Breaking News : જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, ખેડૂતો થયા ભયભીત, જુઓ-Video
વીડિયોમાં બે સિંહ મગફળીના ખેતરમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. ખેતરમાં સિંહોની હાજરીને કારણે આસપાસના વિસ્તારમાં ચર્ચા જોવા મળી રહી છે. ખેડૂતો અને સ્થાનિકોમાં પણ સિંહોની અવરજવરને લઈને ચિંતા જોવા મળી રહી છે.
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ખેડૂતો અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સીમ વિસ્તારમાં સિંહના આંટાફેરા કરતા હોવાના સમાચાર સામે આવતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગરમાં સિંહ દેખાતા ફફડાટ
હડમતીયા ગામની સીમમાં બાવળની ઝાડી વચ્ચેથી સિંહ પસાર થતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. સિંહની લટારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખેતર વિસ્તારમાં સિંહની હાજરીથી ખેડૂતોમાં ચિંતા વધી છે.
સિંહ દેખાયા બાદ ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણીઓએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સતર્ક બની છે. વન વિભાગ દ્વારા સિંહના સગડ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સિંહની અવરજવર અંગે વધુ માહિતી મેળવવા માટે વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે.
ગીર સોમનાથમાં પણ ખેતરમાં લટાર મારવા આવ્યા સિંહ
બીજી તરફ, ગીર સોમનાથના ઉના નજીક તપોવન વિસ્તારમાં મગફળીના ખેતરમાં બે સિંહ લટાર મારતા જોવા મળ્યા હતા. ખેતરમાં ડાલામથ્થા આંટાફેરા કરતા હોવાનો વીડિયો કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ખેડૂતો થયા ભયભીત
વીડિયોમાં બે સિંહ મગફળીના ખેતરમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. ખેતરમાં સિંહોની હાજરીને કારણે આસપાસના વિસ્તારમાં ચર્ચા જોવા મળી રહી છે. ખેડૂતો અને સ્થાનિકોમાં પણ સિંહોની અવરજવરને લઈને ચિંતા જોવા મળી રહી છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે CM ભૂપેન્દ્ર પટેલ, પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

