કોંગ્રેસે લોકસભાની બાકી રહેલી ચાર બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો માટે મૂરતિયા કર્યા જાહેર, આ નામો પર મારી મહોર- વાંચો 

કોંગ્રેસે લોકસભાની ગુજરાતની બાકી રહેલી ચારેય બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. જેમા અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. જ્યારે રાજકોટથી પરેશ ધાનાણી, મહેસાણાથી રામજી ઠાકોર અને નવસારીથી નૈષધ દેસાઈને ટિકિટ આપી છે. વિધાનસભાની પાંચ બેઠકો માટે આ ઉમેદવારો પર પસંદગી ઉતારી છે.

Follow Us:
| Updated on: Apr 13, 2024 | 11:55 PM

કોંગ્રેસે ભારે મંથન અને વિચારણા બાદ ગુજરાત લોકસભાની બાકી રહેલી ચાર બેઠકો પર તેના મૂરતિયા જાહેર કર્યા છે. જેમા અમદાવાદ પૂર્વ બેઠક પર પહેલા કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી દીધી હતી. જો કે રોહન ગુપ્તાએ ટિકિટ મળ્યાના બે દિવસ બાદ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા કોંગ્રેસમાં ફરી મંથન શરૂ થયુ હતુ. ભાજપે અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને  રિપીટ કર્યા છે. જેની સામે કોંગ્રેસે હાલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને ચાર ટર્મ કાઉન્સિલર રહેલા હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. હિંમતસિંહ 2002-03માં અમદાવાદ શહેરના મેયર પદે રહી ચુક્યા છે. તેમજ બાપુનગર વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.

મહેસાણાથી કોંગ્રેસે રામજી ઠાકોરને આપી ટિકિટ

ભાજપના હરીભાઈ પટેલ સામે કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી રામજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. રામજી ઠાકોર અગાઉ ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની ગણના થાય છે. મહેસાણાના તરેટી ગામના તેઓ વતની છે. લાંબા સમયના મનોમંથન બાદ આખરે મહેસાણા બેઠક પર કોંગ્રેસમાં કોકડુ ઉકેલાતુ દેખાયુ છે.

રાજકોટથી પરેશ ધાનાણી પર પસંદગી

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પૈકી સૌથી વધુ હાઈવોલ્ટેજ કોઈ બેઠક બની હોય તો તે રાજકોટ બેઠક બની છે. ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક પરથી કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર પહેલા પણ કોંગ્રેસમાં પરેશ ધાનાણીના નામની ચર્ચા ચાલી રહી હતી. જો કે પરેશ ધાનાણીએ ખુદ અહીંથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો.  રાજકોટમાં કોંગ્રેસે ભાજપના કડવા પાટીદાર ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે લેઉવા પાટીદાર કાર્ડ ખેલતા પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. રાજકોટ બેઠક ભાજપ માટે આ સૌથી સેફ બેઠક ગણાય છે. જો કે આ વખતે પરશોત્તમ રૂપાલના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ રૂપાલા ક્ષત્રિયોના રોષનો ભોગ બન્યા છે અને ક્ષત્રિયો સતત રાજકોટથી ઉમેદવાર બદલવાની માગ કરી રહ્યા છે. જો કે ભાજપ ઉમેદવાર બદલવાના જરાય મૂડમાં દેખાતી નથી. ત્યારે પરેશ ધાનાણીને રૂપાલાના નિવેદનથી ઉઠેલા વિવાદનો થોડો ઘણો ફાયદો આ બેઠક પર જરૂર થશે તેવુ લાગી રહ્યુ છે.

જો તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાવા માંગો છો તો રોજ ખાઓ આ ડ્રાયફ્રુટ, ફેસ પરની સ્કિન રહેશે એકદમ ટાઈટ
શેરબજારમાં મોટો જાદુ, રોકાણકારો એક જ વારમાં કમાયા 415000 કરોડ રૂપિયા
કાળઝાળ ગરમીમાં હાઈ બીપી અને શુગરના દર્દીઓ રાખે આ સાવધાની, જાણો અહીં
ઘરમાં જ ઉગાડો અઢળક ગુણ ધરાવતી વરિયાળી, અપનાવો આ સરળ ટીપ્સ
IPL 2024 : ગોંડલના વિરેન બગથરિયાએ રાજસ્થાનના ખેલાડીઓને આપ્યો નવો લુક, જુઓ ફોટો
ફ્રીજમાં આ રીતે ન રાખો શાકભાજી, ખતમ થઈ જાય છે પોષક તત્ત્વો

