Surat : શેરી ગરબા વચ્ચેની પસાર થનારને ટોક્યા તો બે સગા ભાઈઓની હત્યા કરી નાંખી,3 લોકોની અટકાયત કરાઈ

Surat : સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ડબલ મર્ડર(Double Murder)ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે, બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી, આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે, રાતે નવરાત્રી(Navratri 2023) દરમ્યાન ઝઘડો થયા બાદ બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.

Surat : શેરી ગરબા વચ્ચેની પસાર થનારને ટોક્યા તો બે સગા ભાઈઓની હત્યા કરી નાંખી,3 લોકોની અટકાયત કરાઈ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 23, 2023 | 12:35 PM

Surat : સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ડબલ મર્ડર(Double Murder)ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે, બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી, આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે, રાતે નવરાત્રી(Navratri 2023) દરમ્યાન ઝઘડો થયા બાદ બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના અમરોલી સ્થિત કોસાડ આવાસમાં રહેતા સુખલાલ કિશનભાઈ પીંપળે પરિવાર સાથે રહે  છે.સુખલાલ પીંપળેએ એક ઘટનામાં પોતાના બે દીકરા ગુમાવ્યા છે. સુખલાલના પુત્ર રાહુલ [ઉ.૨૮] અને પ્રવીણ [ઉ,૨૩] ની કરપીણ હત્યા કરવામાં આવી હતી.ગત  રાતે નવરાત્રી મહોત્સવમાં થયેલા ઝઘડાની રીસ રાખી ૩ થી ૪ ઈસમોએ બંને ભાઈઓને ચપ્પુના ઘા ઝીક્યા હતા.

આ પણ વાંચો : Devbhumi Dwarka Video: દ્વારકાની શેરીમાં એક સાથે ત્રણ આખલા બાખડ્યા, ટુ વ્હીલરને પહોંચાડ્યુ નુકસાન

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ગંભીરરીતે ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે હોસ્પિટલના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. ઘટનાની ઉપલબ્ધ માહિતી અનુસાર રાતે નવરાત્રી દરમ્યાન વાહનો પાર્ક કરીને રસ્તો કોર્ડન કરવામાં આવ્યો હતો.૩ થી ૪ ઈસમોએ વાહન હટાવવા બાબતે ઝઘડો કર્યો હતો જેમાં મારામારી થતા બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હોવાનું જણવા મળ્યું છે. આ મામલે પોલીસ દ્વારા ૩ લોકોની અટકાયત કરી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પણ શરુ કર્યો છે.

આ પણ વાંચો : Surat : ગુજરાતમાં Heart Attack થી 24 કલાકમાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, ગરબા રમતા ખૈલયા ઢળી પડવાની ઘટનાઓ સામે આવી

મૃતક ભાઈઓના પિતા સુખલાલભાઈએ જણાવ્યું હતું કે નવરાત્રીને લઈને અમારા મહોલ્લામાં ગરબા ચાલુ હતું જેથી ત્યાં આવવા જવાનો રસ્તો બંધ હતો તે દરમ્યાન ત્યાં ૩ થી ૪ વ્યક્તિઓ આવ્યા હતા અને ત્યાંથી જવાની જીદ પકડી હતી.સુખલાલના પુત્રોએ કહ્યું કે “અહી ગરબો ચાલુ છે હાલમાં અહીંથી જઈ શકાશે નહિ” જેથી તેઓ બોલાચાલી કરી નીકળી ગયા હતા. ઘટનાના અડધો કલાક બાદ તેઓ ફરીથી આવ્યા હતા અને રાહુલ અને પ્રવીણને  છરીના ઘા ઝીકી હત્યા કરી નાંખી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">