Pakistan Economic Crisis : આર્થિક કટોકટીથી બચવા દેશ છોડીને ભાગતા 28 પાકિસ્તાનીઓના બોટ અકસ્માતમાં મોત, 12 હજુ પણ લાપતા
આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે જહાજ દરિયાકાંઠાના શહેર ક્રોટોન નજીક 100થી વધુ લોકો સાથે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે બીચ પરથી 43 મૃતદેહો મળી આવ્યા છે.
રવિવારે ઇટાલીના દરિયાકાંઠે એક પથ્થર સાથે અથડાયા બાદ પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. આ બોટ ડૂબી જવાની દુર્ઘટનામાં 59થી વધુ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાં 28થી વધુ પાકિસ્તાની નાગરિકો છે. હજુ પણ 12 પાકિસ્તાની નાગરિકો ગુમ છે. આ અકસ્માતમાં 80 લોકોને બચાવી લેવાયા છે.
આ પણ વાચો: પાકિસ્તાનમાં હાહાકાર ! દવાઓ માટે તડપતા દર્દીઓ, ડોક્ટરોને આપવા માટે પણ પૈસા નથી
ઈટાલીના કેલેબ્રિયા વિસ્તારમાં માણસોથી ભરેલું જહાજ પલટી જવાથી 59થી વધુ મુસાફરોના મોત થયા છે, જ્યારે 80ને બચાવી લેવામાં આવ્યા હતા. મોતની ઘટનામાં 28 પાકિસ્તાનીઓનો પણ સમાવેશ થાય છે. એક સમાચાર એજન્સી મુજબ, ખરાબ હવામાન દરમિયાન પથ્થર સાથે અથડાયા બાદ જહાજ ડૂબી ગયું હતું.
ખાનગી એજન્સી અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે જહાજ દરિયાકાંઠાના શહેર ક્રોટોન નજીક 100થી વધુ લોકો સાથે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે બીચ પરથી 43 મૃતદેહો મળી આવ્યા છે.
સ્થાનિક સમાચાર એજન્સીઓએ જણાવ્યું કે, ક્રેશ થયેલા જહાજમાં ઈરાન, ઈરાક, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને સોમાલિયાના મુસાફરો હતા. ઈટલી સરકારે જમીન અને સમુદ્ર પર મોટા પાયે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે. રિપોર્ટ અનુસાર, દર વર્ષે માઈગ્રન્ટ્સ સંઘર્ષ અને ગરીબીથી બચવા માટે આફ્રિકાથી ઈટાલીની સરહદ પાર કરે છે.
28 પાકિસ્તાનીઓના મોત
પ્રવાસીઓથી ભરેલી આ બોટમાં મૃત્યુ પામનારાઓમાં 28 પાકિસ્તાની છે. ઈટાલીના ક્રોટોન શહેરના મેયરે જણાવ્યું કે કુલ 59 લોકોના મોત થયા છે. ઈટાલીની રાજધાની રોમમાં પાકિસ્તાની દૂતાવાસના જણાવ્યા અનુસાર આ બોટમાં 40 પાકિસ્તાની સવાર હતા. દૂતાવાસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 28 પાકિસ્તાનીઓના મૃતદેહને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે હજુ 12 નાગરિકો ગુમ છે. પાકિસ્તાની અધિકારીઓએ વધુમાં કહ્યું કે તેઓ આ મામલે ઈટાલિયન અધિકારીઓના સંપર્કમાં છે.
આર્થિક સંકટથી બચવા માટે પાકિસ્તાન છોડ્યું
હાલમાં પાકિસ્તાનમાં મોટું આર્થિક સંકટ છે. લોકો પાસે કોઈ નવી તકો નથી જેના કારણે તેઓ બીજા દેશોમાં ભાગી રહ્યા છે. ખાડી દેશોમાં પાકિસ્તાની નાગરિકોની મોટી વસ્તી છે. પરંતુ ઘણા લોકો યુરોપમાં આશ્રય મેળવવા માંગે છે. પાકિસ્તાની પાસપોર્ટ પર વિઝા મેળવવા મુશ્કેલ છે, તેથી લોકો ગેરકાયદેસર માર્ગે દરિયાઈ માર્ગે મુસાફરી કરે છે. યુરોપમાં ગયા પછી આ લોકો થોડાં વર્ષ જીવે છે અને નાગરિકતા લે છે. બાદમાં અહીંથી તે અમેરિકા અને કેનેડા જાય છે.