નવસારીથી કોંગ્રેસે નૈષદ દેસાઈને આપી ટિકિટ

નવસારી બેઠક પરથી કોંગ્રેસે ભાજપના દિગ્ગજ અને કદાવર ઉમેદવાર સી.આર.પાટીલ સામે નૈષધ દેસાઈને મેદાને ઉતાર્યા છે. નૈષધ દેસાઈ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વતંત્ર સેનાની રહેલા પરિવારમાંથી આવે છે. શ્રમિકોના હક્ક માટે તેઓ સતત લડતા આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા રહી ચુક્યા છે. ઈનટુક પ્રેસિડેન્ટ તરીકે વર્ષો સુધી સેવારત રહ્યા છે. નવસારીથી સી.આર. પાટીલ V/S નૈષધ દેસાઈની ટક્કર જોવા મળશે.

વિજાપુર પેટા ચૂંટણી માટે દિનેશ પટેલ પર પસંદગી

આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામુ આપી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાની ખાલી પડેલી વિજાપુર વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે દિનેશ પટેલને ટિકિટ આપી છે. જેઓ પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાન છે. પાટીદાર સમાજની સામાજિક-શૈક્ષણિક કામગીરીમાં સતત તેઓ કાર્યરત હોય છે. ત્યારે વિજાપુરમાં ભાજપના સી.જે ચાવડા V/S દિનેશ ઠાકોર વચ્ચે ટક્કર જોવા મળશે.

પોરબંદર પેટા ચૂંટણી માટે રાજુભાઈ ઓડેદરાને ટિકિટ

પોરબંદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ અને કદાવર નેતા અર્જુન મોઢવાડિયાએ પક્ષપલટો કરી કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતા આ બેઠક ખાલી પડી હતી. જેની લોકસભા ચૂંટણીની સાથે જ 7મી મેએ પેટા ચૂંટણી થવાની છે. ત્યારે કોંગ્રેસે અહીંથી મેર સમાજના યુવા ચહેરા રાજુભાઈ ઓડેદરા પર પસંદગી ઉતારી છે. તેઓ પોરબંદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા રાજુ ઓડેદરાએ કોંગ્રેસ પક્ષમાં વિદ્યાર્થી નેતાથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. જેઓ આ ચૂંટણીમાં ભાજપના અર્જુન મોઢવાડિયાને ટક્કર આપશે.

માણાવદરથી પાટીદાર અગ્રણી હરિભાઈ કણસાગરા પર પસંદગી

જુનાગઢની માણાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી છે. માણાવદરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પક્ષપલટો કરી ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. ભાજપે અહીંથી અરવિંદ લાડાણીને મેદાને ઉતાર્યા છે. જેમની સામે કોંગ્રેસમાંથી હરિભાઈ કણસાગરા મેદાને છે. જેઓ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા પાયાના કાર્યકર છે. પાટીદાર સમાજની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ત્યારે અરવિંદ લાડાણી સામે કોંગ્રેસે મજબુત ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.

વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને ટિકિટ

વડોદરાની વાઘોડિયા બેઠક પર કોંગ્રેસે કનુભાઈ ગોહિલ પર પસંદગી ઉતારી છે, તેઓ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. સહકારી ક્ષેત્રમાં તેમજ ક્ષત્રિય સમાજમાં તેમનું આગળ પડતુ નામ છે, કોંગ્રેસમાં પણ વરિષ્ઠ આગેવાનોમાં તેમની ગણના થાય છે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામુ આપી ભાજપમાં સામેલ થઈ જતા આ બેઠક ખાલી પડી હતી.

ખંભાત બેઠક પર મહેન્દ્રસિંહ પરમાર પર પસંદગી

આણંદ જિલ્લાની ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમાર પર પસંદગી ઉતારી છે. જેઓ સ્થાનિક સક્રિય આગેવાન અને આણંદ જિલ્લા પ્રમુખ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ છે. ભાજપે અહીંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલને મેદાને ઉતાર્યા છે. ચિરાગ પટેલ 2022માં ખંભાત બેઠકથી 3711 મતોથી ભાજપના મયુર રાવલ સામે જીત્યા હતા. ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે અને સાથે સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે.

આ પણ વાંચો:  સૌરાષ્ટ્રમાં 8 પૈકી 4 બેઠકો પર કોંગ્રેસે લેઉવા પાટીદાર ઉમેદવારને ઉતાર્યા મેદાને, કેટલુ ફળશે પાટીદાર કાર્ડ, કોંગ્રેસની નૈયાને લગાવશે પાર? -વાંચો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">