Devbhumi Dwarka Video: દ્વારકાની શેરીમાં એક સાથે ત્રણ આખલા બાખડ્યા, ટુ વ્હીલરને પહોંચાડ્યુ નુકસાન

Devbhumi Dwarka Video: દ્વારકાની શેરીમાં એક સાથે ત્રણ આખલા બાખડ્યા, ટુ વ્હીલરને પહોંચાડ્યુ નુકસાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 7:31 AM

દેવભૂમિ દ્વારકામાં એક સાથે ત્રણ આખલાની લડાઈ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. દ્વારકાની શેરીઓમાં આખલાનો ત્રાસ યથાવત હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. તો 3 આખલા લડાતા પાર્ક કરેલી એક બાઈકને નુકસાન થયુ છે. જો કે ઘટનામાં કોઇ વ્યક્તિને જાનહાની કે ઇજા નહીં. પરંતુ વારંવાર રખડતા ઢોરના ત્રાસથી લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો છે.

Devbhumi Dwarka : રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક સામે આવતો હોય છે. ત્યાં રાજ્યમાં ફરી એક વાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકામાં એક સાથે ત્રણ આખલાની લડાઈ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. દ્વારકાની શેરીઓમાં આખલાનો ત્રાસ યથાવત હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Devbhumi Dwarka Video: ખંભાળિયા પંથકમાં હાર્ટ એટેકથી બે ખેડૂતના મોત, તો Jamnagarમાં હાર્ટ એટેકથી 24 વર્ષીય યુવાનનું મોત

તો 3 આખલા લડાતા પાર્ક કરેલી એક બાઈકને નુકસાન થયુ છે. જો કે ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાની કે ઇજા નહીં. પરંતુ વારંવાર રખડતા ઢોરના ત્રાસથી લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો છે.

તો આ અગાઉ પણ દ્વારકાના ખંભાળિયા પંથકમાં રખડતા આખલાનો ત્રાસ જોવા મળ્યો હતો. ખંભાળીયા પંથકના નવાનાકા વિસ્તારમાં 2 આખલાઓએ આતંક મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આખલાઓ બાખડતા રોડ પર પાર્ક કરેલા ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">