અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?

23 Sep, 2024

અમદાવાદ ગુજરાતનું સૌથી આમિર શહેર છે.

અમદાવાદની GDP 68 અબજ ડોલર છે.

આ શહેર કાપડ ઉધ્યોગ માટે પણ પ્રખ્યાત છે.

ફાર્મા કંપનીઓ, લોજિસ્ટિક્સ કંપનીઓ સહિત ઘણી મોટી કંપનીઓ આ શહેરમાં આવેલી છે.

જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું ઘર પણ અમદાવાદમાં છે.

શું તમે જાણો છો કે અમદાવાદના સૌથી પોશ વિસ્તારો કયા છે?

એક મીડિયા રિપોર્ટ અનુસાર, થલતેજ એ અમદાવાદના સૌથી પોશ વિસ્તારોમાંથી એક છે. આ વિસ્તાર શહેરના અન્ય વિસ્તારો સાથે સારી કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ વિસ્તારમાં કાફે, સ્પોર્ટ્સ ક્લબ, નાઈટ ક્લબ, લાઉન્જ વગેરે જોવા મળશે.

SG હાઈવે પણ અમદાવાદના સૌથી પોશ વિસ્તારોમાંનો એક છે. તે ગોતા, પ્રહલાદ નગર અને બોડકદેવ જેવા પોશ વિસ્તારોની નજીક છે. એસજી હાઈવે પર હેલ્થકેર, રિટેલ આઉટલેટ્સ, શૈક્ષણિક સંસ્થાઓ જેવી ઘણી સુવિધાઓ હાજર છે.

સાયન્સ સિટી રોડ શહેરના અન્ય પોશ વિસ્તારો સાથે સારી રીતે જોડાયેલ છે. આ વિસ્તાર પણ ઘણો લોકપ્રિય છે. અહીં કેટલાક વૈભવી અને ખર્ચાળ રહેણાંક પ્રોજેક્ટ્સ છે. સાયન્સ સિટી રોડ વિસ્તારમાં 50 ટકા મિલકતો બહુમાળી એપાર્ટમેન્ટ્સ છે.