રાજકોટ જિલ્લામાં ધો.1 થી 8 ની સરકારી શાળાઓમાં વર્ષ 2022 -23માં કુલ 56 ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી(ICT) લેબ અને 81 કોમ્પ્યુટર લીટરસી સેન્ટર કાર્યરત થયા છે તેમજ રાજકોટ જિલ્લાની 566 સરકારી શાળાઓમાં કુલ 1713 વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું અમલીકરણ થઇ રહયા હોવાની માહિતી રાજકોટ ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમગ્ર શિક્ષા તથા જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાએ આપી હતી. તેઓએ વધુમાં કહયુ હતું કે, કોમ્પ્યુટર લીટરસીમાં સર્વર ડેસ્ક ટોપ મોનિટર, હેડફોન, વાઇ-ફાઇ, ICT લેબમાં ડેસ્કટોપ કોમ્પ્યુટર, વેબ કેમેરા, હેડફોન, જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં પ્રતિ વર્ગ ખંડ ઇન્ટરએક્ટિવ પેનલ, લેપટોપ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વર્ષ 2022-23માં રાજકોટ જિલ્લામાં કુલ 56 ICT લેબ અને 86 કોમ્પ્યુટર લીટરસી સેન્ટર ફાળવવામાં આવ્યા છે. જેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિશ્વભરની વિવિધ પ્રકારની માહિતીને એકસેસ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. શિક્ષકોની આંગળીના વેઢે ઘણાં સંસાધનો છે, જે તેમની શિક્ષણ-શીખવાની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં સુધારો કરી શકે છે. શિક્ષકો અને શીખનારાઓએ હવે તેમની શૈક્ષણિક જરૂરિયાતો માટે પુસ્તકાલયોમાં રાખવામાં આવેલા શારીરિક માધ્યમોમાં છપાયેલ પુસ્તકો અને અન્ય સામગ્રી પર આધાર રાખવો પડશે નહીં. ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબની મદદથી, લગભગ દરેક વિષયમાં અને વિવિધ પ્રકારનાં માધ્યમોમાં શીખવાની સામગ્રી હવે દિવસના કોઈપણ સમયે અને અમર્યાદિત સંખ્યામાં મેળવી શકાય છે. શિક્ષકોની જટિલ સૂચનાઓનો સરળતાથી અર્થઘટન કરી શકાય છે અને ઇન્ટરએક્ટિવ વર્ગો શીખવવા અને પાઠોને વધુ આનંદપ્રદ બનાવવા માટે સક્ષમ છે આમ વિદ્યાર્થીઓની હાજરી અને એકાગ્રતામાં સુધારો થાય છે.
આ પ્રોજેકટના એમઆઈએસ ઓફિસર (સમગ્ર શિક્ષા) બીના ભરાડ કહે છે કે આજના ડિજિટલ યુગમાં શિક્ષણ ક્ષેત્રે સમયોચિત નવી નવી શિક્ષણ પદ્ધતિઓ ટેકનીક્સ તેમજ અન્ય નૂતન અભિગમો અમલી બનાવીએ તે સમયની માંગ છે.આજના યુગનો વિદ્યાર્થી વધુ ચપળ અને ટેકનોલોજીથી વાકેફ હોય છે ત્યારે શિક્ષક પણ ટેકનોલોજીથી વાકેફ જ નહી પરંતુ તેનાથી જાણકાર હોવો જરૂરી છે. આ માટે જ્ઞાનકુંજ અંતર્ગત ટેકનોલોજીના વિવિધ સાધનો જેવા કે લેપટોપ , ઇન્ટરેકટિવ પેનલ અને સંલગ્ન સોફ્ટવેર વગેરેની મદદથી શીખવા-શીખવવાની પ્રક્રિયા અને વર્ગખંડ ઈન્ટરેકટીવીટીમાં અભીવૃતી કરતો પ્રોજેક્ટ છે.
જે સમગ્ર રાજ્યમાં ઈન્ટરેકીટવ વર્ગખંડ શિક્ષણકાર્ય પદ્ધતિ ‘જ્ઞાનકુંજ’ વર્ષ 2017-18 થી અમલી છે. ફેઝ-૩ અંતર્ગત રાજકોટ જીલ્લાની કુલ. 566 શાળાઓના કુલ 1713 વર્ગખંડોમાં અમલીકરણ થવા જઈ રહ્યું છે. જેનાથી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષણનું સ્તર ઘણું ઉંચુ આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…