પંચમહાલના પ્રહલાદ તરીકે જાણીતા સોમાભાઈને મુશ્કેલ અને વિક્ટ પરિસ્થિતિમાં કેવી રીતે ફળી ગૌભક્તિ, વાંચો

|

Mar 06, 2023 | 10:17 PM

Panchmahal: પંચમહાલના પ્રહલાદ તરીકે જાણીતા સોમાભાઈ તેમની ગૌભક્તિ વિશે જાણીતા છે. કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવાનું બીડુ ઝડપ્યુ અને આવી ગાયો માટે શરૂ કરી ગૌશાળા. ત્યારે સોમાભાઈને કેવી રીતે મુશ્કેલી પરિસ્થિતિમં ફળી ગૌભક્તિ. વાંચો અહીં ...

પંચમહાલના પ્રહલાદ તરીકે જાણીતા સોમાભાઈને મુશ્કેલ અને વિક્ટ પરિસ્થિતિમાં કેવી રીતે ફળી ગૌભક્તિ, વાંચો

Follow us on

પંચમહાલના અતિ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામમાં શ્રી રામ ગૌ શાળા ચલાવતા સોમાભાઈને ગાયોની ભક્તિ ફળી છે. પોતાની પાસે કંઈ ન હોવા છતા તેમણે નાસીપાસ થયા વિના ગાયોને સાચવવાનું બીડુ ઝડપ્યુ હતુ. સોમાભાઈના સંઘર્ષની શરૂઆત જ ગૌ સેવાના ભગીરથ કાર્યથી થાય છે. કતલખાને લઈ જવાતી ગાયોને બચાવ્યા બાદ પોલીસ અને ગૌ રક્ષકો તે ગાયોને સોમાભાઈની ગૌ શાળામાં મૂકી જતા હતા.

આ એવી ગાયો હતી જે ખૂબ જ અશક્ત અને દૂધ આપી શકતી ન હતી. આવી ગાયો થકી સોમાભાઈને આવક થાય એવુ કઈ હતું જ નહીં. ઉપરથી આવી ગાયોનો ઘાસચારો અને બીમારીમાં દવા એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો. સોમાભાઈએ આવી બિનઉપાર્જન ગૌ વંશની સેવા માટે પોતાનું ઘર, જમીન, પત્નીના દાગીના ગીરવે મૂકી દીધા હતા. એટલે સુધી કે પોતાના પુત્રને પણ અભ્યાસ બંધ કરાવી પરિવાર અને ગૌ વંશનું પોષણ કરવા મજૂરીએ મોકલવો પડ્યો. એક તરફ પોતાનું ગુજરાન માંડ ચાલતુ હતુ ત્યાં ગાયોની સંખ્યા વધતી જતી હતી.

સોમાભાઈને ફળી ગાયોની ભક્તિ

જેમ પ્રહલાદને ભક્તિ ફળી હતી અને હોલિકા વરદાન પ્રાપ્ત હોવા છતાં અગનજ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ હતી. તેમ જ સંઘર્ષ અને વિકટ પરિસ્થિતિની આગમાં તપતા અને બળતા સોમાભાઈ અને તેમના પરિવારની વ્હારે ગૌ માતા જ આવ્યા તેમ કહીએ તો અતિશયોક્તિ નથી. ખુદ સોમાભાઈ પણ જણાવે છે અતિ વિકટ આર્થિક પરિસ્થિતિમાં ફસાયા બાદ જાણે ગૌ માતાએ સંકેત આપ્યો હોય તેમ પોતાની ગૌ શાળામાં રહેલી ગાયોના છાણમાંથી વૈદિક હોળી માટે વપરાતી ગૌ કાષ્ટ બનાવવાની શરૂઆત કરી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

શરૂઆતમાં ઓછા જથ્થામાં ગૌ કાષ્ટ બનાવી વેચાણ કરતા થોડી ઘણી આવક થઈ અને ભુખે મરતી ગાયો અને પોતાના પરિવારને બે ટંક ભોજન મળી રહે તેવી આવક થઈ. બસ આજ ગૌ વંશના છાણમાંથી સોમાભાઈ વિવિધ ઉત્પાદનો કરતા ગયા અને વેચાણમાં વૃદ્ધિ થતી ગઈ. સોમાભાઈની ગૌ શાળામાં બનેલ ગૌ સ્ટીકની હોળી નિમિતે મોટી માગ રહે છે. હાલ તેઓ આ ગૌ સ્ટીકનું સમગ્ર મધ્ય ગુજરાતમાં વેચાણ કરી રહ્યા છે.તેમનું કહેવુ છે ગૌકાષ્ટથી હોલિકા દહન કરીએ તો પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થાય છે. વૃક્ષો કપાતા અટકે છે સાથે ગાયના છાણમાંથી બનેલ ગૌ કાષ્ટથી હવામાં ઓક્સિજનની માત્રા પણ વધે છે.

આજકાલ વૈદિક હોળીનો શહેરી વિસ્તારોમાં ભારે ટ્રેન્ડ જોવા મળે છે. ત્યારે વૈદિક હોળી માટે વપરાતા ગૌ કાષ્ટ એટલે કે ગાયના છાણમાંથી બનાવેલ લાકડીઓ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ સોમાભાઈની ગૌ શાળામાંથી જ વેચાણ થાય છે. આજે ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, ગોધરા, દાહોદ, આણંદ, નડિયાદ, લુણાવાડા સહિત મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વૈદિક હોળી માટે સોમાભાઈની ગૌ શાળાના જ ગૌ કાષ્ટ ઉપયોગમાં લેવાય છે.

આ પણ વાંચો: Gujarati video : પંચમહાલમાં ખેડૂતોને રાત્રે જંગલી પ્રાણીઓના ભય વચ્ચે કરવું પડે છે કામ, વીજળીના અભાવે ત્રસ્ત છે ખેડૂતો, જુઓ Video

સોમાભાઈની ગૌ શાળામાં બનેલ ગૌ સ્ટીકની હોળી નિમિતે જબરદસ્ત માંગ છે અને હાલ તેઓ આ ગૌસ્ટીકનું સમગ્ર મધ્ય ગુજરાતમાં વેચાણ કરી રહ્યા છે. જેની સારી આવક થકી સોમાભાઈની આર્થિક સ્થિતિમાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું. એક સમયે એક ટંક ભોજનના જેમને વાંધા હતા તે સોમાભાઈ આજે પોતાની ગૌ શાળામાં 65 થી 70 લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે સોમાભાઇ ને ત્યાં રોજગારી માટે આવતા લોકોમાં મહિલાઓ સૌથી વધુ છે.

Published On - 7:05 pm, Mon, 6 March 23

Next Article