Dahod: દાહોદથી લીમખેડા તરફના હાઈવે પર લૂંટ, હાઈવે પર લૂંટારૂઓ બેફામ બનતા વાહનચાલકોમાં ભય
દાહોદથી લીમખેડા તરફના હાઈવે પર લૂંટ થયાની ઘટના સામે આવી હતી. હાઈવે પર કારના ટાયરમાં પંચર પાડીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લૂંટીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.
Dahod: દાહોદથી લીમખેડા તરફના હાઈવે પર લૂંટ થયાની ઘટના સામે આવી હતી. હાઈવે પર કારના ટાયરમાં પંચર પાડીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લૂંટીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. થોડા દિવસ અગાઉ પણ અહીં કારના કાચ તોડીને લૂંટ ચલાવાઈ હતી. હાઈવે પર લૂંટારૂઓ બેફામ બનતા વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાઈવે પર તંબૂ ચોકી ફરી શરૂ કરવાની માગ ઉઠી છે.
અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કેસમાં લીમખેડા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
દાહોદમાં બાળકી અને દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે દોષિતને ફાંસીના સજાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લીમખેડા કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારતા દાખલારૂપ કાર્યવાહી કરી છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2018માં રણધીકપુર પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો હતો. જેમા અઢી વર્ષની બાળકીનું ખુદ તેના કાકાએ જ અપહરણ કરી સુમસામ જગ્યાએ લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. આ કેસમાં કોર્ટે કલમ 376 હેઠળ 10 વર્ષની સજા અને 302 તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ફાંસીની સજા ફટકારી છે. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને દીકરીના માતા પિતાને 5 લાખ રૂપિયાની સહાય ચુકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.