Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્માર્ટ સિટી અમદાવાદ બન્યુ ભૂવા સિટી, વરસાદે વિદાય લીધા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત, નહેરૂનગર વિસ્તારમાં પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો

સ્માર્ટ સિટી અમદાવાદ હવે ભૂવા સિટી બની ગયુ છે. શહેરમાં છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો છે છતા ભૂવા પડવાનો સિલસિલો અકબંધ છે. હાલ શહેરનો એકપણ વિસ્તાર એવો બચ્યો નથી જ્યા ભૂવા ન પડ્યા હોય. છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં ચોમાસાના સમય સિવાય પણ અલગ અલગ કારણોથી ભૂવા પડી રહ્યા છે. હાલ નહેરૂનગર વિસ્તારમાં મહાકાય ભૂવો પડ્યો છે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 23, 2024 | 3:41 PM

ચોમાસાએ વિદાય લેતા અમદાવાદમાં છેલ્લા 15 દિવસથી વરસાદનું ટીપુય પડ્યુ નથી પરંતુ શહેરના અલગ અલગ માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો અટક્યો નથી. શહેરના અતિવ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા નહેરૂનગર વિસ્તારમાં વધુ એક મહાકાય ભૂવો પડ્યો છે. નહેરૂનગર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યા બાદ તંત્ર માત્ર બેરિકેડ મુકીને સંતોષ માની રહ્યુ છે. હાલ તેને પૂરવાનું કોઈ કામ હાથ ધરાયુ નથી. અહીથી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી વેઠવી પડે છે પરંતુ તંત્રને તેમની સમસ્યાની કંઈ પડી નથી.  અહીંના સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે ભૂવાના સમારકામમાં તંત્ર લાલિયાવાડી દાખવી રહ્યુ છે.

એક બાદ એક શહેરમાં ભૂવા પડવાથી સ્થાનિકોને પારાવાર હાલાકી

સ્માર્ટ સિટી અને મેટ્રો સિટીના દાવાઓ વચ્ચે શહેરમાં પડેલા આ ભૂવા તંત્રના વિકાસની પોલ ખોલી રહ્યા છે. બીજી તરફ રસ્તા પર આવા “ભૂવારાજ”ને લીધે. સ્થાનિકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકોનો આક્ષેપ છે કે ભૂવા પડ્યા બાદ તંત્ર દ્વારા ઝડપથી સમારકામની કામગીરી હાથ ધરવામાં જ નથી આવતી. જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

છેલ્લા 4 વર્ષમાં અમદાવાદમાં 363 ભૂવા પડ્યા, સમારકામ પાછળ ખર્ચ થયો 50 કરોડ

અમદાવાદમાં આ વર્ષે જૂન મહિનાથી શરૂ કરી અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારમાં કૂલ 44 ભૂવા પડ્યા હતા અને આ ભૂવાના સમારકામ પાછળ મનપાએ 1.20 કરોડથી વધુ રકમનો ખર્ચ કર્યો છે. છેલ્લા 4 વર્ષમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કૂલ 363 ભૂવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ કૂલ 50 કરોડનો ખર્ચ મનપા દ્વારા કરવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

કિંગ ખાનના હાથે જાનકી બોડીવાલાને મળ્યો IIFA Awards
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ
પતિ ચહલને બીજી યુવતી સાથે જોઈ ધનશ્રીને થઈ જલન ! હવે Restore કર્યા ફોટા
લગ્નના 4 મહિનાના સિક્રેટ લગ્ન પછી છૂટાછેડા લઈ રહી છે અભિનેત્રી
Tulsi: રામ કે શ્યામ તુલસી, ઘરમાં કઈ તુલસી રાખવાથી થાય છે આર્થિક લાભ?
હોલિકા દહનની રાતે કરો આ ઉપાય, કિસ્મત ચમકી ઉઠશે, ધનની થશે પ્રાપ્તિ

વર્ષ 2023માં અમદાવાદમાં પડેલા 181 ભૂવાના સમારકામ પાછળ 10 કરોડનો ખર્ચ થયો

આપને જણાવી દઈએ કે ગત વર્ષે પણ અમદાવાદમાં 23 સ્થળોએ મસમોટા ભૂવા પડ્યા હતા. આ વર્ષે 50 ટકાથી વધુ ભૂવા જુની જગ્યાઓ પર જ પડ્યા છે. વર્ષ 2023માં કૂલ 181 ભૂવા પડ્યા હતા જેને પૂરવા પાછળ 10 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. જેમા ઝોન વાઈઝ જોઈએ તો ઉત્તર ઝોનમાં સૌથી વધુ 12 ભૂવા પડ્યા, પશ્ચિમ ઝોનમાં 11, દક્ષિણ ઝોનમાં અને પૂર્વ ઝોનમાં 6 ભૂવા પડ્યા હતા. દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં 4 ભૂવા, મધ્ય ઝોનમાં 3 ભૂવા ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 1 ભૂવો પડ્યો હતો.

ચાલુ વર્ષે 44 ભૂવા પાછળ 1.20 કરોડનું આંધણ કરાયુ, હજુ પણ આ સિલસિલો અકબંધ

શહેરમાં દર વર્ષે નવા રોડ બનાવવા ઉપરાંત રોડ રિસરફેસ કરવા અને વિવિધ રોડ પર પડેલા ખાડાના સમારકામ તેમજ ભૂવાના સમારકામની કામગીરી પાછળ અંદાજે 1000 કરોડથી વધુનો ખર્ચ મનપા દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ડ્રેનેજલાઈનમાં ભંગાણ સર્જાવાને કારણે 14 ભૂવા પડ્યા. જેના સમારકામ પાછળ મનપા દ્વારા 73.12 લાખનો ખર્ચ કરવામાં આવ્યો. મશીનહોલમાં ભંગાણના કારમે 11 ભૂવા પડ્યા જેના સમારકામ પાછળ 47.5 લાખનો ખર્ચ કરાયો. અન્ય કારણોથી શહેરમાં 19 ભૂવા પડ્યા હતા. કૂલ મળીને અત્યાર સુધીમાં શહેરમાં 44 ભૂવા પડ્યા છે અને તેની પાછળ 1.20 કરોડથી વધુ રકમનું આંધણ કરી દેવાયુ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">