ભારતીય રસોઈમાં (Indian Cooking ) અનેક મસાલાઓનો (Spices ) ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલા સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે સ્વાસ્થ્યને સુધારવાનું પણ કામ કરે છે. આ કારણોસર રસોઈમાં માપસર નિયત મસાલાઓનો ઉપયોગ જરૂરી છે. દરેક રસોડામાં મસાલાનો એક ડબ્બો હોય છે જેમાં અલગ અલગ પ્રકારના ભારતીય મસાલાઓનું મિશ્રણ જોવા મળે છે. પણ આ મસાલા ફક્ત રસોઈનો સ્વાદ જ નથી વધારતા. તે વિવિધ પ્રકારે આપણે સ્વાસ્થ્ય સંબંધિત લાંબો પણ કરાવે છે. આજે અમે તમને જણાવીશું આવા મસાલાઓ વિષે જે તમને આરોગ્ય માટે પણ ફાયદો કરાવે છે.
લાલ મરચા
લાલ મરચાનો ઉપયોગ આપણે રસોઈમાં તીખાશ વધારવા માટે કરીએ છીએ. પરંતુ લાલ મરચામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. અને શરીરને ગેસ્ટ્રીઇન્ટેસ્ટાઇનલ જેવા અનેક ઇન્ફેક્શનથી બચાવે છે. તે પાચનને વ્યવસ્થિત કરે છે. જો ફૂડ પોઇઝનિંગ થેયેલું હશે તો લાલ મરચાના સેવનથી તમને અચૂકથી રાહત મળશે.
લસણ
લસણનો ઉપયોગ પણ મોટાભાગની રસોઈમાં કરવામાં આવે છે. જોકે લસણમાં રહેલું એન્ટીઓક્સીડનેટ અને એન્ટીફન્ગલ તત્વ લસણને એક મજબૂત એન્ટિસેપ્ટિક બનાવે છે. તેનું સેવન કેન્સર તથા અન્ય બીમારીથી પણ બચાવે છે. શરદી રહેતી હોય તો લસણની કળીને ઘીમાં સાંતળીને સ્વેન કરવાથી પણ ફાયદો થાય છે.
હળદર
દરેકના રસોડામાં આસાનીથી મળી આવતો એક મસાલો છે હળદર. હળદર બળતરા, પાચનતંત્ર, વાયરલ અને ફન્ગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાનો પોતાના ગુણધર્મોથી ઉકેલ લાવે છે તે ત્વચાના રંગને પણ નિખારે છે.
આદુ
આદુ માત્ર એક મસાલો જ નથી પરંતુ તે પાચન માટેની દવા છે. જે શરીરને અંદરથી સાફ કરે છે. તેનું સેવન પેટના ઇન્ફેક્શનને સુધારવાનું કામ કરે છે. ઠંડી લાગે તો આદુ અને લસણને મિક્સ કરીને ખાવાથી પણ રાહત મળે છે.
ધાણાજીરું
ધાણામાં રહેલા એન્ટિસેપ્ટિક ગુણના લીધે ખીલ, કાળા ધબ્બા, સોજો આવવો અને લાલ ચકામાં જેવી તકલીફો દૂર થાય છે. આ સિવાય કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે, ડાયાબિટીસ અને બ્લ્ડપ્રેશરને કંટ્રોલ કરવા માટે પણ ધાણાજીરું ખુબ જ ફાયદાકારક નીવડે છે. જયારે જીરું પણ પાચન સંબંધિત અનેક પ્રશ્નોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
આ પણ વાંચો :