Health Wealth : શું તમે વારંવાર ચાની ચુસકી લઈ રહ્યા છો? જાણો કેટલી ફાયદાકારક છે કે નુકસાનકારક-Watch Video
મોટાભાગે લોકોના દિવસની શરૂઆત ચા પીને પછી થાય છે. તો અમુક લોકોને તો બેડ પર સીધી જ ચા જોઈતી હોય છે. ચાને ભારતમાં પીવામાં આવતા સૌથી પ્રિય પીણાંમાંનું એક ગણવામાં આવે છે. જ્યારે કોઈને મળવું હોય અથવા એક-બે મિનિટ સાથે વિતાવવી હોય, કે કોઈ ટોપિક પર ચર્ચા કરવી હોય તો ચા મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ભારતમાં આ ચાને એનર્જી ડ્રિંક તરીકે જોવામાં આવે છે. કારણ કે જ્યારે આપણે થોડો થાક અનુભવીએ છીએ તો સ્ફુર્તી મેળવવા માટે આપણને આ ચા યાદ આવે છે. પરંતુ ચા વિશે અલગ-અલગ લોકોના વિચારો અલગ-અલગ હોય છે, કેટલાક માને છે કે ચા આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે તો લોકો એવું પણ માને છે કે માત્ર ચાને યાદ કરવાથી જ તે આનંદમાં આવી જાય છે. તેથી તેમના માટે ચા છોડવી અશક્ય છે અથવા તો પડકાર જનક લાગે છે. લોકોને રાહત આપવામાં આવે અને મોર્ડન સાયન્સનું માનીએ તો ચા એ ફાયદાકારક છે.
દિવસમાં લગભગ 4 કપ સુધી ચા પીવાથી કોઈ નુકસાન નથી થતું. માનવામાં આવે છે કે ચામાં હાજર રહેલું કેફિન મગજમાંથી તણાવને દૂર કરે છે અને બોડીને રિલેક્ષ ફિલ કરાવે છે. આટલું જ નહીં એવું પણ માનવામાં આવે છે કે ચા કેન્સરથી પણ બચાવે છે. ચામાં રહેલું તત્વ કેન્સરના કિટાણુંઓ સામે લડે છે અને તેને ફેલાવા દેતું નથી.
અહીં વીડિયો જુઓ……..
(Credit Source : Tv9 Bharthvarsh)
ગ્રીન ટી પીવી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે શરીરને ડિટોક્સ કરે છે. પણ ચાને કેન્સરનો ઉપાય માનવામાં આવતો નથી. એટલા માટે વધારે સારવાર અને ડોક્ટરની જરૂરીયાત હોય છે. સાથે એવું પણ માનવામાં આવે છે કે ચાને હૃદય માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. સંતુલિત માત્રામાં બ્લેક કે ગ્રીન ટી પીવી એ સ્વસ્થ્ય માટે ફાયદાકારક છે. ચા પીતા લોકોમાં કોલેસ્ટ્રોલ પણ ઓછું રહે છે. જેથી શરીરને હૃદય રોગોથી બચાવવા માટે મદદ મળે છે. રુમેટાઈડ અર્થરાઈટિસના દર્દીઓ માટે ચા ફાયદાકારક છે. માથાના દુખાવા માટે ચાને સારી માનવામાં આવે છે. કેમ કે તેમાં કેફિન નામનું તત્વ આવેલું હોય છે. ચા ત્વચાને વૃદ્ધ થતી અટકાવે છે.
ચા ના નુકસાન
વધારે ચા પીવાથી પણ નુકસાન થઈ શકે છે. કેમ કે ચામાં કેફિન અને ટેનિન નામના પદાર્થો જોવા મળે છે. જેને વધારે માત્રમાં લેવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેફિન એક ધીમું ડ્રગ છે. જે વ્યક્તિને તરત જ એનર્જી આપે છે અને અચાનક જ ક્રેક કરી દે છે. સવારે ઉઠીને ચા પીવાની આદત તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. મોર્ડન સાયન્સ માટે ચાનો ફાયદો તો જ થાય છે જ્યારે ખાવાના 30 મિનિટ પછી પીવામાં આવે તો. તેમજ સાંજે 5 વાગ્યા પછી ચાને પીવાનું ટાળવું જોઈએ. નહીતર તે રાતની નીંદરમાં બાધારૂપ બને છે.
આ પણ વાંચો : Health Wealth: તમે Belly Fatથી પરેશાન છો, Turmeric Teaથી પેટની ઘટાડો ચરબી-Watch Video
(Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો