Navsari જરથોસ્તી પારસીઓના 200 વર્ષ જૂના ધાર્મિક કુવાઓ બન્યા રેન વોટર હાર્વેસ્ટર, જાણો વોટર હાર્વેસ્ટિંગની આ રીત
એક અંદાજ મુજબ 4000 વર્ષ જૂનો ધાર્મિક ઇતિહાસ ધરાવતો પારસી સમાજ ધાર્મિક અને અભ્યાસુ સમાજ તરીકે દેશ અને દુનિયામાં વખણાય છે અંદાજ મુજબ સમગ્ર દુનિયામાં બે લાખ જેટલા પારસીઓની વસ્તી છે. એક લઘુમતી પરંતુ પોતાના ધાર્મિક સામાજિક અને માનવીય અભિગમને આજે પણ ટકાવી રાખ્યો છે. જેમાં નવસારીના પારસીઓના 200 વર્ષ જૂના જે તમામ ધાર્મિક કુવાઓ છે. જે તમામ રેન વોટર હાર્વેસ્ટર બન્યા છે.
નવસારી શહેરને વસાવનાર પારસી સમાજે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને શિક્ષણની ભૂમિ તરીકે વિકસાવી હતી તેમણે કરેલા કામો આજે પણ નવસારી શહેરમાં આંખે ઉડીને વળગે છે શિક્ષણનું ધામ બની ગયેલા શિક્ષણ સંસ્થાઓ તો આજે પણ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે સંસ્કાર સિંચનનું કેન્દ્ર બની રહી છે.
નવસારી શહેરમાં પારસીઓ અંદાજે 200 વર્ષ પહેલા આવ્યા હતા અને તેમણે નવસારી શહેરમાં વસવાટ શરૂ કર્યો હતો. પોતાના ઘરોમાં કુવાઓ બનાવ્યા હતા જે પાંચ ફૂટ પહોળા અને 30 ફૂટ થી લઈને 60 ફૂટ સુધી ઊંડા હતા. કુવાનું પાણી પીવું એ તંદુરસ્તી માટે સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે ત્યારે પોતાના ઘરનો અથવાતો મોહલ્લાનો એક અલાઈદો કૂવો પારસી સમાજના અગ્રણીઓ જાતે બનાવતા હતા અને એ કુવાઓ આજે પણ નવસારી શહેરમાં અસ્તિત્વમાં છે.
નવસારી શહેરમાં અંદાજે સાતથી વધુ કુવાઓ અસ્તિત્વમાં છે પરંતુ એનું પાણી હવે પીવાતું નથી પરંતુ પારસી સમજ આ કુવાઓને પોતાની દીર્ઘદ્રષ્ટિના સહારે વરસાદી પાણી સંગ્રહની સિસ્ટમ બનાવી દીધી છે. પોતાના ઘરો અને મહોલ્લાનું સમગ્ર પાણી કુવામાં લાઈન મારફતે જોડી દેવામાં આવ્યું છે જેનાથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને પાણીના સ્થળ ઉચા આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે
ખુશી એમની પાસે આવે છે, જે બીજા માટે ખુશી લાવે છે
ઉપરની પંક્તિ પારસી જરથોસ્થી ઓના શાસ્ત્ર અવેસ્તામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં બીજા માટે સારું કરવાની અને ખુશીઓ વહેચવાની વાતો કરવામાં આવી છે એવી સાત્વિક વિચારધારા ધરાવતા પારસી સમાજમાં ધાર્મિક માન્યતા પ્રમાણે અગ્નિ પાણી અને જમીનને પવિત્ર માનવામાં આવે છે. જેના કારણે અગ્નિમાં પાણીમાં તથા જમીન પર કોઈ પણ પ્રકારનો ગંદવાડ ધર્મહાની અને ધર્મ ભ્રષ્ટતા થતી હોવાનું પારસી સાહિત્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તેવા સમયે પાણીને પણ પવિત્ર માનીને વિશ્વ સમુદાય માટે પાણીનો બચાવ કરવો અને સૌ કોઈને પાણી મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું હતું. 200 વર્ષ પહેલા નવસારી શહેરને વસાવનાર પારસીઓએ અલાયદા કુવાઓ બનાવ્યા હતા જેમાંથી સૌ કોઈ માટે પાણીની વ્યવસ્થા થઈ શકતી હતી પરંતુ સમયાંતરે પાણીના ત્રણ નીચા ચાલી જતા કુવાઓ માં પાણી રહેતું નથી અને હવે એને વોટર હાર્વેસ્ટિંગ માટે પારસી સમુદાય ઉપયોગમાં લે છે.
પારસી જરથોસ્થીઓ રોજ કુવા પાસે દીવો કરે છે
પારસી ધર્મમાં અગ્નિ પાણી અને ધરતીને પવિત્ર માનવામાં આવે છે ત્યારે પોતાના આંગણામાં રહેલા કુવા પર રોજ પવિત્ર સમજીને કુવાની પૂજા કરવામાં આવે છે તેમની આસ્થા મુજબ પાણી એ એક પવિત્ર તત્વો છે જેની જાળવણી અને પૂજા કરવી માનવીય ધર્મ માનવામાં આવે છે એ ફિલોસોફીને આજે પણ પારસી સમાજના લોકો અનુસરી રહ્યા છે અને કુવાની પૂજા કરે છે..
નવસારી શહેરમાં 200 વર્ષ જુના અંદાજે 100 થી વધુ કુવાઓ અસ્તિત્વમાં
અંદાજે 200 વર્ષ પહેલાં નવસારી શહેરને પારસી સમાજ એ વિકસાવ્યું હતું મોટી સંખ્યામાં પારસીઓ આવીને વસ્યા હતા તેમણે પોતાના ઘરોની સાથે મોહલ્લા દીઠ એક કૂવો બનાવ્યો હતો અને એ કુવો આજુબાજુના તમામ લોકો માટે પીવાના પાણીની સમસ્યાનું નિવારણ કરતું હતું એવા નવસારી શહેરમાં આજે પણ પાંચ ફૂટ પહોળા અને 30 ફૂટ થી માંડીને 60 ફૂટ જેટલા ઊંડા કુવાઓ અસ્તિત્વમાં છે ભલે એમાં પાણીના તળ સુકાઈ ગયા છે પરંતુ ચોમાસા દરમિયાન રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પારસી સમાજે વિકસાવી છે.
(ઈનપુટ ક્રેડિટ : નિલેશ ગામીત)