AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગુજરાતમાં Heart Attack થી 24 કલાકમાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, ગરબા રમતા ખૈલયા ઢળી પડવાની ઘટનાઓ સામે આવી

Surat : સુરત(Surat)માં વધુ એક મહિલા હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ પામતા 24 કલાકમાં જિલ્લામાં 3 લોકોના મોતની ઘટનાઓએ ચિંતા વધારી છે.ઉલ્લેખનીય છે કે  ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં નવરાત્રિ(Navratri 2023)ની ઉજવણી દરમિયાન ગરબા(Garba) કરતી વખતે ઓછામાં ઓછા 10 લોકોના હાર્ટ એટેક(Heart Attack) સહિતના  કારણોસર મોત થયા છે. પીડિતોમાં કિશોરોથી લઈને આધેડ વયના લોકોનો સમાવેશ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 1:01 PM
Share

Surat : સુરત(Surat)માં વધુ એક મહિલા હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ પામતા 24 કલાકમાં જિલ્લામાં 3 લોકોના મોતની ઘટનાઓએ ચિંતા વધારી છે.ઉલ્લેખનીય છે કે  ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં નવરાત્રિ(Navratri 2023)ની ઉજવણી દરમિયાન ગરબા(Garba) કરતી વખતે ઓછામાં ઓછા 10 લોકોના હાર્ટ એટેક(Heart Attack) સહિતના  કારણોસર મોત થયા છે. પીડિતોમાં કિશોરોથી લઈને આધેડ વયના લોકોનો સમાવેશ થાય છે જેમાં સૌથી નાનો વડોદરાના ડભોઈ  વિસ્તારનો 13 વર્ષનો કિશોર હતો તો જંબુસરમાં પણ એક આધેડનું હૃદય  જવાથી મૃત્યુ નીપજ્યું છે.

અમદાવાદનો યુવાન ગરબે ઘુમતા ઢળી પડ્યો

શુક્રવારે અમદાવાદનો એક 24 વર્ષીય યુવક ગરબા રમતી વખતે અચાનક પડી ગયો હતો. સ્વસ્થ યુવાન મોજ મસ્તી સાથે ઘરે ઘૂમી રહ્યો હતો. ગરબા દરમિયાન અચાનક કોઈપણ સંકેત વિના મૂર્છિત થી પડી ગયો હતો જેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આવી જ રીતે કપડવંજના 17 વર્ષના કિશોર સાથે પણ બન્યું હતું. ગરબા રમતા બાળક મૃત્યુ પામ્યો હતો. આવા એક બે નહીં પણ આંગળીના વેઢે ગણવા પડે તેટલા કિસ્સાઓ નવરાત્રી અને આસપાસના સમયમાં બન્યા છે. હાલના દિવસોમાં રાજ્યમાં આવા  શ્રેણીબદ્ધ કેસ નોંધાયા છે.

આ ઉપરાંત રાજ્યમાં નવરાત્રિના પ્રથમ 7 દિવસોમાં, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે 500 કરતા વધુ અને શ્વાસની તકલીફ માટે વધારાના 600 આસપાસ કૉલ્સ મળ્યા હતા. આ કોલ્સ સાંજે 6 થી 2 વાગ્યાની વચ્ચે રેકોર્ડ કરવામાં આવ્યા હતા જ્યારે સામાન્ય રીતે ગરબાની ઉજવણી થતી હતી.

ગરબા ગ્રાઉન્ડ બહાર તબીબ અને એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ રખાઈ

આ ચિંતાજનક વલણે સરકાર અને ઈવેન્ટ આયોજકો બંનેને પગલાં લેવા માટે પ્રેરિત કર્યા છે. રાજ્ય સરકારે ગરબા સ્થળોની નજીકની તમામ સરકારી હોસ્પિટલો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHCs) ને સતર્ક રખાયા છે. ગરબા ગ્રાઉન્ડ બહાર તબીબ અને એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ રખાઈ રહી છે.

ગરબા આયોજકોને એમ્બ્યુલન્સ માટે કોરિડોર બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે જેથી કટોકટીની સ્થિતિમાં ઝડપથી ઇવેન્ટના સ્થળે પ્રવેશી શકે.

ગરબા આયોજકોએ સ્થળોએ ડોકટરો અને એમ્બ્યુલન્સ ઉભા કરીને સહભાગીઓની સલામતીની ખાતરી કરવા પગલાં લીધાં છે. તેમને તેમના સ્ટાફને CPR તાલીમ આપવા અને સહભાગીઓ માટે પાણીની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ભીડમાં Suffocationના લક્ષણોના કારણે ભયભીત ખેલૈયાઓના કેસમાં વધારો

108 એમ્બ્યુલન્સ સેવાના મેનજર ધવલ પારખે tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જાગૃતિ સાથે લોકો સામાન્ય લક્ષણોમાં પણ તબીબી તપાસ કરાવી લે છે . હાર્ટ એટેકની ઘટનાઓ બાદ ભય પણ વધ્યો છે. નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડમાં Suffocationના લક્ષણોના કારણે ભયભીત ખેલૈયાઓ સ્વસ્થ્યની તપાસ માટે મદદ લેતા હોવાના પણ ઘણાં કિસ્સાઓ સામે આવે છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
g clip-path="url(#clip0_868_265)">