AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, આ વર્ષે ફરી સંપૂર્ણ ભરાવાની શક્યતા

નર્મદા ડેમનું પાણી કેનાલના માધ્યમથી કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે સરદાર સરોવર ડેમ દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સંપૂર્ણ ભરાતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે પાણીની આવક અને જળસપાટીમાં થઈ રહેલા સતત વધારાને જોતા ઓગસ્ટ મહિનામાં જ ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતા જોવા મળી રહી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, આ વર્ષે ફરી સંપૂર્ણ ભરાવાની શક્યતા
| Updated on: Aug 16, 2026 | 12:20 PM
Share

ગુજરાતમાં વરસેલા વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીની આવકને પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી ડેમમાં હાલ 16,372 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે નર્મદા ડેમની જળસપાટી 134.94 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, એટલે હવે મહત્તમ જળ સપાટી સુધી પહોંચવામાં માત્ર 3.74 મીટર બાકી છે.

છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં આશરે 25 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. હાલ સરદાર સરોવર ડેમ લગભગ 89 ટકા ભરાઈ ગયો છે અને ડેમમાં 7,890.90 MCM (મિલિયન ક્યુબિક મીટર) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

નર્મદા ડેમનું પાણી કેનાલના માધ્યમથી કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે સરદાર સરોવર ડેમ દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સંપૂર્ણ ભરાતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે પાણીની આવક અને જળસપાટીમાં થઈ રહેલા સતત વધારાને જોતા ઓગસ્ટ મહિનામાં જ ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતા જોવા મળી રહી છે.

2024માં 20 ઓગસ્ટે ખોલાયા હતા ડેમના દરવાજા

સામાન્ય રીતે નર્મદા ડેમની સપાટી મહત્તમ સપાટી નજીક પહોંચ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવે છે. જોકે, 20 ઓગસ્ટ 2024ના રોજ નર્મદા ડેમની સપાટી 135 મીટર પર પહોંચી હતી, ત્યારે ડેમના પાંચ દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ દરમિયાન ડેમના ટર્બાઇન પણ શરૂ કરવામાં આવ્યા હતા.

વીજ ઉત્પાદનથી ત્રણ રાજ્યોને લાભ

સરદાર સરોવર ડેમ ખાતે રિવર બેડ પાવર હાઉસ (RBPH)માં 200 મેગાવોટ ક્ષમતાના છ ટર્બાઇન, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ (CHPH)માં 50 મેગાવોટ ક્ષમતાના પાંચ ટર્બાઇન આવેલા છે. ટર્બાઇન શરૂ થતાં વીજ ઉત્પાદન થાય છે અને તેનો લાભ ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશને મળે છે.

વીજળીના ફાળવણીના પ્રમાણ મુજબ મધ્યપ્રદેશને 57 ટકા, મહારાષ્ટ્રને 27 ટકા અને ગુજરાતને 16 ટકા વીજળી મળે છે.  નર્મદા ડેમ પર કુલ 30 દરવાજા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી પાણી છોડવા માટે 23 દરવાજા ખોલવામાં આવે છે.

હાલ ડેમની સપાટી 134.94 મીટર સુધી પહોંચી ગઈ હોવાથી આગામી દિવસોમાં ઉપરવાસમાંથી પાણીની આવક અને જળસપાટીમાં થતો વધારો મહત્વનો રહેશે. જો પાણીની આવકનો પ્રવાહ યથાવત્ રહ્યો તો આ વર્ષે નર્મદા ડેમ ઓગસ્ટમાં જ મહત્તમ સપાટીની નજીક અથવા સંપૂર્ણ સપાટી સુધી પહોંચે તેવી શક્યતા છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે CM ભૂપેન્દ્ર પટેલ, પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">