Surat : માલધારી સમાજની અમુક માંગ સ્વીકારતા આંદોલન પૂર્ણ થયું, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે બેઠક કરી

સુરતમાં(Surat)માલધારી સમાજના ધરણા પ્રદર્શનનો સુખદ અંત આવ્યો હતો.માલધારી સમાજના(Maldhari)આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ(CR Paatil)સાથે મીટીંગ કરી હતી

Surat : માલધારી સમાજની અમુક માંગ સ્વીકારતા આંદોલન પૂર્ણ થયું, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે બેઠક કરી
Surat Maldhari Agitation End
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 02, 2022 | 5:14 PM

સુરતમાં(Surat)માલધારી સમાજના ધરણા પ્રદર્શનનો સુખદ અંત આવ્યો હતો.માલધારી સમાજના(Maldhari)આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ(CR Paatil)સાથે મીટીંગ કરી હતી જેમાં દિવાળી સુધી કોઈ તબેલા નહીં હટાવવામાં આવે તેવી બાંહેધરી આપતા સાંજ સુધીમાં આંદોલનનો(Protest)અંત આવ્યો છે. જેમાં સુરતમાં ગેરકાયદેસર તબેલા તેમજ રોડ પર રખડતા ઢોરને પકડવાને લઇ માલધારી સમાજ દ્વારા ડભોલી ખાતે ધરણા પ્રદર્શન કરી સરકાર સામે આંદોલન માંડ્યું હતું માલધારી સમાજના આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સાથે મીટીંગ કરી હતી અને આ મિટિંગમાં માલધારી સમાજ વિવિધ માંગો રજૂ કરવામાં આવી હતી જેમાંથી માલધારી સમાજની મુખ્ય માંગ તબેલા નહીં હટાવવાની હતી. જેમાં માલધારી સમાજે પહેલા પણ પાલિકાના તબેલા હટાવવા ના કામ અંગે અનેક આક્ષેપ કર્યા હતા.અને કહ્યું હતું કે માલધારી સમાજ ના જે કાયદેસર તબેલા હતા તે પણ તોડી પાડવામાં આવ્યા છે.

પાલિકાએ વગર નોટિસે તબેલા પર બુલડોઝર ફેરવી દીધું હતું

આની સાથે જ એટલા વર્ષોથી તબેલા ચલાવી રહ્યા છે તો પણ પાલિકા એ વગર નોટિસે તબેલા પર બુલડોઝર ફેરવી દીધું હતું..ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઓફિસ ખાતે માલધારી સમાજના આગેવાનો ની લગભગ એક કલાક સુધી મિટિંગ ચાલી હતી ત્યારબાદ સી આર પાટીલે બાંહેધરી આપી હતી કે દિવાળી સુધી તેમના તબેલાનું ડીમોલેશન કરવામાં આવશે નહીં અને જો કોઈ પણ અન્ય કાર્યવાહી કરવાની થશે તો નોટિસ આપવામાં આવશે.

કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં

આંદોલન સ્થળે પહોંચી પારણા કરાવી આંદોલન સમેટાયું હતું

આ સાથે જ માલધારી સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે હાઇકોર્ટ ના જે કાયદા છે તે કાયદા મુજબ કામગીરી કરશું..હાલ તબેલની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે..અને માલધારી સમાજ ના તબેલા નું સ્થળાંતર કરવામાં આવશે. 3000 રૂપિયા પ્રતિ મીટરે અને 15 ઢોર ની જગ્યા ફાળવવા ની વાત કરવામાં આવી છે..સુરત ના ડભોલી ખાતે ચાલી રહેલા આંદોલન નો સુખદ અંત કરવામાં આવ્યો હતો અને જયરામગીરીજી બાપુએ આંદોલન સ્થળે પહોંચી પારણા કરાવી આંદોલન સમેટાયું હતું.

g clip-path="url(#clip0_868_265)">