ઝઘડિયાની દુષ્કર્મ પીડિતા બાળકીની ઝારખંડમાં થશે અંતિમવિધિ, પરિવાર મૃતદેહ લઈ વતન જવા રવાના

|

Dec 24, 2024 | 1:20 PM

ભરૂચના ઝઘડિયામાં 16મી ડિસેમ્બરે 10 વર્ષની બાળકી સાથે થયેલા બર્બરતાપૂર્ણ દુષ્કર્મ બાદ 8 દિવસની સારવારને અંતે બાળકીનું મોત થયુ છે. દુષ્કર્મ કરનાર દાનવે બાળકીને એટલી હદે પીંખી નાખી હતી કે તે 8 દિવસ સુધી જિંદગી અને મોત સામે ઝઝુમતી રહી. નરાધમ રાક્ષસે બાળકી સાથે પાશવીપણાની તમામ હદો પાર કરી નાખી હતી. તેના પ્રાઈવેટ પાર્ટમાં મેટલનો સળિયો ઘુસાડી દેતા તેના આંતરડા ફાંટી ગયા હતા. પેટમાં ઈન્ફેક્શન થઈ ગયુ હતુ. જે બે સર્જરી બાદ પણ તબીબો દૂર કરી શક્યા ન હતા અને આખરે બાળકી મોત સામે હાર ગઈ

ઝઘડિયાની દુષ્કર્મ પીડિતા બાળકીની ઝારખંડમાં થશે અંતિમવિધિ, પરિવાર મૃતદેહ લઈ વતન જવા રવાના

Follow us on

16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થઈ ગયું છે. પીડિતાને આજે બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ICUમાં હતી દાખલ હતી.

પીડિતાને બપોરે 2 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યાર બાદ સાંજે 5.15 વાગ્યે ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. પરિણામે બાળકીએ 6.15 વાગે દમ તોડી દીધો.

દુષ્કર્મ પીડિત બાળકીના મોત બાદ માતા-પિતા ક્યાંય પણ નજર નથી પડી રહ્યા. હાલમાં આ મામલે બાળકીના પિતા સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રૂમ આગળ કોઈપણ પરિવારજન દેખાતું નથી. બીજી તરફ મળેલી માહિતી મુજબ બાળકીનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. પેનલ પીએમ બાદ મૃતદેહ બાળકીના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવાર મૃતદેહ લઈ મોડી રાત્રે વતન જવા રવાના થયો હતો.  બાળકીની અંતિમ વિધિ વતનમાં જ કરવામાં આવશે,

Plant In Pot : મોગરાનો છોડ ઘરે ઉગાડવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 26-03-2025
ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!

હેવાન વિજય પાસવાને બાળકી પર એટલી હદે ક્રૂરતા આચરી હતી કે ભરૂચની હોસ્પિટલમાં બાળકીની એકવાર તો સર્જરી કરવામાં આવી હતી, પરંતુ એ સક્સેસ ન જતાં વડોદરાની હોસ્પિટલમાં તેની ફરી સર્જરી કરવી પડી હતી. તેમ છતાં હાલ બાળકીની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. આ બાળકીને ફરી બાળરોગ વિભાગમાં આવેલા પીઆઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેના બે DNA સેમ્પલ લેવામાં આવ્યાં હતા.

પીડિતાના મોઢા, પેટ અને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પેટના ભાગે ઈજાઓને લઈ ભરૂચમાં સર્જરી કરવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ એ જ સર્જરી ફરી (19 ડિસેમ્બર) સયાજી હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં કરવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ ગંભીર હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:12 pm, Tue, 24 December 24