Surat : TRB જવાનોની પ્રશંસનીય કામગીરી, જોથાણ રેલવે ફાટક નજીક મુસાફર ભરેલી રીક્ષા પલટી મારતા લોકોનું રેસ્ક્યુ કર્યું
સુરતમાં(Surat)ટીઆરબી(TRB)જવાનોએ જોથાણ રેલવે ફાટક નજીક મુસાફર ભરેલી રીક્ષા પલટી મારતા લોકોનું રેસ્ક્યુ(Rescue) કરવાની પ્રશંસનીય કામગીરી કરી છે.
સુરતમાં(Surat)ટીઆરબી(TRB)જવાનોએ જોથાણ રેલવે ફાટક નજીક મુસાફર ભરેલી રીક્ષા પલટી મારતા લોકોનું રેસ્ક્યુ(Rescue) કરવાની પ્રશંસનીય કામગીરી કરી છે. જેમાં સુરત અને ઓલપાડને જોડતા સરોલી બ્રિજના કામગીરી ચાલી રહી છે. આ બ્રિજની કામગીરી ચાલી રહી હોવાના કારણે વાહનચાલકોને સુરતથી ઓલપાડ જવું હોય તો જોથાણ ફાટક થઈને ઓલપાડ જવું પડે છે. ત્યારે વાહનચાલકોને સરોલી બ્રિજ બંધ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ જોથાણ રેલવે ફાટક નજીક એક રિક્ષાના અકસ્માતની ઘટના સામે આવી છે. જોથાણ રેલવે ફાટક નજીકથી પસાર થતી એક રીક્ષા એકાએક પલટી મારી ગઈ હતી. જે સમયે રીક્ષા રેલવે ફાટક પાસે પલટી મારવાની ઘટના બની ત્યારે રિક્ષામાં મુસાફરો સવાર હતા.
આ અકસ્માતની ઘટનાની જાણ રસ્તા પર ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને થઈ હોવાના કારણે તેઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ટ્રાફિક બ્રિગેડના જવાનોએ પલટી મારી ગયેલી રિક્ષામાં સવાર મુસાફરોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી.
ટ્રાફિક બ્રિગેડના જવાનોની આ કામગીરીના ઘટના સ્થળ પર હાજર રહેલા લોકોએ પણ વખાણ કર્યા હતા. ટ્રાફિક બ્રિગેડના જવાન ભાવેશ, કમલેશ, હિરલ, ઉમેશ, શિવ, વિક્રમ અને ચંદુ દ્વારા મુસાફરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, આ અકસ્માતની ઘટનામાં રીક્ષામાં સવાર મુસાફરોને કોઈ મોટી ઈજા થવા પામી નથી. રીક્ષામાં સવાર મુસાફરોને નાની-મોટી સામાન્ય ઇજાઓ થઈ હતી