AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આ જ બાકી હતું ! અદાણી CNGના ભાવમાં ઝીંકાયો રૂ. 2.24નો વધારો, નવો ભાવ રૂ. 86ને પાર જુઓ Video

અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.24નો વધારો થતાં નવો ભાવ ₹86.1 પર પહોંચ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં કુલ ₹3.5નો વધારો થયો છે. આ ભાવ વધારો આજથી અમલી બન્યો છે, જે સ્કૂલવાન અને રિક્ષાચાલકો સહિત CNG વાહનચાલકો પર સીધો બોજ નાખશે.

Breaking News : આ જ બાકી હતું ! અદાણી CNGના ભાવમાં ઝીંકાયો રૂ. 2.24નો વધારો, નવો ભાવ રૂ. 86ને પાર જુઓ Video
adani cng price hike new rate crosses 86 rs
| Updated on: May 16, 2026 | 10:04 AM
Share

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના લોકો માટે ફરી એકવાર મોંઘવારીના સમાચાર સામે આવ્યા છે. અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.24નો વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા બાદ હવે CNGનો ભાવ ₹86.1 પ્રતિ કિલો થયો છે. આ નવો ભાવ આજથી જ અમલમાં આવ્યો છે, જેના કારણે CNG વાહનચાલકો પર સીધી અસર જોવા મળશે. ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ વધારો આર્થિક બોજ વધારનાર સાબિત થશે.

અદાણી CNGના ભાવમાં સતત વધારો

માહિતી મુજબ છેલ્લા થોડા સમયથી અદાણી CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પહેલા 4 એપ્રિલે પણ પ્રતિ કિલો ₹1.5નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે છેલ્લા દોઢ મહિનામાં કુલ મળીને અંદાજે ₹3.5 જેટલો વધારો નોંધાયો છે. સતત વધી રહેલા ભાવોને કારણે વાહનચાલકોમાં ચિંતા વધી રહી છે. ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચથી બચવા માટે CNG વાહનો તરફ વળ્યા હતા, પરંતુ હવે CNG પણ મોંઘી બનતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં વધારો

સરકારી કંપનીઓ દ્વારા અગાઉ પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે અદાણીએ તરત ભાવ વધાર્યો નહોતો. પરંતુ સરકારના નિર્ણય બાદ મોડી રાત્રે અદાણી દ્વારા પણ પ્રતિ કિલો ₹2.24નો વધારો જાહેર કરવામાં આવ્યો. આ વધારાને કારણે ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર અને બાલાસિનોર જેવા વિસ્તારોમાં વધુ અસર જોવા મળશે, કારણ કે આ વિસ્તારોમાં અદાણીના CNG પંપનું નેટવર્ક સૌથી વધુ છે.

દૈનિક ખર્ચમાં વધારો થશે

અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો CNG વાહનોનો ઉપયોગ કરે છે. રિક્ષાચાલકો, સ્કૂલવાન ચાલકો, કેબ ડ્રાઇવરો તેમજ રોજિંદા નોકરી-ધંધા માટે મુસાફરી કરતા લોકો માટે હવે દૈનિક ખર્ચમાં વધારો થશે. એક તરફ વાહનચાલકોને ઇંધણના વધતા ભાવનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ પરિવહન ખર્ચ વધવાથી સામાન્ય જીવન પર પણ તેની અસર પડી શકે છે.

પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ CNGને અત્યાર સુધી સસ્તો અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ માનવામાં આવતો હતો. પરંતુ સતત વધી રહેલા ભાવોને કારણે હવે લોકોમાં અસંતોષ ફેલાઈ રહ્યો છે. આગામી સમયમાં ફરી ભાવ વધારો થશે કે નહીં તે અંગે પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલના વિદેશી નફા પર લાગશે લગામ, ડીઝલ અને જેટ ફ્યુઅલ પર મોટી રાહત આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
g clip-path="url(#clip0_868_265)">