સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ રેલવેના કર્મચારીઓએ જ કર્યો હોવાનો ખુલાસો, જાણો કેવી રીતે પોલીસને મળી કળી

સુરત જિલ્લામાં કીમ પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલ્વે ટ્રેક પર ફીશ પ્લેટ ખોલીને ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી, આ ઉપરાંત 71 જેટલા પેડલોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. આ બનાવમાં ચોકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ અન્ય કોઈ નહી પરંતુ 3 કર્મચારીઓ જ નીકળ્યા છે.

Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 23, 2024 | 11:21 PM

પોલીસ તપાસમાં જે કારણ આવ્યું તે પણ ખુબ ચોકાવનારું છે. આરોપીઓએ પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવા તેમજ નાઈટ ડ્યુટી ચાલુ રહે તો બીજા દિવસે ઓફ મળે તે માટે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓની હાલ ધરપકડ કરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

કલીપો ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું કરવામાં આવ્યું

ટ્રેન ઉથલાવવાનાના પ્રયાસની આ ઘટનામાં પોલીસે સુભાષકુમાર ક્રિષદેવ પોદાર [ઉ.39] મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી [ઉ.28] અને શુભમ જયપ્રકાશ જયસ્વાલ [ઉ.26] ની ધરપકડ કરી છે. કીમ પોલીસ મથકની હદમાં રેલ્વે ટ્રેક પર ફીશ પ્લેટ ખોલીને ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી, આ ઉપરાંત 71 જેટલા ઈ.આર.સી. કલીપો ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું કરવામાં આવ્યું હતું.

આ ચકચારી ઘટનાને લઈને સુરત ગ્રામ્ય, રેલ્વે સહિતના અધિકારીઓ તપાસમાં જોડાઈ ગયા હતા એટલું જ નહી બનાવની ગંભીરતા જોઈ NIA અને ATS ની ટીમ પણ ઘટના સ્થળે પહોચીને તપાસ કરી હતી. આ કૃત્ય કોણે કર્યું તે અંગેની તપાસ માટે બીજા દિવસે પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો અને આખરે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

તમે 30 વર્ષના છો અને 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવા માગો છો, બસ કરો આ એક કામ
કાવ્યા મારનને લાગ્યો સૌથી મોટો ઝટકો, એક જ ઝાટકે 4000 કરોડ સ્વાહા
જે કામ સુનીલ ગાવસ્કર 30 વર્ષ સુધી ન કરી શક્યા તે હવે અજિંક્ય રહાણે કરશે
અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય
લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 3 બાબતોનું રાખો ધ્યાન

આ બનાવમાં પેટ્રોલિંગ કરનાર અને નજરે જોનાર આરોપી સુભાષ પોદારએ અપરેલ્વે ટ્રેક ઉપર જોગલફીશ પ્લેટ તથા ઈઆરસી કલીપો મુકેલ હોય જેના ફોટો તથા વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારેલા હતા, જે વીડિયોના સમય તથા પોતાના નિવેદનમાં જાણ કરવા માટે બતાવેલા સમયમાં તેમજ રેલ્વે વિભાગ તરફથી મળેલી માહિતીના આધારે વીડિયોમાં બતાવેલા સમય મુજબ ખુબ જ નજીકના સમયે ત્યાંથી અન્ય ટ્રેનો પસાર થઇ હોય જેથી બંને વચ્ચેના સમયગાળા દરમ્યાન બનેલ બનાવ બની શકે તેમ ના હોય અને સમયમાં તફાવત આવતો હોવાનું જણાય આવતા પેટ્રોલિંગમાં હાજર ત્રણેય ઇસમોના મોબાઈલમાં ચકાસણી દરમ્યાન બીજા આરોપી મનીષકુમાર મિસ્ત્રીના મોબાઈલમાં પણ ચકાસણી કરતા તેના મોબાઈલમાં પણ ટ્રેક ઉપર ઈઆરસી કલીપો મુકેલા હોવાના ફોટો પાડી ડીલીટ મારી દીધા હતા.

