AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News : અમદાવાદમાં હાઇટેક ચોરી : AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી! જુઓ Video

Ahmedabad Breaking News : અમદાવાદમાં હાઇટેક ચોરી : AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2026 | 1:51 PM
Share

વાસણા વિસ્તારમાં ચોર ટોળકીનો અનોખો પ્રકાર સામે આવ્યો છે. ક્રેન સહિત સાધનો સાથે આ ટોળકી કોપર વાયરની ચોરી કરે છે. દ્રશ્યો જોતાં તો લાગે કે સરકારી વિભાગની ટીમની કામગિરી ચાલી રહી હોય.

વાસણા વિસ્તારમાં ચોર ટોળકીનો અનોખો પ્રકાર સામે આવ્યો છે. ક્રેન સહિત સાધનો સાથે આ ટોળકી કોપર વાયરની ચોરી કરે છે. દ્રશ્યો જોતાં તો લાગે કે સરકારી વિભાગની ટીમની કામગિરી ચાલી રહી હોય.

જીબી શાહ કોલેજ પાસે જાહેર રસ્તા પર કોપર વાયરની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. AMC કર્મીની ખોટી ઓળખ આપનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. AMCનાં જેકેટ પહેરીને ક્રેન લાવીને BSNL ડંક ખોલી કોપર વાયરની ચોરી કરવાની ઘટના સામે આવી છે. કોઈને શંકા ન જાય માટે AMC વાળા રેડિયમ જેકેટ પહેરી રોડ પર ટ્રાફિક મેનેજ કરાવતા જોવા મળ્યા. રોડ પર ખુલ્લામાં જ BSNL ડક તોડીને કોપર વાયરની ચોરી કરવા લાગ્યા.

7 લાખના કોપરની ચોરી

લગભગ 7 લાખના કોપરની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. BSNL કોપર વાયરની ચોરી કરતી હાઇટેક ગેંગ ઝડપાઈ છે. વાસણા પોલીસે આ ગેંગને રંગે હાથ ઝડપીને ચાર આરોપી ધરપકડ કરી છે. 8થી વધુ લોકોની ટોળકી દ્વારા કોપરની વાયરની ચોરી કરતા હતા. વાસણા પોલીસે રવિકાંત શર્મા , વિષ્ણુ યાદવ, જાતેષ યાદવ અને રાહુલ ભરવાડને પકડી પાડ્યા છે. પોલીસે આ ટોળકીમાં અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, આ વર્ષે ફરી સંપૂર્ણ ભરાવાની શક્યતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">