Breaking News : મહાઠગ કિરણ પટેલનો ક્રાઇમ બ્રાન્ચે કબજો લીધો, શ્રીનગરથી અમદાવાદ આવવા રવાના, જુઓ Video

મહાઠગ કિરણ પટેલનો ક્રાઇમ બ્રાન્ચે કબજો લીધો છે. જેમાં શ્રીનગરથી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આવવા રવાના થઈ છે.ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલનો કબજો લીધો છે.

Breaking News : મહાઠગ કિરણ પટેલનો ક્રાઇમ બ્રાન્ચે કબજો લીધો, શ્રીનગરથી અમદાવાદ આવવા રવાના, જુઓ  Video
Conman Kiran Patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 8:58 PM

મહાઠગ કિરણ પટેલનો ક્રાઇમ બ્રાન્ચે કબજો લીધો છે. જેમાં શ્રીનગરથી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આવવા રવાના થઈ છે.ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલનો કબજો લીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના અધિકારી તરીકેની ઓળખ આપી અનેક લોકો સાથે છેતરપિંડી આચરનારા મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી ગુજરાત લાવવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જે પ્રકારે માફિયા અતીક અહેમદને પોલીસ વાન મારફતે ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઇ જવાયો હતો, એ જ રીતે કૌભાંડી કિરણને પણ કાશ્મીરથી બાય રોડ પોલીસ વાનમાં જ ગુજરાત લાવવામાં આવશે. હાઇપ્રોફાઇલ લાઇફ જીવતા અને કરોડોની લક્ઝુરિયસ કારમાં ફરતા કિરણને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવશે.

કિરણ પટેલની સુરક્ષામાં હજુ પણ કાફલો જ રહેશે !

આમ તો કિરણ જ્યારે નકલી અધિકારી બનીને રોફ ઝાડતો ત્યારે તેની સુરક્ષામાં ગાર્ડનો મોટો કાફલો રહેતો, પરંતુ આ વખતે કિરણ પટેલની સાથે કોઇ સામાન્ય પોલીસ કે ગાર્ડ નહીં પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હશે, કાશ્મીરથી અમદાવાદની બાય રોડ મુસાફરીમાં અંદાજે 36 કલાક જેટલો સમય લાગશે, આ સમય દરમ્યાન કિરણ ડબ્બામાં જ પૂરાયેલો રહેશે, અમદાવાદ લાવ્યા બાદ પણ કિરણ સાથે સામાન્ય કેદી જેવો જ વ્યવહાર કરવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ખોટી ઓળખ બતાવી જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બન્યો હતો

ગુજરાતના મહાઠગ કિરણ પટેલે PMOના અધિકારી તરીકેની ઓળખ આપી જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બન્યો અને ઝેડ પ્લસ સિક્યુરિટીમાં છેક બોર્ડ પહોંચી ગયો હતો. પરંતુ તેનું કારનામું બહાર આવ્યા બાદ ગુજરાતમાં પણ તેના એક પછી એક એમ અનેક કૌભાંડ બહાર આવ્યા છે. પૂર્વ પ્રધાનના ભાઇ જગદીશ ચાવડાનો રૂપિયા 18 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ વિરૂદ્ધ કેસ દાખલ થયો છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કિરણ પટેલે પોતાની ઓળખ PMOના અધિકારીની આપીને અનેક લોકોને ભોળવી લીધા હતા. અમદાવાદની જાણીતી કો-ઓપરેટિવ બેંકના એક ઉચ્ચ પદાધિકારી પણ તેના સંપર્કમાં હતા. કિરણ પટેલ આ બધા સંપર્કોના આધારે લોકોને ફસાવતો હતો. કૌભાંડો સામે આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે પણ કિરણે અનેક ઉધામા નાંખ્યા હતા, પરંતુ ગુજરાત પોલીસે કૌભાંડી કિરણ પર એવો સકંજો કસ્યો છે કે જેમાંથી તે બચી શકે તેમ નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">