ત્રણેય આરોપીઓ પોતાને ઇનામ અને પ્રસિદ્ધિ મળે

જે રીસાઈકલબિન હિસ્ટ્રીમાંથી મળી આવ્યા હતા, જે પણ બનાવ સમય પહેલાના હોવાથી ત્રણેય ઈસમોની પોલીસે પૂછપરછ કરતા ભાંગી પડ્યા હતા અને પકડાયેલા ત્રણેય આરોપીઓ દ્વારા રેલ્વે ટ્રેક પર જાતે જ ઈઆરસી કલીપો કાઢી તથા જોગલફીશ પ્લેટ ખોલી ટ્રેક ઉપર મૂકી હતી અને અજાણ્યા આરોપીઓ દ્વારા ટ્રેન ઉથલાવી નાખવા માટે ટ્રેક ઉપર મુકેલ હોવાનું અને ટ્રેન ઉથલાવી નાખવાની કોશિશ કરવામાં આવી હોવાની ખોટી હક્કિત ઉભી કરી હતી, આ સમગ્ર ષડ્યંત્ર ઉભું કર્યું હતું, જે કરવા પાછળનું મુખ્ય કારણ ત્રણેય આરોપીઓ પોતાને ઇનામ અને પ્રસિદ્ધિ મળે તથા પોતાની રાત્રીના સમયની મોન્સુન નાઈટ ડ્યુટી ટૂંક સમયમાં બંધ થઇ જવાની હતી જે નાઈટ ડ્યુટી ચાલુ રહે તો બીજા દિવસમાં ઓફ મળે છે, તેમાં ફેમીલી સાથે બહાર જઈ શકાય તે હેતુથી આવો બનાવ બને તો મોન્સુન નાઈટ ડ્યુટી લંબાઈ જાય અને લાંબા સમય સુધી ચાલે તેવો હતો.

પોલીસ અધીકક્ષ હિતેશ જોયસરએ જણાવ્યું હતું કે તારીખ 21મી સપ્ટેમ્બર 2024 ના સવારના 5:00 વાગ્યા પછીના અરસામાં કીમ-કોસંબા વચ્ચેના રેલ્વે ટ્રેક પર અંદાજીત દોઢ કિલોમીટરના ટ્રેક પર 71 જેટલી ઈઆરસી પેડલોક અને ડાઉનટ્રેક ઉપર ફીશ પ્લેટ કાઢીને મૂકી દેવાની જે ઘટના સામે આવી હતી, જે અનુસંધાને સૌ પ્રથમ આરપીએફ, જીઆરપી તમામ ત્યાં પહોચ્યા હતા બીજી તરફ રેંજઆઈજી તેમજ એસપીએ પણ ત્યાં વિઝીટ કરી હતી અને મોટા પાયે જાનહાની થાય અને ટ્રેન ઉથલાવવાની કોશિશ અનુસંધાને બીએનએસની કલમ અનુસંધાને તેમજ ડેમેજ ટુ પબ્લિક એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો અને તાત્કાલિક 16 જેટલી ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

બે કર્મચારી બિહારના અને એક યુપીનો રહેવાસી

આ ઉપરાંત બીજા દિવસે પણ બનાવના આસપાસના અંદાજીત 5 કિલોમીટરના વિસ્તારમાં સર્ચ પણ કરવામાં આવ્યું હતું તેમજ એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમે પણ તપાસમાં જોડાઈ હતી આ બનાવમાં ટ્રેક ઉપર કામ કરતા કર્મચારી પૈકી સૌથી જુના કર્મચારી સુભાષ પોદાર [ઉ.39] જે કીમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારનો વતની છે. તેમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કીમમાં રહે છે અને મૂળ પટના બિહારના વતની છે. જયારે શુભમ જયસ્વાલ પણ કીમમાં રહે છે અને મૂળ યુપીના ચંદોલીના વતની છે. આ ત્રણેય ટ્રેક પર મેઈન્ટેનન્સ અંગેનું કામ કરે છે.

સમય જોતા અને અનેકવિધ રીતે આ ત્રણેય પાસેથી પ્રાથમિક માહિતી મેળવી પૂછપરછ કરતા જે જે સમયે જે વસ્તુ જ્યાં જ્યાં બનેલી અને જોયેલી એ અનુસંધાને પોલીસે જયારે તેઓનો મોબાઈલ ચેક કરતા ખરેખર જે 28 સેકન્ડનો વીડિયો જે 5 વાગ્યને 20 મિનીટ પછીનો બનાવનો બતાવવામાં આવ્યો હતો, એ વીડિયો પોલીસે રીસાયકલબિનમાંથી રીકવર કરતા એ વીડિયો 4 વાગ્યે 57 મિનીટ અને 56 સેકેંડએ વીડિયો બનેલો હોવાનું ટાઈમ અને તારીખ સાથે પ્રસ્થાપિત થયેલું હતું. જેથી પોલીસને આ વિષયમાં થોડી વધારે શંકા થવા લાગી કે આ વીડિયો ઉતારીને ડીલીટ કરી દેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા કર્મચારી મનીષકુમાર મિસ્ત્રી તેના મોબાઈલ અને તેના પણ રીસાયકલબિન પોલીસે ચેક કરતા ડીલીટ કરેલા ત્રણ ફોટા મળ્યા હતા જેમાં એક ફોટો સવારે 2 વાગ્યે 56 મિનીટનો છે બીજો ફોટો 2 વાગ્યે 57 મિનીટનો છે અને ત્રીજો ફોટો સવારે 3 વાગ્યે અને 14 મિનીટનો છે જેમાં ઈઆરસી પેડલોક છે તે 3,4,5ની સંખ્યામાં ટ્રેક પર પડેલા દેખાય છે.

