Health Tips : ફક્ત લસણ જ નહીં તેની છાલમાં પણ રહેલા છે આ ફાયદા
રસોડામાં લસણનો ઉપયોગ દરેક કોઈ કરે છે. સ્વાદ વધારવા લસણ મહત્વની ભૂમિકા ભજવે છે. પણ લસણનો ઉપયોગ કર્યા પછી આપણે તેની છાલ કચરાપેટીમાં ફેંકી દેતા હોઈએ છે. પણ આજે અમે તમને બતાવીશું લસણની છાલના ફાયદા. જે વાંચીને હવે તમે પણ લસણની છાલ ફેંકતા પહેલા બે વાર વિચાર કરશો.
રસોડામાં આપણે સૌ રસોઈનો સ્વાદ વધારવા માટે લસણનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ફક્ત લસણ જ નહીં તેની છાલ (ફોતરા) પણ તેટલી જ ફાયદાકારક છે. લસણના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. જે રસોઈનો સ્વાદ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણની છાલ પણ ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. હા, લસણની છાલ જે આપણે બધા કચરાપેટીમાં ફેંકીએ છીએ, તેમાં એન્ટી-બેક્ટેરિયલ, વાયરલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે. લસણની જેમ, તેની છાલ પણ સુંદરતા માટે અને અન્ય સ્વાસ્થ્ય સંબધી સમસ્યાઓને દૂર કરવા મહત્વનો ભાગ છે. તો ચાલો લસણની છાલના ફાયદાઓ જોઈએ.
પગનો સોજો મટાડે છે: સોજો ઘટાડવા માટે લસણની છાલ ફાયદાકારક છે. આ માટે તમારે લસણની છાલને પાણીમાં ઉકાળવાની જરૂર છે.પાણી ગરમ થયા પછી, તમારા પગને થોડીવાર આ પાણીમાં ડુબાડો અને થોડી વાર બેસો. આ પગનો સોજો ઘટાડે છે.
શરદીનો ઈલાજ: લસણની છાલ તમને ઠંડીથી બચાવવામાં મદદ કરી શકે છે. આ માટે તમે પાણી લસણની છાલ ઉકાળો. તે પછી, આ પાણી પીવાથી તમારી શરદી અને ખાંસી દૂર થશે.
ત્વચાની ખંજવાળ માટે ઘરેલું ઉપાય: તમે ત્વચાની ખંજવાળ ઘટાડવા માટે લસણની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે લસણની છાલને પાણીમાં ઉકાળો અને આ પાણીને ખંજવાળવાળા વિસ્તારમાં લગાવો.
વાળની સુંદરતા માટે : લસણની છાલ ઉકાળીને ઠંડા પાણીથી વાળ ધોવાથી વાળનું સ્વાસ્થ્ય સુધરશે. તે વાળ ખરવાનું અને વાળની બીજી સમસ્યાઓ પણ ઘટાડે છે.
કુદરતી ખાતર: લસણની છાલનો ઉપયોગ છોડ માટે કુદરતી ખાતર તરીકે પણ થઈ શકે છે. તેમાં રહેલા પોષક તત્વો જમીનને સમૃદ્ધ બનાવે છે. તે છોડને સ્વસ્થ રાખવામાં ખાસ ભૂમિકા ભજવે છે.
ખોરાકનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરો: કેટલાક ખોરાકમાં લસણની છાલનો ઉપયોગ કરવાથી સ્વાદ પણ સુધરે છે. આ ઉપરાંત, ખોરાકનું પોષણ વધારે છે. અગત્યનું, જો તમે સૂપ, સ્ટોક અને શાકભાજીમાં લસણની છાલનો ઉપયોગ કરો છો, તો ખોરાકનો સ્વાદ સુધરશે.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
આ પણ વાંચો :