Teacher’s Day Special: GPSC પાસ ગુરૂનો શિષ્ય UPSC પાસ કરી આજે ઈન્કમટેક્ષમાં ડેપ્યુટી કમિશ્નર છે

Teacher's Day Special: ખેડાના એસ.પી. બન્યા પછી પણ રાજેશ ગઢિયા વિદ્યાર્થીઓની ક્વેરી વોટ્સએપ ગ્રુપ દ્વારા સોલ્વ કરે છે. ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે બૂક્સ પણ નિઃશુલ્ક આપે છે, તેમના માર્ગદર્શન હેઠળ પાસ થઈને સેંકડો વિદ્યાર્થીઓ પોલીસ, મહેસૂલ સહિત અલગ અલગ વિભાગમાં સારી પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે.

Teacher's Day Special: GPSC પાસ ગુરૂનો શિષ્ય UPSC પાસ કરી આજે ઈન્કમટેક્ષમાં ડેપ્યુટી કમિશ્નર છે
રાજેશ ગઢિયા
Follow Us:
Mihir Bhatt
| Edited By: | Updated on: Sep 05, 2022 | 5:46 PM

શિક્ષક દિને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરીએ તો મહાન આચાર્ય ચાણક્યના એ વાક્યને પણ યાદ કરવું જ પડે જેમાં તેમણે કહ્યું હતુ કે, “शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण दोनों उसकी गोदी में खेलते हैं।” શિક્ષક દિને શિક્ષકો માટે આજે ઘણુ લખાશે-બોલાશે અને યાદ પણ કરાશે. જો કે, વાત અહીંયા એક એવા શિક્ષક, એવા ગુરૂની છે જેમણે પોતાનો વિદ્યાર્થી પોતાનાથી પણ મોટી પરીક્ષા પાસ કરે અને પોતાનાથી પણ મોટુ પદગ્રહણ કરે એવી સત્વભાવનાથી તેને માર્ગદર્શન આપ્યુ અને વિદ્યાર્થીની સાથે પોતાનું પણ સપનું સાકાર કર્યું.

વાત ખેડા(Kheda)ના એસ.પી. (SP) રાજેશ ગઢિયાની છે. મૂળ સુરેન્દ્રનગરના હિરાપુર ગામના ખેડૂત પુત્ર રાજેશ ગઢિયા જિલ્લાની એક શાળામાં શિક્ષક હતા. રાજેશ ગઢિયા ધોરણ 11 અને 12માં સાયન્સમાં ભણાવતા હતા. જો કે, શિક્ષક(Teacher) તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે પોતાને પણ આગળ ભણવાની અને પરીક્ષા આપવાની સતત ઈચ્છા થતી. તેમણે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અનેક પુસ્તકો વાંચી નાંખ્યા હતા.

આ દરમિયાન પી.એસ.આઈ.ની પરીક્ષા આવી. તેમણે પહેલાં જ ટ્રાયલે પરીક્ષા પાસ કરી નાંખી અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર બની ગયા. પી.એસ.આઈ. બની અમદાવાદ જિલ્લા જેવા સંવેદનશીલ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં તેમનું પોસ્ટિંગ થયુ. સતત દોડધામ અને અમદાવાદ શહેર અને જિલ્લાના ગુનેગારો સાથે લમણા લેતા રહ્યાં. છતાં તેમનામાં આગળ ભણવાની ભૂખ યથાવત રહી.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

તે શિક્ષક હતા ત્યારે આપેલી પોલીસની પરીક્ષા જેવી નવરાશ હવે તેમની જિંદગીમાં નહોતી. પરિવાર ઉપરાંત પોલીસની નોકરી વચ્ચે ફરી તેમણે જીપીએસસીની પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. રાજેશ ગઢિયા આ વખતે પણ પ્રથમ પ્રયાસે પાસ થઈ ગયા અને એક શિક્ષકમાંથી પીએસઆઈ અને હવે સિધા ડિવાય એસ.પી. બની ગયા.