આરોપીઓની પૂછપરછ કરતા સુભાષના કહેવાથી સુભાષની સાથે મળી મનીષ અને શુભમે પણ આ પેડલોક કાઢ્યા હતા અને ફીશ પ્લેટ પણ કાઢીને ટ્રેક પર મૂકી હતી ખરેખર જે પ્રમાણે એમની મુવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે એનું એનાલિસિસ ચાલે છે. આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે એ પ્રસ્તાપિત થયેલું છે અને ત્રણેય આરોપીઓએ આની કબુલાત પણ કરી છે.

આરોપીઓનો આ પાછળનો ઈરાદો જાણવો પણ ખુબ જ અગત્યનો હતો, પોલીસે તેઓની વધુ પૂછપરછ કરતા પ્રસિદ્ધિ અને ઇનામ મળે તે માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સુન પેટ્રોલિંગ છે અને મોન્સુન પૂરું થતા હવે બંધ થવાની છે. જેથી નાઈટ પેટ્રોલિંગ બાદ બીજા દિવસનું જે ઓફ પણ મળે છે તે ઓફ પણ બંધ થાય આ બે કારણ પ્રાથમિક તપાસમાં આરોપીઓની કબુલાતમાં જાણવા મળ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓના મોબાઈલ જપ્ત કરી આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે સુભાષ સૌથી જુનો કર્મચારી છે તે 9 વર્ષથી નોકરી કરી રહ્યો છે. મનીષ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે અને ત્રીજો શુભમ જે કોન્ટ્રકટ પર છે અને થોડા દિવસોથી જ આવ્યો છે આમાં મુખ્ય આરોપી સુભાષ છે. ત્રણેય આરોપીઓ ટ્રેક મેઈન્ટેનન્સની જવાબદારી નિભાવે છે. આરોપી સુભાષને આ વિચાર આવ્યો છે તે કન્ફેશનમાં જાણવા મળ્યું છે પરંતુ કઈ રીતે અને ક્યાંથી વિચાર આવ્યો તે બાબતે તપાસ ચાલુ છે.

એમને ફોટો અને વીડિયો લીધા હતા

ફરિયાદમાં બનાવની હક્કિત 5 વાગ્યા પછીની છે. પણ પોલીસને જયારે આ ફોટોગ્રાફ મળ્યા અને ત્રણેય જણાની પૂછપરછ અને ખાસ કરીને સુભાષની જયારે પૂછપરછ કરવામાં આવી તો આ બનાવમાં જે ટ્રેન પસાર થાય છે એમના ટાઈમિંગ પણ ખુબ જ અગત્યના છે. 5 વાગ્યે 20 મિનીટ પછી એમને આ જોયું કે ઈઆરસી પેડલોક અને ફીશપ્લેટ ટ્રેક પર પડ્યા છે પછી એમને ફોટો અને વીડિયો લીધા હતા, પછી તેમણે ઉપલી અધિકારીઓને જાણ કરી હતી અને ગરીબરથ ટ્રેનને રોકવી હતી પણ એ સમય એમના મોબાઈલમાં રીસાયકલબિનમાં મળેલા વીડિયો અને ફોટોગ્રાફ સાથે કોઈ રીતે મેચ થતા ના હતા.

મળેલા પુરાવાથી સંપૂર્ણ રીતે વિસંગત હતી

એક 4 વાગ્યે 57 મિનીટનું મળે છે, બીજો 2.57 અને 3.14 નો મળે છે એટલે ફરિયાદમાં જે હકિકતમાં જણાવવામાં આવી હતી અને આ મળેલા પુરાવાથી સંપૂર્ણ રીતે વિસંગત હતી. આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ આ રીતે આટલું મોટું એકસીડન્ટ રોકી અને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનો હતો.

આવનારા દિવસોમાં આરોપીના રિમાન્ડ મેળવીને રીકન્ટ્રકશન કરવામાં આવશે 4 કિલોમીટરના રૂટ પર આ 3 જણા છે તો જે રીતે કીમથી કોસંબા જવું, કોસંબાથી કીમ તરફ જવું એમ આવા 4 સર્કલ થાય છે. આખું રિકન્સ્ટ્રકશન કર્યા પછી જ ખબર પડશે. આરોપીઓના મોબાઈલ પણ ફોરેન્સિકમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: PM Modi UN Speech: આતંકવાદ વૈશ્વિક શાંતિ માટે ગંભીર ખતરો… UNમાં બોલ્યા PM મોદી

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
g clip-path="url(#clip0_868_265)">