વિદેશમાં MBBS અભ્યાસ માટે એડમીશનના બહાને છેતરપિંડી, અમદાવાદની એજન્સી સામે ફરિયાદ
જો તમારા સંતાનને વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે મોકલતા હોય તો થોડીક સાવધાની રાખજો. અમદાવાદના આવી જ એક એજન્સીના સંચાલકે ઈડરમાં રહેતા દંપતીની સાથે છેતરપિંડી આચરી છે. પુત્રીને વિદેશમાં MBBS અભ્યાસ માટે ફી અને અન્ય ખર્ચ સહિતના પેકેજને નક્કી કરીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યુ છે. જેની ઈડર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.
વિદેશમાં સંતાનને અભ્યાસ માટે મોકલવા હોય તો એડમિશન-વિઝા મેળવવા માટે તમામ પ્રકારે પુરી ચકાસણી કરી લેવી જરુરી છે. નહીંતર છેતરપિંડીનો ભોગ પણ બની શકવુ પડે છે. આવી જ રીતે અમદાવાદની એક એજન્સી મેકીંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશને ઈડરના દંપતીને પોતાનો શિકાર બનાવ્યો છે. આ અંગે ઈડર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઈડર પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે અને બંને આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ શરુ કરવામાં આવી છે. ઈડરમાં રહેતા દંપતીની પાસેથી રુપિયા પડાવી લઈને છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધવાવામાં આવ્યા છે.
ફિલીપાઈન્સમાં એડમીશનના નામે પડાવ્યા પૈસા
વાત એમ છે કે, બનાસકાંઠામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી માતા અને વડનગરમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા દંપતીને અમદાવાદના એજન્ટ ઉમેશ પટેલનો ભેટો થયો હતો. તે મેડીકલ એડમિશન અપાવવા માટેની એજન્સી ચલાવતો હોવાનું સામે આવ્યુ હતુ. જેની મુલાકાત સ્થાનિક એજન્ટ રાજેન્દ્ર પ્રજાપતિ (મકવાણા)એ કરાવી હતી. રાજેશ મારફઉતે ઉમંગનો સંપર્ક થયો હતો. જે બંનેએ મળીને કીર્તિ ડાહ્યાભાઈ સગરને તેમની પુત્રીને વિદેશમાં એમબીબીએસ અભ્યાસ માટે એડમીશન અપાવવાનો વાયદો કર્યો હતો.
એજન્ટોએ ફિલીપાઈન્સમાં એડમીસન 35 લાખના પેકેજથી અપાવવાની વાત કરી હતી. આ અંગેની રકમ આપવાને લઈ ઉંમગ અને રાજેન્દ્રએ કરેલી શરતો અને વાતો મુજબ જ તેમને રકમ ચુકવી હતી. આ માટે કીર્તિ સગર અને શિક્ષિકા પત્નિએ મળીને ટુકડે ટુકડે રકમ ઉંમગ પટેલને જમા આપી હતી. પરંતુ 7.25 લાખ રુપિયાની રકમ ચુકવ્યા બાદ આરોપી એજન્ટોએ હાથ ઉંચા કરી લીધા હતા.
આ પણ વાંચો: હિંમતનગરમાં CAના મકાનમાંથી તસ્કરો લોકર ઉઠાવી ગયા, ખેડૂતના ઘરમાં પણ ઘૂસ્યા ચોર
એડમીશન કે પૈસા કશું ના મળ્યુ
એજન્ટોએ વાતો કરી હતી કે, દીકરીને તેઓ ફિલીપાઈન્સના વિઝા કરાવી દેશે. ફિલીપાઈન્સમાં મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે એડમીશન અપાવી દેશે. આ માટેની લાલચ ભરી વાતો કરીને સગર દંપતી પાસેથી પૈસા પડાવ્યા હતા. પરંતુ ગત જુલાઈ માસથી આજ સુધી ના તો એડમીશન આપ્યુ કે, ના તો પૈસા પરત કર્યા હતા. પૈસા અને એડમીશન માટેસ પુછપરછ કરતા ખોટા અલગ અલગ બહાના બતાવવામાં આવતા હતા.