AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HSSF : હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાશે, ચાર દિવસમાં 7 અલગ-અલગ હવન કરાશે

હિંદુ આધાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોનું આયોજન કરવામાં આવેલું છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોનું આયોજન 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન કરવામાં આવ્યું છે.

HSSF : હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાશે, ચાર દિવસમાં 7 અલગ-અલગ હવન કરાશે
Ahmedabad
| Updated on: Jan 10, 2025 | 12:37 PM
Share

હિંદુ આધાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોનું આયોજન કરવામાં આવેલું છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોનું આયોજન 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનો ભવ્ય સંગમ એવો આ મેળો અમદાવાદમાં હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલા ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં  પરમાત્માનંદ સરસ્વતીજી,  મહંત દયાલપુરી બાપુ, વિધાંભોનિધિ બ્રહ્મર્ષિ અગ્નિચિત્ સ્વામી સહિતના મહંતો હાજર રહેવાના છે.

ચાર દિવસમાં 7 અલગ – અલગ હવન કરાશે

મેળાના કેન્દ્ર સ્થાને પારિવારિક અને માનવીય મૂલ્યોનું જતનનું મુખ્ય બાબત રાખવામાં આવ્યું છે. મેળામાં 200થી વઘુ ધાર્મિક અને સામાજિક સેવાકાર્ય સાથે સંકળાયેલી સંસ્થાઓ ભાગ લેશે અને તેમના સેવાકાર્ય પ્રદર્શિત કરશે. મેળામાં યજ્ઞશાળા હશે અને 4 દિવસમાં કુલ 7 જુદા- જુદા હવન કરવામાં આવશે.

અનેક કાર્યક્રમોનું કરાયું છે આયોજન

મેળામાં આદિવાસી વિસ્તારોની સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગામ હશે. પ્રદર્શન વિભાગમાં વિવિધ પ્રદર્શનો હશે જેમાં કુટુમ્બ પ્રબોધન, કૌટુંબિક મૂલ્યો, ગર્ભાધન સંસ્કાર, પુણ્યશ્લોક સહિત 3 Dએનિમેશન દ્વારા દર્શાવવામાં આવશે.

મંદિર પરિસરમાં કેટલાક મુખ્ય મંદિરોના જીવંત દર્શન અને કેટલાક મંદિરોની પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવશે. તેમજ વિવિધ કેન્દ્રોમાં મેળા પહેલાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મેળા દરમિયાન યોજાનાર મુખ્ય કાર્યક્રમો કળશ યાત્રા, યુવા બાઈક રેલી, કન્યા વંદન, આચાર્ય વંદન, માતૃ-પિતૃ વંદન, નારી સંમેલન સહિતના સ્થળોનો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
g clip-path="url(#clip0_868_265)">