યા છે. બીજા દિવસે ફરી તબાહીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ વખતે ટાર્ગેટ વાયરલેસ કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ હતું. હાથમાં પકડેલા રેડિયો સેટમાં એક પછી એક વિસ્ફોટ થયા હતા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
પેજરમાં અનેક શ્રેણીબદ્ધ વિસ્ફોટોના એક દિવસ બાદ જ લેબનોનમાં ફરીથી અનેક વિસ્ફોટ થયા છે. જેમાં લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. આ વખતે મોબાઈલ અને રેડિયો સેટ જેવા વાયરલેસ ઉપકરણોમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, હિઝબુલ્લાહના એક વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમિયાન એક વોકી-ટોકીમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારે આવી બીજી પણ અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં મોબાઈલ અને રેડિયો સેટ જેવા વાયરલેસ ઉપકરણોમાં વિસ્ફોટ થયા છે.
વાયરલેસ ડિવાઈસમાં વિસ્ફોટના કિસ્સા સતત બીજા દિવસે સામે આવી રહ્યા છે. બીજા દિવસે ફરી તબાહીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ વખતે ટાર્ગેટ વાયરલેસ કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ હતું. હાથમાં પકડેલા રેડિયો સેટમાં એક પછી એક વિસ્ફોટ થયા હતા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સતત વિસ્ફોટોથી માત્ર લેબનોનના લોકોમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
મીડિયાના અહેવાલ મુજબ બુધવારે હિઝબુલ્લાના ત્રણ સભ્યો અને એક બાળકના અંતિમ સંસ્કાર દરમિયાન અનેક વિસ્ફોટ થયા હતા. લેબનોનના વિવિધ વિસ્તારોમાં આ વિસ્ફોટ થયા છે.આ વિસ્ફોટો વોકી-ટોકીમાં થયા હતા. ત્યારે આ વિસ્ફોટો પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ વિસ્ફોટો પછી ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ વધી ગયો છે, જે યુદ્ધમાં ફેરવાઈ જવાનો ભય છે. હાલમાં આ તાજેતરના વિસ્ફોટમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
એક રિપોર્ટ અનુસાર, વિસ્ફોટ પછી હિઝબુલ્લાહના બાકીના સભ્યોએ વોકી ટોકીમાંથી બેટરીઓ કાઢવાનું શરૂ કર્યું. તેઓએ તેની સાથે જોડાયેલા ધાતુના ચીપ ફેંકી દીધી હતી. મીડિયા અનુસાર, ઘરોમાં સ્થાપિત સૌર ઊર્જાની પ્લેટોમાં પણ વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટ હિઝબુલ્લાહની સપ્લાય ચેઇનમાં મોટી ઘૂસણખોરી દર્શાવે છે.