Vadodara: મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં સમા ખાતે યોગ દિવસની ઉજવણી, સૌથી મોટી રંગોળી પણ બનાવાઈ

|

Jun 21, 2022 | 9:02 AM

વડોદરા (Vadodara) શહેરમાં રાજ્યના મહેસુલ વિભાગના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની (Rajendra Trivedi) ઉપસ્થિતિમાં સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં વિશાળ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

Vadodara: મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં સમા ખાતે યોગ દિવસની ઉજવણી, સૌથી મોટી રંગોળી પણ બનાવાઈ
વડોદરામાં યોગ કાર્યક્રમ યોજાયો

Follow us on

આજે વિશ્વ યોગ દિવસ (World Yoga Day) છે. ત્યારે દેશભરમાં વિવિધ સ્થળે યોગ કાર્યક્રમોનું આયોજન કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં (Gujarat) પણ યોગ દિવસ નિમિત્તે મોટો શહેરોમાં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. વડોદરામાં (Vadodara) અનેક સ્થળોએ યોગ સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વડોદરા શહેરમાં રાજ્યના મહેસુલ વિભાગના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં વિશાળ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઇને યોગ કર્યા હતા. સાંસદ રંજન બેન ભટ્ટ, મેયર કેયુર રોકડીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ, મ્યુનિસિપલ કમિશનરર શાલિની અગ્રવાલ, પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ડેપ્યુટી મેયર નંદા બેન જોષી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા
Triphala: ત્રિફળા ક્યા સમયે ખાવી જોઈએ?
Tomato Soup : દરરોજ ટમેટાનું સૂપ પીવાથી શું ફાયદો થાય છે?
ઘરમાં કે ઘરની બહાર લીમડો ઉગવો શુભ કે અશુભ? આટલું જાણી લેજો
પ્લેનના પાઇલટને કેવી રીતે ખબર પડે છે કે લેફ્ટ જવું કે રાઈટ?

બીજી તરફ યોગ વડોદરાની ગુજરાત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓમાં યોગ દિવસનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યોગ દિવસ નિમિત્તે સહજ રંગોલી ગ્રુપ દ્વારા વડોદરાની ગુજરાત પબ્લિક સ્કૂલમાં 40 બાય 40 ફૂટની રંગોળી બનાવવામાં આવી છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

વડોદરાના જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રતાપ નગરમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ભાગ લેશે. બીજી તરફ શહેર જિલ્લામાં અનેક સ્થળોએ યોગ સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. વડોદરા શહેરમાં કમાટી બાગ, પોલો ગ્રાઉન્ડ અને MS યુનિવર્સિટીમાં પણ યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જિલ્લામાં દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ, સાથો સાથ શાળાઓ, કોલેજો,તમામ આઈ. ટી.આઈ યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો, જેલ તથા જાહેર સ્થળોએ યોગા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

Published On - 8:38 am, Tue, 21 June 22