રાજેશ ગઢિયા જ્યારે શિક્ષક હતા ત્યારે તેમના ક્લાસમાં કેતન ગજ્જર નામનો એક સામાન્ય પરિવારમાંથી આવતો વિદ્યાર્થી હતો. ગઢિયા પી.એસ.આઈ. બની ગયા ત્યારે એક દિવસ કેતનનો તેમના પર ફોન આવ્યો અને કહ્યું કે, સાહેબ મારે પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી છે. આ સમયે કેતનને 12 સાયન્સનો અભ્યાસ ચાલુ હતો. ગઢિયાને તેમના જૂના વિદ્યાર્થીમાં એ તરવરાટ દેખાયો, તેમણે સલાહ આપી કે પહેલાં તું 12મું પાસ કરી લે પછી તૈયારીઓ શરૂ કરીશું. કેતન 12 સાયન્સ સારા માર્ક્સથી પાસ થઈ ગયો. આ બાજુ પી.એસ.આઈ. રાજેશ ગઢિયા જીપીએસસીની તૈયારીઓમાં હતા. તેમણે પોતાની સાથે પોતાના જૂના શિષ્યને પણ માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. ગઢિયા પરીક્ષા પાસ કરીને ડિવાય એસ.પી. બની ગયા.

રાજેશ ગઢિયાએ પોતાની GPSCની તૈયારી દરમિયાન જ વિદ્યાર્થીને UPSC માટે તૈયાર કર્યો

એ દિવસોમાં રાજેશ ગઢિયા બારડોલીમાં ડિવાય એસ.પી. તરીકે પોસ્ટેડ હતા. તેમના ધ્યાનમાં આવ્યું કે, જી.પી.એસ.સી.ની પરીક્ષા પહેલા યુ.પી.એસ.સી.ની પરીક્ષા આવી રહી છે. તેમણે કેતનને ફોન કર્યો અને કહ્યું, તું યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપવાની તૈયારી કરી લે. કેતન માટે આ વાત અસામાન્ય હતી, પણ સામે તેના શિક્ષકેય ક્યાં સામાન્ય હતા..! તેમણે કેતનને હિંમત આપી કે, તું મહેનત કર, હું મદદ કરીશ. ગુરૂ-શિષ્યની કસોટી જાણે શરૂ થઈ. જી.પી.એસ.સી. માટે તૈયારી કરી રહેલા કેતને યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપી દીધી.

પરીણામનો દિવસ આવ્યો. ગઢિયા પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યાં તેમનો મોબાઇલમાં રીંગ વાગી. સ્ક્રિન પર નામ હતુ કેતન ગજ્જર. ફોનમાં નામ વાંચતા જ તેમના મોઢા પર સ્માઇલ આવી ગઈ અને કેતન પાસ થયો જ હશે તેવા આત્મવિશ્વાસ સાથે ફોન ઉપાડ્યો. તેમનો આત્મવિશ્વાસ સાચો ઠર્યો અને અપેક્ષા પ્રમાણે જ કેતને પોતાના પાસ થયાની વાત કરી. એક જી.પી.એસ.સી. પાસ ગુરૂએ શિષ્યને યુ.પી.એસ.સી. પાસ કરાવી દીધી. આજે કેતન ગજ્જર ઈન્કમટેક્ષ વિભાગમાં ડે.કમિશ્નર છે.

રાજેશ ગઢિયા પણ હવે આઈ.પી.એસ. બની ગયા છે અને ખેડામાં એસ.પી. તરીકે ફરજ બજાવે છે. જો કે, શિક્ષક તરીકેની અલગ સેવા યજ્ઞ આજે પણ યથાવત છે. તેમને ફાઈનાન્સિયલ મદદ યુવા અનસ્ટોપેબલ નામની એન.જી.ઓ. કરે છે. જેનાથી ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો પુરી પાડવામાં આવે છે. રાજેશ ગઢિયાનું કહેવું છે કે, તેમણે અત્યાર સુધીમાં 900થી વધુ ગરીબ અને મિડલ ક્લાસના વિદ્યાર્થીઓને કોચીંગ પુરૂ પાડ્યું છે. જેમાંથી અનેક વિદ્યાર્થીઓ આજે પોલીસ અને મહેસુલ વિભાગમાં સારી પોસ્ટ પર કામ કરી રહ્યાં છે. રાજેશ ગઢિયાની એક ઓનલાઈન કોચીંગ ચલાવતી ટીમ પણ સતત કાર્યરત છે જે વિના મૂલ્યે વિધ્યાર્થીઓને કોચીંગ પુરૂ પાડે છે.

શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ પણ આવા 100 વિદ્યાર્થીઓ બ્રહ્માકુમારીમાં એકઠા થયા હતા. રાજેશ ગઢિયાએ તેમને નિઃશુલ્ક પુસ્તકો પણ આપ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">